આજનો દિવસ તમારી માટે કેવો રહેશે, વાંચો

ઉપરવાળાએ તમારા પર વરસાવેલી કૃપાનું મૂલ્ય આજે તમને સમજાશે.

astro19

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


ઉપરવાળાએ તમારા પર વરસાવેલી કૃપાનું મૂલ્ય આજે તમને સમજાશે. તમે એને આસપાસના લોકોમાં વહેંચવાનો આનંદ લેશો.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


આજે તમારા જીવનમાં તમામ મોરચે સુખ-શાંતિ હશે. જોકે તમે શારીરિક શ્રમ નહીં કરો તો પણ તમને માનસિક થાક વર્તાશે.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


ઘણો બધો પ્રવાસ થઈ જવાનો યોગ છે. એમાં તમે વ્યસ્ત રહેશો, પરંતુ નવાં સ્થળો જોઈને નવું શીખવાની સંભાવનાને લીધે તમે રોમાંચિત થઈ જશો.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


વિદેશની ધરતી પરથી તમને ઉત્સાહવર્ધક સમાચાર મળવાની શક્યતા છે. એ ખબર પ્રતિષ્ઠિત વિદ્યાપીઠમાં પ્રવેશ મળ્યાના કે રોકાવા આવવા માટે સગાંવહાલાંએ આપેલા આમંત્રણના હશે.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


આજે તમારે વિવિધ પ્રકારના પ્રશ્નોનો સામનો કરવો પડશે. આવા સમયે ગુસ્સા પર કાબૂ રાખવાનો પ્રયાસ કરજો. ખાસ કરીને સવારે તમારો મૂડ વારંવાર બદલાવાની શક્યતા છે.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


રોમૅન્સનો વાયરો ફૂંકાઈ રહ્યો છે. તમારી મુલાકાત એવી વિજાતીય વ્યક્તિ સાથે થશે જેની સાથે તમે લાંબા ગાળાના સંબંધમાં બંધાઈ જશો.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


આજે તમારામાં શક્તિનો ઊભરો આવ્યો હશે. તમને કોઈ પણ કામ અઘરું નહીં લાગે. કેટલીક બાબતોમાં સ્પષ્ટતા ન હોવાથી તમે વડીલોની મદદ લેશો.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


કામના સ્થળે અઘરા પ્રશ્નોના હલ લાવવાની તમારી કાબેલિયતને જોઈને સહયોગીઓ તથા બૉસ પ્રભાવિત થઈ જશે. સાંજનો સમય પાર્ટીનો રહેશે.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


આજે બિનજરૂરી જોખમો માથે લેવાં નહીં. અન્યથા તમે શારીરિક રીતે ઘણા થાકી જશો અથવા તો તમારી તબિયત બગડી શકે છે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


સામાન્ય સંજોગોમાં તમે જરાય ગુસ્સે થતા નથી, પરંતુ આજે તમારો પારો ઊંચે ચડી જવાની શક્યતા છે. આ જોખમથી સાવધાન રહેજો અને વધુપડતું બોલવાનું ટાળજો.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


તમારે એકલાઅટૂલા રહેવાને બદલે તમારી સાથે સંકળાયેલા લોકોના જીવનમાં આવકાર્ય પરિવર્તન લાવવાનો પ્રયાસ કરવો. નવો ચીલો પાડજો.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


આજે નાણાકીય બાબતો તમને ઘણી ચિંતા કરાવશે. તમે મોટા ભાગનો સમય આવક વધારવા માટેના રસ્તાઓ શોધવામાં ગાળશો. મિત્રો તમને મદદરૂપ થશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK