ક્લિક કરો અને જાણો તમારી આજની રાશિ

તમે મનની મુરાદ પૂરી કરનારી ડેટ માટે નવાં રૂપરંગ ધારણ કરવાનો પ્રયાસ કરશો.

astro19

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


તમે મનની મુરાદ પૂરી કરનારી ડેટ માટે નવાં રૂપરંગ ધારણ કરવાનો પ્રયાસ કરશો. ગણેશજી કહે છે કે ખરા સંબંધો બાહ્ય દેખાવના મોહતાજ નથી હોતા.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


ગણેશજી કહે છે કે આજે તમે ઘણા રોમૅન્ટિક મૂડમાં હશો. તમારા વિચારો નાજુકતાભર્યા અને સ્વપ્નવત હશે. એને લીધે તમે કોઈ વિજાતીય વ્યક્તિ પર મોહી પડશો.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


તમને લોકોના મનમાં પડેલી પોતાની છાપને ટકાવી રાખવામાં તથા સમાજમાં મોભો ટકાવી રાખવામાં આજે તકલીફ પડશે.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


તમને આજે વધારે તકો મળે એવું લાગતું નથી. શક્ય છે કે તમે અમુક જટિલ સ્થિતિમાં સપડાઈ જાઓ.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


તમને સહયોગીઓ તથા સાથીદારો પાસેથી સારો સહકાર મળશે. અંગત જીવનમાં જીવનસાથી અને મિત્રો તમને સપોર્ટ આપશે.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


આજે તમારામાં રહેલો કલાકાર ઝળકશે. શોમૅન અને કૉમેડિયન તરીકે તમારી ઘણી જ ક્ષમતા છે. લોકો તમારા જોક્સથી હસીને લોટપોટ થઈ જશે.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


અત્યાર સુધીની સ્થિતિને એક શબ્દમાં વર્ણવવી હોય તો એમ જ કહેવું પડે કે એ કંટાળાજનક રહી છે, પરંતુ ગણેશજી કહે છે કે હવે એમાં પરિવર્તન આવશે. બ્રેક લેવાનું તમારા હિતમાં રહેશે. 

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


ગણેશજી કહે છે કે આજનો દિવસ લાંબા ગાળા માટેનું અને રિયલ એસ્ટેટમાં રોકાણ કરવા માટે સારો છે. લાંબા સમય બાદ તમને લાભ મળશે. હાલ જીવનનાં સુખોનો ઉપભોગ કરવો અને આનંદ માણવો.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


તમારા નસીબ આડેનું પાંદડું ખસવાની તૈયારીમાં હોવાનું ગણેશજીનું કહેવું છે. તમે જે ઇચ્છા કરશો એ પૂરી થશે. જોકે નિર્ણયો લેતી વખતે વધુપડતા આત્મવિશ્વાસી બનવું નહીં.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


તમે વ્યૂહાત્મક આયોજન કરી દેશો. તમારે ફક્ત અમલ કરવાનો બાકી રહેશે. જોકે ગણેશજી કહે છે કે મહત્વપૂર્ણ વિચારોનો અમલ કરવામાં વિલંબ થઈ શકે છે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


તમારે હંમેશાં લાફો મારીને ગાલ લાલ રાખવાની જરૂર નથી. તમે લાગણીઓને સ્વજનો સમક્ષ મોકળા મનથી વાચા આપી શકો છો.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


આજે તમારા વ્યવસાયી અને પ્રેમજીવનને લીધે ચિંતાનું વાતાવરણ સર્જા‍શે. તમને માનસિક રીતે સંતુલિત રહેવાનું ગમશે, પરંતુ સમસ્યાઓનો હલ લાવવા માટે પૂરતો સમય નહીં મળે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK