શું કહે છે તમારું આજનું રાશિફળ, ક્લિક કરો અને જાણો

ગળપણ પ્રત્યેની પ્રીતિને લીધે આજે તમારા પગ મીઠાઈની દુકાન તરફ વળવા લાગશે.


એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


ગળપણ પ્રત્યેની પ્રીતિને લીધે આજે તમારા પગ મીઠાઈની દુકાન તરફ વળવા લાગશે. જો તમે વધુપડતી મીઠાઈ ખાઈ લેશો તો તબિયત પર વિપરીત અસર થઈ શકે છે.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


આકરા નિર્ણય લેવાની વાત આવે ત્યારે તમે પાછીપાની કરતા નથી. આજે તમે પડકારરૂપ પરિસ્થિતિઓનો સામનો કરવો પડશે. તમે એના માટે આવશ્યક ક્ષમતા ધરાવો છો.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


આજે તમે નિખાલસ અને ઉદાર વૃત્તિ ધરાવતી વ્યક્તિ બની જશો. એને લીધે તમારા જીવનમાં રોમાંચ ઉમેરાશે. પ્રેમી સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂકવા માટે સારો સમય છે. તમારામાંથી કેટલાક જાતકોનાં લગ્ન લેવાવાનો યોગ છે.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજે તમારી ઉત્પાદકતા ઘણી વધી જશે અને તમે ઘણું હાંસલ કરી શકશો. દિવસ પૂરો થતાં પહેલાં પ્રેમનો પ્રસાદ પામીને તમે હર્ષોલ્લાસનો અનુભવ કરી શકશો.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


તમે જો પ્રવાસનું આયોજન કરી રાખ્યું હોય તો એ સમૂળગું રદ કરવાની અથવા એમાં કાપ મૂકવાની માનસિક તૈયારી રાખવી, કારણ કે આજનો દિવસ વિષમ છે.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


રાબેતા મુજબનાં કાર્યોને લીધે તમે કંટાળી ગયા હોવાથી આજનો દિવસ ઘરની બહાર નીકળીને  સામાજિક મેળમિલાપ કરવા તથા આનંદપ્રમોદ કરવા માટે આદર્શ છે.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


આજનો દિવસ નીરસ છે. તમારો મૂડ વારંવાર બદલાયા કરશે. જોકે એનાથી ચિંતિત થવાની જરૂર નથી. આવું થોડો સમય જ ચાલશે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


આજે તમારા હૃદયને બદલે મગજનું કહ્યું થશે અને તમારે પરિશ્રમ કરવાનો આવશે. જોકે હૃદયને પણ કાબૂમાં રાખવાનું મુશ્કેલ હોવાથી વચલો કોઈ માર્ગ કાઢવો.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


તમે અંગત અને વ્યવસાયી વર્તુળોમાં આગેવાન છો. આજના સપરમા દિવસે તમે જે કાર્યારંભ કરશો એને અન્ય લોકો નિષ્ઠાપૂર્વક અનુસરશે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


આજે નસીબની દેવી તમારા પર મહેરબાન રહેશે. આથી તમે જે કાર્ય હાથમાં લેશો એને બધા બિરદાવશે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


આજે તમે ઘણા જ ઉદાર અને કરુણાવાન બની જશો તથા સખાવત કરવા લાગશો. એનું કારણ એ કે આ રીતે તમને ઘણો સંતોષ મળે છે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


આજે તમારે સામાજિક કાર્યક્રમોમાં જવાનું થશે અને જો તમને જીવનસાથીની ખોજ હશે તો એમાંથી જ કોઈ એક કાર્યક્રમમાં એ પૂરી થઈ જશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy