શું કહે છે તમારું આજનું રાશિફળ, ક્લિક કરો અને જાણો

તમને આજે પ્રકૃતિમય થઈ જવાનું ગમશે.

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


તમને આજે પ્રકૃતિમય થઈ જવાનું ગમશે. ગણેશજી એના માટે હકાર ભણે છે. તમે વૃક્ષારોપણ કરીને અથવા તો પરિસર સ્વચ્છ રાખવા માટે કચરાપેટીઓ મુકાવીને પર્યાવરણના જતન કરવાનું કાર્ય કરી શકો છો.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


તમે આરામથી રહી શકો અને ચિંતા કરવાની જરૂર ન હોય એવો આજનો દિવસ નથી. તમને ઘણો માનસિક સંતાપ થશે. આ માનસિક તાણ તમે જાતે ઊભી કરેલી છે.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


આજે તમે દૈનંદિન કાર્યોની યાદી બનાવશો. એમાંથી કેટલીક પ્રવૃત્તિઓ તમે અન્યોને સોંપીને પોતાના રૂટીનમાંથી કાઢી નાખશો.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજે તમે જીવનની સકારાત્મક ઘટનાઓનો આનંદ માણતા હશો. ક્યારેક એવું પણ બની શકે કે તમને શું કરવું એની જરાય ગતાગમ પડતી ન હોય.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


આજે તમે તમામ પડકારો અને અવરોધોને અતિક્રમી જશો. તમારું આખરી લક્ષ્ય કોઈ પણ પરિસ્થિતિમાં વિજયી નીવડવાનું છે.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


વાક્પટુતા તમારી મુખ્ય છડી અને સર્જનાત્મકતા તમારી ઉત્તમ સીડી છે. ગણેશજી કહે છે કે આજે તમે જોમ-જુસ્સાથી સભર હશો.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


તમે ઘણું ઊંચું લક્ષ્ય રાખ્યું હોય એ સમયે નાની-નાની બાબતો તમને પજવવા લાગતી હોય છે. આજે આ જ રીતે તમે ઝીણી-ઝીણી બાબતોથી પરેશાન રહેશો.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


તમે મનના માણીગર જોડે ઉત્કટતાપૂર્ણ સમય વિતાવી શકશો. નોકરી-ધંધામાં તમે કનડી રહેલા પ્રfનોનો હલ લાવી શકશો.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


આજે તમે રોજની જેમ નિખાલસ અને ચોકસાઈપૂર્વક વર્તન કરનારી વ્યક્તિ હશો. તમારા જીવનસાથી જે કહેવા માગે છે એને ધ્યાનથી સાંભળશો. એને કારણે તેમને લાગશે કે તમારા જીવનમાં તેમનું વિશેષ સ્થાન છે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


સારા સમાચાર મળે એવી તમારી ઇચ્છા આજે જરૂરથી પૂરી થશે એવું ગણેશજી કહે છે. તમારું સમગ્ર ધ્યાન કામધંધા પર રહેશે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


આજે તમે ઘર ખરીદવાનો કે નોકરી બદલવાનો કે પછી આનંદપૂર્વક રહેવાનો નિર્ણય લઈ જ લેશો. અણધાર્યો નફો થવાનો યોગ છે. તમારી પ્રતિષ્ઠા વધશે તથા મહેનતનાં ફળ મળશે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


આજનો દિવસ મિશ્ર ફળ આપનારો રહે એવી શક્યતા છે. સવારે તમે વ્યસ્ત, બપોરે ત્રસ્ત અને સાંજે મસ્ત રહેશો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK