જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ

કામના સ્થળે પ્રતિભા દર્શાવવા માટે કલ્પનાના ઘોડા છુટ્ટા મૂકી દેવા.

astro

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજના દિવસે તમારા મગજમાં નવા-નવા અનેક વિચારો આવશે અને ખાસ વાત તો એ કે તમે એમાંથી મોટા ભાગના વિચારોનો અમલ કરી શકશો.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


કામના સ્થળે પ્રતિભા દર્શાવવા માટે કલ્પનાના ઘોડા છુટ્ટા મૂકી દેવા. કોઈ નવસર્જન કરીને તમે સૌના આકર્ષણનું કેન્દ્ર બની રહેશો.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


જટિલ પ્રશ્નોનો અસરકારક રીતે હલ લાવવા માટે તમારે સમયની સાથે તાલ મિલાવવો જરૂરી બનશે. આજે ઘટનાઓ બને છે એ રીતે બનવા દેવી.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


તમે પદ્ધતિસર કામકાજ કરશો. છતાં કોઈ અણધાર્યા બનાવને લીધે ઘણી મહેનતથી ઘડાયેલા વ્યૂહ પડી ભાંગશે.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


તમને આજે આસપાસના લોકો પાસેથી પૂરતો સહયોગ મળી રહેશે. તેમની મદદથી તમે પડકારોનો સામનો જાતે જ કરી શકશો. તમે સકારાત્મક અભિગમ અપનાવશો તો દરેક લડાઈમાં તમારી જ વિજયપતાકા ફરકશે.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


તમારી લાગણીઓ અને ઇચ્છા પાછળની સુષુપ્ત ભાવનાને ઓળખી લેવાની આજની જરૂર છે. તમને પોતાની મર્યાદાઓ પણ દેખાઈ આવશે.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


તમારા સંબંધોની ઘનિષ્ઠતામાં આજે વૃદ્ધિ થવાની છે; કારણ કે તમે સ્વજનો પર પ્રેમ, સ્નેહ અને પૈસાનો વર્ષાવ કરશો.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


બિઝનેસ માટેની લલચામણી તક મળશે. જોકે એને સ્વીકારવાનો નિર્ણય લેતા પહેલાં એની તમામ વિગતોને બારીકીપૂર્વક ચકાસી લેવી.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


આજે તમે બિઝનેસની મીટિંગો અને પ્રોડક્ટ્સનું વેચાણ વધારવા માટેના કૅમ્પમાં વ્યસ્ત રહેશો. જો તમે નમþ બનીને રહેશો તો સફળતા પ્રાપ્ત થશે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


આજે તમને આધ્યાત્મિકતાના રસ્તે જવાનું ગમશે અને એ રસ્તે તમને માનસિક શાંતિ પણ મળશે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


કાર્ય પ્રત્યેના ચોકસાઈભર્યા વલણને લીધે તમારી પ્રગતિ થશે અને તમે પોતાની ક્ષમતાઓનો સંપૂર્ણ ઉપયોગ કરી શકશો.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


આજે તમે એવા લોકો સાથે સંપર્ક કેળવશો જેઓ તમને ભવિષ્યમાં કોઈક રીતે મદદરૂપ થાય.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK