આજનું રાશિ ભવિષ્ય

આજે તમે પોતાની છાપ વિશે સભાન બની જશો

astro


એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


કોઈ અપ્રિય ઘટનાને કારણે તમે ખિન્ન થઈ જશો. યાદ રહે, આ તબક્કો પણ પસાર થઈ જશે અને ઉપરવાળાએ તમને ભરપૂર શક્તિ આપી છે. શ્રદ્ધા રાખો.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


આજે તમે આસપાસ બની રહેલી ઘટનાઓથી અત્યંત સાવધાન થઈ જશો. તમારી સર્જનશક્તિ ચરમસીમાએ પહોંચશે અને તમારો કરિશ્મા જોઈને વિજાતીય વ્યક્તિ મંત્રમુગ્ધ
થઈ જશે.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


આજે તમારે ઉજવણીમાં સહભાગી થવાનો દિવસ છે. તમારા જેવી જ વિચારસરણી ધરાવતા કેટલાક મિત્રોએ તમને નિમંત્રણ આપ્યું હશે. આનંદ કરો, પણ વ્યવહારુ બનજો.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજે તમે પોતાના ડિપાર્ટમેન્ટની અને એના દ્વારા કંપનીની કામગીરી સુધારવા માટેના નવા આઇડિયા લઈ આવશો. દલીલો કરવાનું ટાળજો અને ગુસ્સાને કાબૂમાં રાખજો.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


આજે તમે આરોગ્યની બાબતે ઘણા સભાન બની જશો, કારણ કે તમે માનો છો કે તંદુરસ્ત માણસ જ વ્યવસાયી કામકાજ સારી રીતે કરી શકે છે.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


આજે તમે એકદમ ઉદાર બની જશો અને પરિવારજનોને તમામ ભૌતિક સુવિધાઓ પૂરી પાડવા માટે મોટો ખર્ચ કરશો.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


આજના ગ્રહમાન તમારી તરફેણમાં હોવાથી તમે છેલ્લા થોડા વખતથી જે પ્રોજેક્ટ શરૂ કરવા ઇચ્છતા હતા એ શરૂ કરી શકો છો. તમારી સફળતા નિશ્ચિત છે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


આજે તમે ઘણા વ્યસ્ત રહેશો અને અંગત કે વ્યવસાયી કામ માટે તમારે આમથી તેમ આંટાફેરા મારવા પડશે. તમને એક પળનીયે ફુરસદ નહીં મળે. આરોગ્યપ્રદ ખોરાક લેવો અને તકલીફથી બચવું.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


આજે તમારામાં ઉત્સાહ અને ઉમંગ છલકાતા હશે તેથી તમે પોતાનાં વ્યવસાયી કાર્યો સહેલાઈથી પાર પડશે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


આજે બધી વાતમાં તર્ક જોવાનો આગ્રહ રાખતા નહીં, કારણ કે ક્યારેક તમારા મગજને બદલે હૃદયનાઅવાજને અનુસરવું પડે છે. તમારો પરિવાર એ વાતને વધુ સારી રીતે સમજશે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


આજે તમે પોતાની છાપ વિશે સભાન બની જશો; પરંતુ એના પર વધુ ધ્યાન આપવાની જરૂર નથી, કારણ કે તમે બુદ્ધિપ્રતિભાના જોરે જ વિજયી બની શકો છો.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


આજે તમે રોમૅન્ટિક મૂડમાં હશો અને તમારી વિદ્વત્તા જોઈને તમે વિજાતીય વ્યક્તિઓ પર અમીટ છાપ ઊપસાવી શકશો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK