ક્લિક કરો અને જાણો તમારી આજની રાશિ

આજે તમે કરેલી મહેનતનું ફળ મળશે.

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજે તમે કરેલી મહેનતનું ફળ મળશે, પરંતુ તમારા આરોગ્યને નુકસાન થશે. તમારે મેડિકલ ચેક-અપ કરાવી લેવું અને સાંજના સમયે રિલૅક્સ રહેવું.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


આજે તમે સ્વજનો વતી લડવાના મૂડમાં હશો. તેમના માટે તમે પોતાનાં હિતોનો ભોગ આપવા પણ તૈયાર રહેશે. પ્રિયકરને ભરપૂર ભેટસોગાદો આપીને રાજી કરી દેશો.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


ઘરમાં આજે વાતાવરણ ઠીકઠાક નહીં હોય. સ્વજનોની માગણીઓ વધતી જશે અને એને પગલે ખર્ચ વધતા જશે. એનાથી તમે ચિડાઈ જશો.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજે અંગત અને વ્યવસાયી મોરચે તમારી પ્રગતિ થતી રહેશે. ખાસ કરીને નોકરિયાતોને બૉસનો સંપૂર્ણ વિશ્વાસ પ્રાપ્ત થશે. સાંજનો સમય ફુરસદમાં ગાળવો.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


અંગત સંઘર્ષો તમને ભારે નુકસાન પહોંચાડી શકે છે. આ સંજોગોને પરિપક્વતાથી સંભાળી લેવા, કારણ કે પરિસ્થિતિ સામાન્ય કરવાની જવાબદારી તમારા શિરે છે.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


આજે તમે રચનાત્મક આવડતનો ઉપયોગ કરવા લાગશો. તમારા વ્યવસાયમાં નવીનતા માટે પૂરતી તક મળી રહેશે.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


તમને આરોગ્યની સમસ્યાઓ સતાવે એવી શક્યતા છે. યાદ રહે, બીમારીની સારવાર કરતાં એને આવતી અટકાવવાનું વધારે મહત્વનું હોય છે. ઊગતી સમસ્યાઓને ડામવા માટે હેલ્થ ચેક-અપ કરાવી લેવું.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


તમે સમયમર્યાદાની અંદર કામ પૂરું કરવા માટે ઘણી મહેનત કરશો. યાદ રહે, ઉપરીઓ સાથે સતત સંપર્ક ટકાવી રાખવો પણ જરૂરી છે.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


કાર્ય પ્રત્યેની નિષ્ઠા અને પ્રામાણિકતાની ઉપરીઓ તરફથી નોંધ લેવાશે. જોકે એનું ફળ મળે એ માટે તમારે રાહ જોવી પડશે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


લાગણીઓને તમારી સફળતાના માર્ગમાં લાવવાની ભૂલ કરતા નહીં. અડગ અભિગમ અપનાવવો અને પડકારોનો સામનો કરવા માટે આંતરિક શક્તિ દર્શાવવી.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


તમે મુશ્કેલીઓનો સામનો કરીને પોતાનું ગજું દર્શાવી આપશો. તમારા મોહક વ્યક્તિત્વને લીધે દરેક વ્યક્તિનું ધ્યાન તમારા તરફ આકર્ષિત થશે અને તમારી પ્રશંસા થશે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


વિદેશપ્રવાસ થવાનો યોગ છે. વિદેશમાં વસતો તમારો કોઈ જૂનો મિત્ર તમને ત્યાં જવા માટે આગ્રહ કરશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK