શું કહે છે તમારું આજનું રાશિફળ, ક્લિક કરો અને જાણો

આવો જાણીએ 12 રાશિઓ વિશે.

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


તમે કારર્કિદીમાં ઝડપી પ્રગતિ કરવા માટે તથા સંતાનોની સતત વધી રહેલી માગણીઓને સંતોષવા માટે મહેનત કરી રહ્યા છો.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


તમારી અખૂટ શક્તિઓ જોઈને સહયોગીઓ અભિભૂત થઈ જશે. જુનિયરોને તમારી સાથે કામ કરવાનું ગમે છે, કારણ કે તેમને તમારી પાસેથી ઘણું શીખવા મળે છે.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


રોજિંદા કામકાજનો કંટાળો આવવાથી તમને ગમગીની વર્તાશે. આથી અમુક કાર્યો પાછળ ઠેલીને કંઈક નવું કરવું.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજનો દિવસ તમારા માટે ઘણો જ સારો છે. તમે ઘણી મહેનતથી ઘડેલાં ભવિષ્ય માટેનાં આયોજનોનો મક્કમતાપૂર્વક અમલ કરવા લાગશો.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


પોતાની ક્ષમતાઓમાં તમને અડગ વિશ્વાસ હોવાથી તમે આજે જે કામ હાથમાં લેશો એમાં ઉત્કૃક્ટ દેખાવ કરશો અને સૌની પ્રશંસાને પાત્ર બનશો.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


આ દિવસ સાનંદાર્ય થાય એવી અનેક ઘટનાઓથી ભરેલો રહેશે. એને પગલે તમારા જીવનમાં અણધાર્યાં પરિવર્તનો આવશે. તમે પ્રિયકર જોડે સરસ મજાનો સમય ગાળી શકશો.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


તમે પરિવારને પુષ્કળ સમય આપશો, પણ જો એમાંથી થોડો સમય ચોરીને વ્યવસાયી કામકાજ કરવા જશો તો બધી જ મજા મરી જશે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


તમે ઘણા સમયથી મનની વાતો કોઈને કહી નથી. હવે એનો જ્વાળામુખી ફાટવાની તૈયારીમાં છે. કોઈ શુભેચ્છુક સમક્ષ દિલ ઠાલવવું અને હળવાફૂલ થઈ જવું.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


તમારી સામે કામનો ઢગલો થયો હોવા છતાં તમે એના ભાર નીચે નહીં આવો. એને બદલે તમે એકસાથે અનેક કાર્યો કરીને બધાં જ કામ પતાવી દેશો.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


વ્યવસાયમાં તમારે આજે અનેકવિધ ઘટનાઓના સાક્ષી બનવું પડશે. આમ છતાં તમે તમામ અધૂરાં કાર્યો પાર પાડી દેશો. કેટલાક નાણાકીય પ્રfનો પડકાર ઊભા કરશે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


આજનો દિવસ મુશ્કેલીભર્યો રહેશે એવું માનીને જ ચાલજો. કામનું દબાણ એટલું બધું હશે કે તમારે એમાં વધારે કલાક આપવા પડશે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


પોતાનું કૌશલ્ય વધારવા માટે તથા ટેક્નૉલૉજીના આ જમાનાની સાથે તાલ મિલાવવા માટે તમે કોઈ પાર્ટટાઇમ કોર્સમાં નામ નોંધાવી લેશો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK