ક્લિક કરો અને જાણો તમારી આજની રાશિ

ટેક્નિકલ દૃષ્ટિકોણ ધરાવતી વ્યક્તિઓ માટે આજનો દિવસ શુકનિયાળ છે.

astro19

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


ટેક્નિકલ દૃષ્ટિકોણ ધરાવતી વ્યક્તિઓ માટે આજનો દિવસ શુકનિયાળ છે. તમને કોઈ નવી ટેક્નૉલૉજી દેખાશે કે તરત જ તમે એને અપનાવવા દોડી જશો.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


આજે તમે સ્પર્ધાત્મક મૂડમાં હશો અને તમારી પાસે જબરી વેપારી કુનેહ હોવાથી હરીફો કરતાં વધુ ઝડપે પ્રગતિ કરી શકશો.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


તમે કડક વલણ ધરાવો છો અને જરૂર પડ્યે ફ્લેક્સિબલ પણ થઈ જાઓ છો. આજે તમારે આ બન્ને ગુણોનો ઉપયોગ કરવો પડી શકે છે. કાનૂની ઝઘડાઓનો આપસી સમજૂતીથી હલ લાવવાનું તમારા હિતમાં રહેશે.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


તમારે પરિવારને સમય આપવાનો વખત આવી ગયો છે. તમે તેમના તરફ ઘણું દુર્લક્ષ કર્યું છે. જીવનસાથીને સાથસહકાર આપવો. તેઓ સંબંધને દૃઢ બનાવવા માટે ખાસ જહેમત ઉઠાવી રહ્યા છે.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


આજનો દિવસ વિવિધ પ્રવૃત્તિઓથી ભરેલો રહેશે. તમે જે કાર્ય હાથ ધરશો એમાં સંપૂર્ણ મગ્ન થઈ જશો. આરામ કરવાનું તમને પાલવે એમ નથી.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


આજે સામાજિક અને વ્યવસાયી સ્તરે તમારી પ્રતિષ્ઠા વધશે. તમે પોતાની ફરજોનું જે રીતે વહન કરો છો એના પરથી તમારી બુદ્ધિમત્તા અને તીવþ નિરીક્ષણશક્તિનો પરિચય મળે છે.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


જો તમારા મિત્રો વગદાર અને સમર્થ હશે તો તમારા માટે લાભદાયક પુરવાર થશે. કાર્યક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ તમારી યોગ્ય કદર થશે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


તમે જે રીતે પ્રશંસાનો સ્વીકાર કરો છો એ જ રીતે ટીકાને પણ સ્વીકારી લેવી. દિવસ પૂરો થવા સુધીમાં તમારા ટીકાકારો શાંત થઈ જશે.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


આજે તમારી સામાજિક પ્રતિષ્ઠા રૉકેટગતિએ વધી જશે અને તમારા પરિવારજનોની નજરમાં તમારું માન વધી જશે. સારા સમાચાર મળવાનો પણ યોગ છે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


આજનો દિવસ કપરો બની રહેશે. તમે પહેલેથી કરેલાં ઝીણવટભયાર઼્ આયોજનોમાં ધાર્યું પરિણામ કદાચ નહીં મળે. ઊલટાનું ક્ષુલ્લક પ્રશ્નો તમારી સમસ્યાઓમાં વધારો કરશે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


વ્યૂહરચના જરૂર ઘડવી, પરંતુ એની પાછળ ઘણોબધો સમય ગાળવો નહીં. અન્યથા આયોજનોનો અમલ કરવા માટે પૂરતો સમય નહીં મળે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


તમારી સંપૂર્ણ ક્ષમતા હાંસલ કરવામાં મદદરૂપ થનારા સહયોગીઓ પાસેથી તમે પ્રેરણા પ્રાપ્ત કરશો. એ કર્યા બાદ ગુમાનમાં આવી જવું નહીં.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK