શું કહે છે તમારું આજનું રાશિફળ, ક્લિક કરો અને જાણો

આજે વ્યવસાયી કામકાજ ઘણું ઓછું હશે.

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજે વ્યવસાયી કામકાજ ઘણું ઓછું હશે. તમને અંગત પ્રશ્નોના હલ લાવવા માટે પૂરતો સમય મળશે. જોકે દિવસ કંટાળાજનક બની રહેવાની શક્યતા છે.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


તમે આજે આધ્યાત્મિક વૃત્તિ કેળવશો. પ્રાર્થનાસ્થળોએ જઈને અને ધાર્મિક પ્રવૃત્તિઓ કરીને તમને ઘણી માનસિક શાંતિ મળશે.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


આજે તમે પારિવારિક બાબતોમાં ગૂંથાયેલા રહેશો. સંતાનો તથા જીવનસાથી જોડે સરસ મજાનો સમય પસાર થશે.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજનો દિવસ તમારા માટે ઘણો સારો છે. તમને તેજસ્વી વિચારો આવશે. સદ્નસીબે તમારી પાસે આ બધા આઇડિયાનો અમલ કરવા માટેની પૂરતી તકો પણ હશે.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


તમને આત્મચિંતન કરવા માટે એકલા રહેવાની જરૂર જણાશે. જોકે તમે ટૂંક સમયમાં ફરી લોકોની સાથે હળવા-મળવા લાગશો.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


તમારે પોતાના કૌશલ્ય અને કુદરતી આવડતોનો શ્રેષ્ઠ ઉપયોગ કરી લેવાનો પ્રયાસ કરવો. સંબંધોની બાબતોમાં તમે વધારે લાગણીથી કામ લેવાને બદલે વ્યવહારુ વલણ અપનાવશો.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


વિરોધીઓ તમારી માનસિક શાંતિમાં ખલેલ પાડવા માટે ગમેએટલા ઉધામા કરશે તોય તેમને સફળતા નહીં મળે. તમારું નસીબ જોર કરી રહ્યું હોવાથી તમે અડીખમ રહેશો.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


આજે તમારી સામે અનેક તકો ઉપલબ્ધ રહેશે. જો તમે લાગણીમાં તણાયા વગર વ્યવહારુ વલણ અપનાવશો તો યોગ્ય પસંદગી કરી શકશો.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


આજના અદ્ભુત દિવસે તમારો પદ્ધતિસર કામ કરવાનો અભિગમ તમને તારી લેશે. લોકો તમારી પ્રશંસા કરશે અને તમને સફળતા પ્રાપ્ત થશે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


આજનો દિવસ ઉત્તમ રહેવાની ધારણા છે. કામના સ્થળે તમે નિશ્ચિત લક્ષ્ય સિદ્ધ કરશો. ઘરમાં તમે પરિવારજનો જોડે સરસ મજાનો સમય વિતાવી શકશો. બન્ને મોરચે તમને બિરદાવવામાં આવશે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


તમારા હાથ નીચેના માણસો આજે ધારણા મુજબની કામગીરી નહીં બજાવે. એને લીધે તમારા કામકાજમાં મોડું થશે. જોકે પ્રિયકરની હાજરીથી તમને રાહત અનુભવાશે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


આજના ગ્રહમાન તમારી તરફેણમાં છે. તમે અત્યાર સુધી ધારવા છતાં જે કરી શક્યા નહીં એ હવે સિદ્ધ કરી લેશો. તમને મોટો દલ્લો હાથ લાગવાનો યોગ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK