આજનો દિવસ તમારી માટે કેવો રહેશે, વાંચો

આજે તમે સંવાદની કળામાં પારંગત થઈ જશો.

horoscope

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજે તમે સંવાદની કળામાં પારંગત થઈ જશો. એને લીધે નિકટના વર્તુળના લોકો પ્રભાવિત થઈ જશે અને સંતાનો ગૌરવ અનુભવશે. પરિવારના વડીલો તરફ દુર્લક્ષ કરવું નહીં.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


તમારા પર કામનો બોજ અતિશય વધારે હોવાની શક્યતા છે. આ બોજ તમારી ક્ષમતા કરતાં વધારે નહીં હોય, પરંતુ તમારામાં એ કામ કરવા જેટલી શક્તિ બચી નહીં હોય.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


આજનો દિવસ પ્રસન્નતાપૂર્ણ રહેશે, કારણ કે તમે પોતાને મનગમતી પ્રવૃત્તિઓ પાછળ સમય ગાળશો. તમારી ઉદારતા વધી જશે.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


તમને તકલીફમાં મુકાયેલી કોઈ વ્યક્તિની મદદ કરવા માટે બોલાવવામાં આવશે. તમે તેમને જરાય ના નહીં પાડો અને તમારામાં આનંદ ઊભરાતો હશે. સાંજનો સમય રોમૅન્ટિક રહેશે.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


આજનો દિવસ સકારાત્મકતાથી ભરેલો રહેશે. તમને કામ કરવાની મજા આવશે એટલું જ નહીં, સહયોગીઓ સંપૂર્ણ સહકાર આપશે જેનાથી તમને ઘણું સારું લાગશે.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


તમે કામના સ્થળે અને સામાજિક વર્તુળમાં અગ્રેસર રહીને આગેવાની કરો એવી અપેક્ષા રાખવામાં આવશે. મળતાવડા સ્વભાવને લીધે તમે આસપાસના લોકોમાં પ્રિય થઈ પડશો.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


તમે આજનો બધો સમય પોતાનો બાહ્ય દેખાવ બદલવાના પ્રયાસોમાં ગાળશો. તમે હેરસ્ટાઇલ બદલી કાઢવા ઉપરાંત ડિઝાઇનર વસ્ત્રો વસાવશો.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


આર્થીક બાબતોમાં તમારો વ્યવહાર બેદરકારીભર્યો હોવાની શક્યતા છે. તમે સ્વજનોને મોંઘીદાટ ભેટસોગાદો આપશો અને તેમને રાજી રાખવા માટે પાર્ટી કરશો.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


બિઝનેસમેનોની કામગીરી સારી રહેશે. નોકરિયાતોએ પોતાની કાબેલિયત પર ભરોસો રાખવો. પોતાની જવાબદારીઓ હસતાં-હસતાં નિભાવવી.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


મિશ્ર ફળ આપનારા આજના દિવસે તમારે પ્રસન્નતા અને પીડા બન્નેનો અનુભવ કરવો પડશે. મહેનતનાં મીઠાં ફળ મળશે, પરંતુ તમારે તકલીફના દિવસોમાં કામ લાગે એ માટે પૂરતી રોકડ બચાવી રાખવી પડશે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


તમારે આજે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. હિંમત રાખજો અને ડર્યા વગર સમસ્યાઓનો હલ કાઢજો. ચિંતા કરતા નહીં. નસીબ તમને સાથ આપશે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


અમુક આકરા પડકારોનો સામનો કરવાની તૈયારી રાખવી. તમને અલગ-અલગ દિશામાંથી ખેંચાણ અનુભવાશે. દુશ્મનોને ઓછા આંકવા નહીં. શક્ય હોય ત્યાં સુધી વિખવાદ ટાળવો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK