જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ

તમે સ્વજનોના સધિયારા પર નિર્ભર રહેશો. રોમૅન્ટિક સંબંધ બંધાવાનો યોગ છે.



એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


તમે સ્વજનોના સધિયારા પર નિર્ભર રહેશો. રોમૅન્ટિક સંબંધ બંધાવાનો યોગ છે.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


હંમેશાં જિદ્દી અને અક્કડ વલણ અપનાવવાથી તમને કોઈ લાભ થતો નથી. રિલૅક્સ રહેવું અને વધુ લવચીક અભિગમ અપનાવવો. એમ કરવું જરૂરી છે.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


આજનો દિવસ ઉજવણીનો છે. તમારા જેવી વિચારસરણી ધરાવતા અમુક મિત્રો તમને તેમની જોડે આવવાનું આમંત્રણ આપશે. વ્યવહારુ બનવું અને આનંદ કરવો.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજે પ્રેમની મોસમ છે. તમે પ્રિયકરને પ્રભાવિત કરવા માટે ઘણી જહેમત ઉઠાવશો. પોતાના બાહ્ય દેખાવમાં ફેરફાર કરશો અને કુટેવો પણ છોડી દેશો.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


આજે તમે રિલૅક્સ રહેશો અને હળવે હલેસે કામ લેશો. તમારે પોતાની કાળજી અને સારસંભાળ રાખવા માટે સમય ફાળવવો. સાંજે અન્યોને પોતાનો નવો અવતાર બતાવવાની ઉત્કંઠા રહેશે.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


આજે તમે પોતાના કોચલામાં ભરાઈને બેસી રહેવાનો નિર્ણય લેશો. કેટલીક તકલીફો તો તમારે એકલાએ જ સહન કરવાની રહેશે. જોકે પોતાને અમુક હદ કરતાં વધારે કક્ટ આપવું નહીં.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


આજનો દિવસ ઘટનાપૂર્ણ રહેશે. તમારે અણધારી પરિસ્થિતિઓનો અને અજાણ્યા લોકોનો સામનો કરવો પડશે. પ્રેમની હવા ચાલી રહી છે. વિજાતીય વ્યક્તિઓ તમારા પ્રત્યે આકર્ષિત થશે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


આજે તમે અંગત બાબતોમાં વ્યસ્ત રહેશો. તમે પરિવારજનોને, ખાસ કરીને સંતાનોને ખુશ રાખવા માટે પોતાનાથી બનતા તમામ પ્રયાસ કરશો.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


આજે તમે આત્મચિંતનમાં મગ્ન રહેશો અને ઘરને નવો ઓપ આપવાનું આયોજન કરશો. સાંજનો સમય રોમૅન્સનો રહેશે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


સમાન વિચારસરણી ધરાવતા લોકો સાથે બૌદ્ધિક ચર્ચાવિચારણાને લીધે તમારો દિવસ સુધરી જશે. તમે પોતાના ઇનોવેટિવ આઇડિયાનો તત્કાળ અમલ નહીં કરી શકો, પરંતુ તમારો ઉત્સાહ અદમ્ય રહેશે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


અલૌકિક બાબતો અને તત્વચિંતનમાં તમારી રુચિ વધી જશે. તમે આ બન્ને ક્ષેત્રોનો જાતઅનુભવ લેવાની ઇચ્છા રાખશો. સાવધાન રહેવું.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


આજે તમે રોમૅન્ટિક મૂડમાં હશો. તમે બુદ્ધિમતાના જોરે વિજાતીય વ્યક્તિઓ પર અમીટ છાપ અંકિત કરી દેશો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK