વાંચો કેવો રહેશે તમારો આજનો દિવસ

તમે ભૂતકાળમાં કરેલી મહેનતનાં ફળ આજે મળવાનો યોગ છે

http://www.gujaratimidday.com/images/stories/2018/aug/31082018/astro.jpg

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજે તમે પોતાની વસ્તુઓની બાબતે અથવા તો તમે જેમને ચાહો છો તે વ્યક્તિઓ પ્રત્યે પઝેસિવ બની જશો. તમારા સંબંધો હાલ તો સુમેળભર્યા છે, પરંતુ તમારી આ વૃત્તિ પછીથી સમસ્યાઓ સર્જી‍ શકે છે.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


અન્યો પર વર્ચસ જમાવવાની તમારી વૃત્તિના મૂળમાં તમારા મનની અસલામતી છે. આ વાતનો સ્વીકાર કરી લેવો, જેનાથી તમને સારું લાગશે. જો તમે એમ નહીં કરો તો મૂડ ખરાબ હશે એવા સમયે મહkવપૂર્ણ વ્યક્તિઓથી પણ દૂર થઈ જશો.


જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


આજે તમારો મૂડ એકથી બીજા અંતિમ વચ્ચે ઝોલાં ખાશે. એને પગલે તમારી નર્ણિયશક્તિ ડામાડોળ બની જશે. આવા સમયે તમારે પરિવારનો સહયોગ માગવો.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


તમને પરિશ્રમ કરવામાં જરાય વાંધો નથી, પરંતુ આજે તમારી સામે કામનો એટલો મોટો ખડકલો થયેલો હશે જે તમારી ક્ષમતાની બહારની વાત હશે. આવા સમયે માણસે ‘ના’ કહેતાં શીખવું જરૂરી છે.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


તમે લોકોનાં દિલ એકદમ સહેલાઈથી જીતી લો છો. લોકો પણ તમને જ અનુસરે છે. તમારા વર્તન પરથી તેઓ સમજી જાય છે કે બળ કરતાં કળથી કામ લેવું સારું.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


આજનો દિવસ તમારા માટે સાનુકૂળ રહેશે. વિદેશમાં બિઝનેસ સ્થાપવાનું સ્વપ્ન સાકાર થઈ શકે છે. પોતાના બાહ્ય દેખાવને સુધારવા માટેના રસ્તા શોધો.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


તમારામાં રહેલી ઉદારતા આજે પ્રગટ થશે અને તમે જરૂરિયાતમંદોને મદદ કરવા માટે દોડી જશો.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


તમારા પારિવારિક જીવનમાં ધાંધલ મચી ગઈ છે તેથી તમારે અત્યંત પરિપક્વ બનીને કામ લેવું પડશે. આજે તમે સમસ્યાઓને વકરતી અટકાવવાના પ્રયાસ કરશો.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


આજે તમે ભરપૂર સલાહ-સૂચનો મળશે. જો તમને એમાંથી કંઈ ઉપયોગી લાગે તો એનું પાલન કરવું.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


પોતાની આર્થિક સ્થિતિ સુધારવા માટેની તક તમારી સામેથી પસાર થશે. જો તમે સતર્ક નહીં રહો તો એ હાથમાંથી સરકી જશે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


તમે ભૂતકાળમાં કરેલી મહેનતનાં ફળ આજે મળવાનો યોગ છે. આમ છતાં તમારે આટલું કરીને અટકી જવાનું નથી. તમારે હજી ઘણો પરિશ્રમ કરવાની જરૂર છે.


પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


તમારી અપેક્ષાઓ સંતોષાય એવી શક્યતા દેખાતી નથી. આથી નિરાશાને દૂર કરવા માટે અપેક્ષાઓ ઘટાડી નાખો.


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK