જાણો કેવો રહેશે આજનો દિવસ

કુંવારાઓ માટે આજનો દિવસ સાનુકૂળ છે

astrology


એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


તમારામાં વહેતી ઊર્જા‍નું પ્રમાણ આજે સર્વોચ્ચ હશે અને નિયતિએ તમારી સામે ફેંકેલા દરેક પડકારને પહોંચી વળવા માટે તમારામાં અખૂટ આત્મવિશ્વાસ ભરેલો હશે.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


મુશ્કેલીભર્યા સમયની અસરમાંથી બહાર આવવા માટે આજે તમારે સ્વજનોના સંગાથે આખો દિવસ પસાર કરવાનો પ્રયાસ કરવો.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


આજનો દિવસ તમારાં તમામ કાર્યો માટે લાભદાયી રહેશે અને તમે દરેક નાની-મોટી સિદ્ધિઓનો આનંદ માણી શકશો.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજે એવી કોઈ પરિસ્થિતિ ઊભી થશે કે તમે પોતાના પરનો કાબૂ ગુમાવી બેસશો. શક્તિને સન્માર્ગે અને લાભદાયી કાર્યોમાં વાળવાનો પ્રયાસ કરવો.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


અમુક પારિવારિક પ્રશ્નોના હલ માટે તમે દરેકને વિશ્વાસમાં લઈને તેમનાં મંતવ્યો માગશો. પૂવર્‍ગ્રહથી પીડાયા વગર સમજદારીપૂર્વક નિર્ણય લેવો.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


લોકો અંગત અને વ્યવસાયી જીવન વચ્ચે સંપૂર્ણ સંતુલન જાળવવાની તમારી આવડતનાં વખાણ કરશે. પ્રિયકર સાથે રોમૅન્સભર્યો સમય પસાર થશે.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


તમારે નિકટના કોઈ સંબંધીને લગતા માઠા સમાચાર સહન કરવાની તૈયારી રાખવી. આ ખબર મળ્યેથી તમને ઘણું દુ:ખ થઈ શકે છે, પરંતુ એ યાદ રાખવું કે કાળી રાત્રિ પછી સવાર ઊગે જ છે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


પોતાની કાર્યક્ષમતા અને બુદ્ધિમત્તા દર્શાવીને ઉપરીઓનો વિશ્વાસ સંપાદિત કરવા માટે યોગ્ય સમય છે.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


તમારી મહત્વાકાંક્ષા તમારા કામમાં ઝળકશે અને તમે મનની ઇચ્છાઓ અને વ્યવસાયી જવાબદારીઓ વચ્ચે પરિપૂર્ણ સંતુલન જાળવવા માટે વિશેષ જહેમત ઉઠાવશો.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


કોઈ પરિસ્થિતિમાંથી ઊગરી જવા માટેના તમારા પ્રયાસો વ્યર્થ પુરવાર થાય ત્યારે નિયતિને પોતાનું કામ કરવા દેવું અને ઉપરવાળા પર શ્રદ્ધા રાખવી.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


અંગત હોય કે વ્યવસાયી, તમે જીવનના દરેક ક્ષેત્રે ઉત્કૃક્ટ કામગીરી બજાવશો. તમારો કરિશ્મા આસપાસના સૌ લોકો પર છવાઈ જશે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


કુંવારાઓ માટે આજનો દિવસ સાનુકૂળ છે. જીવનસાથીની તેમની શોધ સફળ રહેશે. તમારી સામે આવેલી દરેક તકનો મહત્તમ ઉપયોગ કરી લેવો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK