જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ

આજના શાંતિપૂર્ણ દિવસે તમે ભૂતકાળને તાજો કરશો.

astro

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજના શાંતિપૂર્ણ દિવસે તમે ભૂતકાળને તાજો કરશો. જૂના મિત્રોનો સંપર્ક કરીને ગેટ-ટુગેધર રાખશો અને સંભારણાં યાદ કરશો.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


આજે તમે ધાક બેસાડવાની કોશિશ કરશો. જોકે એને લીધે તમારા હાથ નીચેના માણસોને માઠું લાગી જવાની શક્યતા છે. થોડી નરમાશ રાખવી.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


આજે તમારી લાગણીઓની સામે તર્કશક્તિનું કંઈ નહીં ચાલે. એનો અર્થ એવો પણ થાય છે કે તમે સારા-નરસાનું ભાન ભૂલી જશો.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


સફળતાનો પણ એક જાતનો કેફ હોય છે, પરંતુ તમારે એને લીધે ઘમંડી બનવું નહીં અને બણગાં ફૂંકવા નહીં. આમ કરશો તો લોકો તમારી ઈષ્ર્યા કરવા લાગશે, તમને વખાણશે નહીં.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


પોતાની જાતને સુધારવાની સતત કોશિશ કરતા રહેવાને લીધે આજે તમે નવું કૌશલ્ય પ્રાપ્ત કરવા ટૂંકા ગાળાના કે પાર્ટટાઇમ કોર્સમાં નામ નોંધાવી લેશો.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


આજનો દિવસ રોમૅન્સ પાછળ વીતશે. તમે પ્રિયકર જોડે ઉત્કટતાભર્યો સમય ગાળવા ઉપરાંત તેમની સામે મનની વાતો કરશો.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


તમે વ્યવસાયી કામકાજમાં ઉત્કૃક્ટ દેખાવ કરશો; પરંતુ આમ કરતી વખતે પરિવાર તરફ દુર્લક્ષ થઈ જાય નહીં એ વાતનું ખાસ ધ્યાન રાખવું, કારણ કે તમે જે કંઈ છો એ તેમના કારણે જ છો.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


તમને લોકોની સાથે હળવા-મળવાનું ગમે છે. તમે જ્યાં જાઓ ત્યાં હસી-ખુશી રહીને લોકોમાં પ્રસન્નતા લાવી દો છો. લોકો તમારા આવા વ્યક્તિત્વથી અંજાઈ જશે અને તમારી પાસે માર્ગદર્શન લેવા આવશે.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


આજે તમે પરિવારજનો અને મિત્રો જોડે આનંદપ્રમોદ કરવાના મૂડમાં હશો અને તાજામાજા થઈ જશો. એ માટે તમે કામ પરથી રજા લેવા પણ તૈયાર રહેશો.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


આજે તમારે કાનૂની દસ્તાવેજો પર સહી કરતી વખતે અતિશય સાવચેતી રાખવી પડશે. ખાસ કરીને બ્રોકરો અને ડીલરોએ સતર્ક રહેવું, અન્યથા મોટું નુકસાન થઈ શકે છે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


છેલ્લા થોડા સમયથી તમારા મન મુજબનું કોઈ કામ થઈ રહ્યું ન હોવાથી તમને નિરાશા ઘેરી વળે એવી શક્યતા છે. એને કારણે આધ્યાત્મિકતામાંથી પણ તમારો રસ ઊડી જશે. આમ છતાં તમારે શ્રદ્ધા રાખવી અને સકારાત્મક અભિગમ અપનાવવો.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


તમે ઝીણવટભર્યાં જે આયોજનો કર્યાં છે એનો અમલ કરવા માટે ખાસ પ્રયાસ કરવા. ઉતાવળ કરવાને બદલે ધીમે-ધીમે આગળ વધવું. આ રીતે તમે લક્ષ્યની પ્રાપ્તિ કરી શકશો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK