જાણો આજનું રાશિફળ

ટૂંકા ગાળાનાં લક્ષ્યો પાછળ ગાંડી દોટ મૂકવાને બદલે તમારે લાંબા ગાળાનાં લક્ષ્યો પર નજર રાખીને આગળ વધવું.

astro

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજની ઘટનાઓ તમને આનંદિત કરી દેશે અને તમે પોતાના સંજોગોથી સંતુક્ટ રહેશો. સાંજનો સમય રોમૅન્ટિક રહેવાની સંભાવના છે.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


નાણાકીય દૃષ્ટિએ આજનો દિવસ પેચીદો રહેશે. તમે રોકડામાં આળોટતા ભલે ન હો, છૂટથી ખર્ચ કરવાની વૃત્તિને કાબૂમાં રાખી નહીં શકો.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


પ્રિયકર જોડેનો સમય ઉત્કટ પ્રેમનો હોવાની શક્યતા છે. તમે આવેગ તથા આનંદની નવી ઊંચાઈઓ સુધી પહોંચશો અને હજી વધુ મળે એવી ખેવના રાખશો.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)

આર્થિક બાબતોમાં તમે સમજદારીપૂર્વક કામ લેશો અને બિનજરૂરી વસ્તુઓ પાછળ ખર્ચ નહીં કરો. તમારા મિત્રો અને શુભેચ્છકો તમને મુશ્કેલીમાંથી ઉગારી લેશે.


લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


તમારી સર્જનશક્તિ અને કલ્પનાશીલતા ચરમસીમાએ પહોંચશે. તમારી દૂરંદેશી જોઈને અન્ય લોકોને આર્ય થશે. જોકે યાદ રહે કે તમારે ભૂતકાળની ભૂલોને પણ ધ્યાનમાં રાખવી
જરૂરી છે.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


ટૂંકા ગાળાનાં લક્ષ્યો પાછળ ગાંડી દોટ મૂકવાને બદલે તમારે લાંબા ગાળાનાં લક્ષ્યો પર નજર રાખીને આગળ વધવું.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


આજના ગ્રહમાન ખરેખર તમારી તરફેણમાં છે અને તેથી જ તમે જે કામ હાથમાં લેશો એમાં સફળતા પામશો. તમે કદાચ કળાત્મક ઝોક દર્શાવશો. કાનૂની ખટલાઓમાં તમારી તરફેણમાં નર્ણિય આવશે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


આજે તમે ચારેકોરથી સમસ્યાઓથી ઘેરાયેલા હોવાથી ગૂંચવાઈ જશો. આથી એક સમસ્યાનો હલ લાવ્યા બાદ જ બીજી તરફ વળવું.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


આજે તમારી મુલાકાત કોઈ વિશિક્ટ વિજાતીય વ્યક્તિ જોડે થશે અને તમે જીવનભરનો નાતો ગોઠવી દો એવો યોગ છે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


આજે કંટાળાજનક દિવસનો સામનો કરવાની માનસિક તૈયારી રાખવી. તમારા જીવનમાં કોઈ રોમાંચક ઘટના બનવાની નથી. આથી તમે ઘરમાં જે સસ્પેન્સ નવલકથા વાંચી રહ્યા છો એ ઑફિસમાં પણ લઈ જશો.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


તમારી પાસે જાદુઈ સ્પર્શ છે. તમે જે કામના શ્રીગણેશ કરશો એમાં જ્વલંત સફળતા પ્રાપ્ત થશે. આથી કનડતી તમામ સમસ્યાઓનો હલ લાવવા માટે ઉત્તમ સમય છે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


તમારી કળાત્મક શક્તિમાં આજે નવો જુવાળ આવશે. ઘણીબધી સર્જનશક્તિની જરૂર પડે એવાં અને અન્ય લોકોને મુશ્કેલ લાગતાં કાર્યો તમે એકદમ સરળતાથી પાર પાડી શકશો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK