જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ

આજના ગ્રહમાન સૂચવે છે કે તમારે આર્થિક બાબતો પર લક્ષ આપવું અને બચત કરવી.

astro19

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજના ગ્રહમાન સૂચવે છે કે તમારે આર્થિક બાબતો પર લક્ષ આપવું અને બચત કરવી. આ કામમાં તમારી વ્યસ્તતા વધી જશે. જોકે ગણેશજી કહે છે કે પારિવારિક જવાબદારીઓ તરફ દુર્લક્ષ કરવું નહીં.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


આજના દિવસનો પ્રારંભ તમે મક્કમ મનોબળ સાથે કરશો. કોઈ બાબતે અક્કડ વલણ અપનાવવું નહીં, કારણ કે એમ કરવામાં તમે જિદ્દી બની જશો. કોઈ પણ ઝઘડામાં તમે સામે ચાલીને સુલેહ કરવા નહીં જાઓ અને તમારા પોતાના મતને વળગી રહેવાની આદત બની જશે.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


ગણેશજી કહે છે કે આજે તમે કદાચ થોડા ઉદાસ હશો અને ખિન્નતાનો અનુભવ કરશો. તમને એકલવાયું પણ લાગી શકે છે. તમે દબાવી રાખેલી લાગણીઓ અને ઇચ્છાઓ તથા બૌદ્ધિક ઝુકાવ આજે બહાર પ્રગટ થશે.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજે તમે એદી અને બીજાઓની ટીકા કરનારા બની જાઓ એવી શક્યતા ગણેશજીએ વ્યક્ત કરી છે. હંમેશની જેમ શાંત રહેવું. કોઈના પ્રત્યે આકરું વલણ અપનાવવું નહીં, કારણ કે એમ કરવા જતાં સંબંધ તંગ બની શકે છે અને પ્રતિષ્ઠાને હાનિ પહોંચી શકે છે.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


તમે ઘરની સજાવટ હાથ ધરીને એને નવું રૂપ આપવાનો પ્રયાસ કરશો. તમે વેસ્ટમાંથી બેસ્ટ બનાવશો અને ઘરના પરિસરને સુંદર રીતે શણગારશો.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


પૂર્વગ્રહોને તમારા મનમાં પ્રવેશવા દેતા નહીં, સાથે જ અસહિષ્ણુતાને પણ દિલમાં ઘૂસવા દેતા નહીં એવું ગણેશજી સૂચવે છે. તમે આસપાસના લોકો પાસેથી પ્રેમ-સ્નેહ અને શુભેચ્છાની લાગણીઓ પામવાની ઇચ્છા રાખશો. નકારાત્મકતાથી દૂર જ રહેવું સારું.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


ગણેશજી કહે છે કે તમે પોતાના કાર્યક્ષેત્રમાં વ્યસ્ત રહેશો અને લક્ષ્યો સિદ્ધ કરી શકશો. તમારા જીવનસાથી બની શકે એવી વ્યક્તિ સાથે મુલાકાત થવાનો યોગ છે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


પોતાનો રુઆબ જમાવવાની અને ધાક બેસાડવાની જીવનસાથીની કોશિશ તમને નહીં ગમે, પરંતુ ગણેશજી કહે છે કે તમે સૌના હિતને ધ્યાનમાં રાખીને સ્વભાવને કારણે થતા વિખવાદથી દૂર રહેવાનું નક્કી કરી શકશો.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


આજે તમારું વેદિયાપણું પ્રગટ થવાની શક્યતા છે. તમે ધાર્મિક સાહિત્ય તરફ ઝુકાવ ધરાવશો. ગણેશજી તો કહે છે કે તમે રહસ્યકથાઓ, ખૂનામરકીની વાતો અને વિજ્ઞાનલક્ષી વાર્તાઓમાં ખૂંપી જશો.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


આજે તમારું નસીબ તેજ હોવાથી એવાં સાહસોમાં સફળતા મળશે જે ખેડવામાં તમને ડર લાગતો હતો એમ ગણેશજી કહે છે. સ્ટૉક્સમાં સોદાઓ કરનારાઓ માટે લાભદાયી દિવસ છે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


તમે હંમેશાં દરેક બાબતમાં બૃહદ્ ચિત્ર જોઈને આગળ વધો છો અને પરિસ્થિતિને સુધારવા માટે શક્તિ ખર્ચવાની તૈયારી રાખો છો. આવા સકારાત્મક વલણને લીધે તમે લોકોની સાથે સંઘભાવનાથી કામ કરવા સમર્થ બન્યા છો.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


આજે તમે ઘણા લાગણીશીલ બની જશો. તમે જીવનસાથીને કે પ્રિયકરને અનોખી રીતે પ્રેમ કરી શકશો. જોકે લગ્નનો પ્રસ્તાવ મૂકવા માટે દિવસ સારો નથી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK