શું કહે છે તમારું આજનું રાશિફળ, ક્લિક કરો અને જાણો

તમારી સમસ્યાઓના મૂળ સુધી પહોંચવા માટે ગંભીરપણે આત્મચિંતન કરવું જરૂરી છે.

astrop

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


તમારી સમસ્યાઓના મૂળ સુધી પહોંચવા માટે ગંભીરપણે આત્મચિંતન કરવું જરૂરી છે. અમુક અપ્રામાણિક તત્વો તમારું સંતુલન બગાડવાનો પ્રયાસ કરશે. એના તરફ દુર્લક્ષ કરવું.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


આજે તમે પોતાનાં મોટા ભાગનાં કાર્યોમાં સિદ્ધિ પ્રાપ્ત કરશો, પરંતુ નાની-નાની અડચણો આવવાની શક્યતા છે. માતા-પિતા સાથેના સંબંધોમાં થોડી ખટાશ આવશે, પરંતુ તમારે તેમને માન આપવાનું બંધ ન કરવું.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


આજનો દિવસ બિઝનેસમેનો માટે સાનુકૂળ છે અને તમને એમાં મોટો લાભ મળશે. સાંજનો સમય સ્વજનો જોડે રિલૅક્સ રહેવામાં વિતાવવો.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજના અદ્ભુત દિવસે તમે સખત મહેનત કરશો અને પાર્ટી પણ એટલી જ જોરશોરથી કરશો. તમારી હાજરીને લીધે તમે જ્યાં જશો ત્યાં વાતાવરણમાં જોશ આવી જશે.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


આજે તમે અતિશય ઉત્સાહી બની જશો અને પોતે મહેનત કરવા ઉપરાંત અન્યોને પણ મહેનત કરવાની પ્રેરણા આપશો.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


વર્તમાન સંજોગો વિશેની તમારી ઉંડી સમજ આજે પેચીદા પ્રfનોના હલ લાવવામાં મદદરૂપ થશે.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


આજે તમે વધુપડતો ખર્ચ કરી કાઢશો. જોકે બજેટ કરતાં ખર્ચ વધી ન જાય એ વાતની તકેદારી લેવી. વિદેશમાં વસતા તમારા પરિચિતો તમને કોઈક રીતે મદદરૂપ થશે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


આજનાં રાબેતા મુજબનાં કાર્યોને લીધે તમને કંટાળો આવશે અને નિરાશા પણ વર્તાશે. એથી જીવનમાં ઉમંગ વધે એવું કંઈક કરવું.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


અંગત અને વ્યવસાયી કામકાજને ભેગાં નહીં કરવામાં શાણપણ છે. જોકે આજે તમે જાણીજોઈને એમ કરશો. તમારા વિચારોમાં સ્પક્ટતા હોવી આવશ્યક છે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


વ્યવહાર્યતા અને સર્જનશક્તિનો અનોખો સંગમ થવાથી અનેક મોરચે તમને લાભ થશે. પારિવારિક ખટરાગમાં મધ્યસ્થ અને શાંતિદૂત તરીકેની ભૂમિકા ભજવવી.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


આજે તમારે પ્રવાસે જવાનો યોગ છે. એ પહેલાં અધૂરાં નાણાકીય કાર્યો પૂરાં કરવાં. નવા ક્લાયન્ટ તમને મોટો બિઝનેસ અપાવશે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


તમે કરકસર કરનારી વ્યક્તિ છો, પરંતુ તમારે આજે પોટલી ખોલવી પડશે. બહાર ફરવા જવાનું થાય એવી શક્યતા છે. એ માટે આવશ્યક વસ્તુઓ પાછળ ઘણોબધો ખર્ચ થશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK