આજનો દિવસ તમારી માટે કેવો રહેશે, વાંચો

આજે તમને પોતાનું કૌશલ્ય, ખાસ કરીને વાક્પટુતા દર્શાવવાનો મોકો મળશે.

astro17

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજે તમને પોતાનું કૌશલ્ય, ખાસ કરીને વાક્પટુતા દર્શાવવાનો મોકો મળશે. તમારે એ બન્ને હાથે ઝડપી લેવો. આવી તક વારંવાર નથી આવતી.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


આજે તમારે ચાલાકીભર્યા કૉન્ટ્રૅક્ટની બાબતે સાવધાન રહેવું. કોઈ પણ કૉન્ટ્રૅક્ટ પર સહી કરતાં પહેલાં નિયમો અને શરતો વાંચી લેવાં.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


આજના મંગળમય દિવસે બધું તમારી તરફેણમાં હશે. આથી પ્રિયકર સમક્ષ લગ્નનો પ્રસ્તાવ રજૂ કરી દેવો. તમારા માટે આનંદની ઘડી આવી ગઈ છે.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજે તમને સામે ચાલીને સફળતા પ્રાપ્ત થશે. એનો ઘમંડ કરવો નહીં, અન્યથા ઈર્ષાળુ તત્વો તમારા પ્રયાસોનું મૂલ્ય ઓછું આંકવાનો પ્રયાસ કરશે.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


તમે મિત્રો, સંબંધીઓ, પરિવારજનો અને જીવનસાથી પાસેથી ઘણી અપેક્ષાઓ રાખશો. જોકે તમે પોતે પણ એમાંથી કોઈ નિરાશ ન થાય એ રીતનું વર્તન કરશો.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


તમારી વેપારી કુનેહ, લોકોને સંભાળી લેવાની આવડત તથા પદ્ધતિસર કામ કરવાની ક્ષમતા અદ્ભુત છે. તમારે હવે ફક્ત નવો બિઝનેસ-આઇડિયા શોધવા માટે મગજ કસવાની જરૂર છે.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


બિઝનેસમેનો માટે આજનો દિવસ ઘણો જ ઉત્પાદક રહેશે. તમે જે કાર્ય હાથ ધરશો એમાં સફળતા પ્રાપ્ત થશે. પરિવાર તરફ દુર્લક્ષ ન થઈ જાય એ વાતની કાળજી લેવી.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


આજે નકારાત્મક વિચારો તમારા મગજમાં ઘેરો ઘાલશે. એનું ગંભીર પરિણામ આવી શકે છે. તમારે શક્તિઓને સન્માર્ગે વાળવા સિવાય છૂટકો નથી.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


તમને જાણીને નવાઈ લાગશે કે આજનો દિવસ ખરેખર ભૂતકાળનો છે. તમે બાળપણના મિત્રોને મળશો અને જૂની વાતો યાદ કરીને આનંદ માણશો.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


તમે નોકરિયાત હો કે પછી બિઝનેસમૅન હો, આજનો દિવસ સારો અને લાભદાયી છે. તમે ભલે કાળી મજૂરી ન કરી હોય, તમને આર્થિક લાભ મળવાનો યોગ છે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


આજે કારણ ભલે કંઈ પણ હોય, તમે આખો દિવસ ઘરમાં ભરાઈ રહેશો. એને લીધે તમારા વ્યસ્ત જીવનમાં સારું પરિવર્તન આવશે અને તમે એને આવકારી લેશો.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


તમને આજે સફળતાનો સ્વાદ ચાખવા મળશે અને એથી તમે વધુ સિદ્ધિ પ્રાપ્ત કરવા પ્રેરિત થઈ જશો. તમારી મહત્વાકાંક્ષા વધી જશે. જોકે નમ્રતા ટકી રહેશે ત્યાં સુધી એમાં કોઈ વાંધો નથી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK