શું કહે છે તમારી રાશિ

આજે સફળતા અને સિદ્ધિ તમારી પાસે સામે ચાલીને આવશે

astro19


એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજના ગ્રહમાન તમારી સફળતા તરફ નિર્દેશ કરે છે. તમારો સ્વભાવ મળતાવડો હોવાથી તમે ઑફિસના કામકાજમાં દરેકની સાથે અસરકારક સંવાદ સાધી શકશો.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


તમે સ્વજનો સાથે યાદગાર પળો માણી શકશો. તમારાઘરે પારિવારિક કે મિત્રવતુર્‍ળનું ગેટ-ટુગેધર યોજાવાની સંભાવના છે.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


તમારા બુદ્ધિબળની કસોટી કરે એવા પ્રોજેક્ટ્સ તમે હાથ ધરશો, કારણ કે તમને માનસિક પડકારો ધરાવતાં કાર્યો વધારે પસંદ આવે છે. ભૂતકાળની ભૂતાવળ તમને સતાવ્યા કરશે, પરંતુ એની અસર તમારા વર્તમાન અને ભવિષ્ય પર થવા દેવી નહીં.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


તમને ભલે એમ લાગતું હોય કે નસીબની દેવી તમારા પડખે છે, પરંતુ તમારે સટ્ટાકીય પ્રવૃત્તિઓથી બચીને રહેવું. બેદરકારીને લીધે તમારે મોટું આર્થિક નુકસાન ખમવું પડી શકે છે.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


લોકો આજે ભલે તમારાં ગમે એટલાં વખાણ કરે, તમારા ઉત્સાહમાં જરાય વૃદ્ધિ નહીં થાય. અંગત સમસ્યાઓ અને ભવિષ્યની સંભાવનાઓ વિશે તમને ચિંતા રહેશે. નિરાશ થતા નહીં. આ તબક્કો કામચલાઉ છે અને ટૂંક સમયમાં પસાર થઈ જશે.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


આજે તમારી સર્જનશક્તિ પ્રગટ થશે અને એના મારફત તમને પોતાનો બળાપો વ્યક્ત કરવાની તક મળશે.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


તમારે આરોગ્યની સમસ્યાઓ પ્રત્યે ધ્યાન આપવાની જરૂર પડશે અને જરૂર પડ્યે મેડિકલ-ટેસ્ટ પણ કરાવવી પડશે, જેથી સ્થિતિ ગંભીર બને નહીં.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી 


૨૨ નવેમ્બર)


આજે તમે અધૂરાં કાર્યો પૂરાં કરવા માટે ભરપૂર જોશમાં હશો. જોકે સાંજે પ્રિયકરના સંગાથે તમે ઉત્કટતાપૂર્ણ સમય માણી શકશે.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


તમારા કામની પૂરતી કદર થતી ન હોવાથી તમે કદાચ નિરાશ થઈ ગયા હશો; પરંતુ તમારે સકારાત્મક વલણ અપનાવવું, કારણ કે સારા સમાચાર મળવાનો યોગ છે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


આજે સફળતા અને સિદ્ધિ તમારી પાસે સામે ચાલીને આવશે. તમારે આ સાનુકૂળ સમયગાળાનો મહત્તમ લાભ લેવાનો પ્રયાસ કરવો.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


આધ્યાત્મિકતા જેવા વિષયો સાથે જેમને દૂર-દૂરનો સંબંધ હશે એ જાતકો માટે આજનો દિવસ ઘણો જ સારો રહેશે. જો તમે આધુનિક જમાનાની ઉપચારપદ્ધતિઓના નિષ્ણાત હો તો તમારી લોકપ્રિયતા વધવાનો યોગ છે.
પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


તમે સોશ્યલ નેટવર્કિંગ સાઇટ્સ પર વધુ ને વધુ સંપર્કો કેળવશો અને એમાંથી અમુક સંબંધો બિઝનેસની દરખાસ્તો લઈને આવશે. આ રીતે એ આર્થિક દ્રષ્ટિએ ઘણા લાભદાયી રહેશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK