જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ

તમે આજકાલ પોતાની ભલાઈ જોવાને બદલે બીજાઓ પર વધારે ધ્યાન આપી રહ્યા છો.

astro

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


તમે આજકાલ પોતાની ભલાઈ જોવાને બદલે બીજાઓ પર વધારે ધ્યાન આપી રહ્યા છો. તમારે એક ખાસ નોંધ લેવી કે જો તમારી તબિયત સારી નહીં હોય તો તમે લોકો માટે કંઈ વધારે નહીં કરી શકો.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


આજે તમને પૈસા ઉડાડવાનું ઘણું મન થશે, પરંતુ એને પગલે તમે મુશ્કેલીમાં સપડાઈ શકો છો. એથી બેછૂટ ખર્ચ કરવાનો વિચાર રોકી રાખજો.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


આજે તમે પોતાની કામગીરીનું મૂલ્યાંકન કરવાને બદલે બીજા લોકોની આંકણી કરવામાં જ આખો દિવસ પસાર કરશો. તમારે આ વૃત્તિ ટાળવાની જરૂર છે.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


તમારી વાકપટુતા સતેજ છે, પણ જ્યારે કંઈ કામ કરવાની વાત આવે છે ત્યારે તમે પાછી પાની કરો છો. આ કમીને દૂર કરવા પર આજે ખાસ ધ્યાન આપવું.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


આજે તમે આધ્યાત્મિક બાબતો તરફ વધારે ઝુકાવ ધરાવશો. ધાર્મિક પ્રવૃત્તિઓ અને મેડિટેશન કરવાથી તમને પુષ્કળ માનસિક શાંતિ મળશે.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


આજે તમારી છઠ્ઠી ઇન્દ્રિય અતિશય સતેજ રહેશે અને કોઈ વ્યક્તિ તમને ઊંધે રવાડે ચડાવી નહીં શકે.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


તમે નોકરીમાં સંતોષકારક પ્રગતિ કરી શકશો. ખાસ કરીને સરકારી કર્મચારીઓને આ બાબત લાગુ પડે છે. પરિવારજનો તમને મજબૂત ટેકો આપશે એ આજના દિવસની બીજી સારી બાબત છે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


પરિવારજનો તમારા જીવનમાં વિશેષ સ્થાન ધરાવે છે એ સમજી ગયા બાદ આજે તમે તેમના સંગાથે ખૂબ જ સુખનો અનુભવ કરી શકશો. પ્રિયકર જોડે ઉત્કટતાપૂર્ણ સમય પસાર થશે.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


આજે તમે અતિશય મિજાજી બની જશો. આવી સ્થિતિમાં તમારે પોતાની જાત પર ઘણો જ કાબૂ રાખવાની જરૂર છે. કોઈને પણ માઠું લાગે એવો એક પણ શબ્દ ઉચ્ચારવો નહીં.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


તમે પોતાના બિઝનેસનો વિસ્તાર કરવા માટેના માર્ગનો વિચાર કરી રહ્યા છો ત્યારે તમારા મનમાં અનેક મૂંઝવણો ઊભી થવાની શક્યતા છે. આવા સંજોગોમાં Xદયના અવાજને અનુસરવો.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


તમારા પર કામનો ઘણોબધો બોજ છે અને એ સતત વધી રહ્યો છે. જો તમે ધીમે-ધીમે કામ પૂરાં કરતાં નહીં જાઓ તો એક તબક્કે એના ભાર નીચે દબાઈ જશો. વધુ મહેનત કરવાનો સંકલ્પ કરવો.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


તમારાં મોટા ભાગનાં કાર્યો પૂરાં થઈ ગયાં હોવાથી તમારો ઉત્સાહ વધી જશે. તમે હવે પરિવારજનો માટે થોડો સમય ફાળવી શકશો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK