જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ

તમને પોતાનું જોર બતાવવાની ઇચ્છા હોવાથી જુનિયરોએ આજે સહન કરવું પડશે.

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


તમે કોઈ મોટો બોજ માથા પર રાખવા માગતા ન હોવાથી આજનો દિવસ મિત્રો અને પરિવારજનો સાથે વિતાવશો અને મનગમતી પ્રવૃત્તિઓ કરશો.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


તમને પોતાનું જોર બતાવવાની ઇચ્છા હોવાથી જુનિયરોએ આજે સહન કરવું પડશે. જોકે તમારે સાવધાન રહેવું, કારણ કે જો તેમને તમારું વર્તન ગેરવાજબી લાગશે તો તમારે કદાચ સારા માણસો ગુમાવવાનો વખત આવશે.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


તમે લોકો સાથેના વ્યવહારમાં લાગણીશીલ બની જશો. જોકે આનંદની વાત એ છે કે લોકો તમારી સંવેદનશીલતાને ઓળખીને એને માફક આવે એવું જ વર્તન કરશે.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


તમે લાંબા સમયથી સેવેલી મહkવાકાંક્ષાઓ સિદ્ધ થશે. તમારે એની ઉજવણી કરવી જ રહી. એ પતી ગયા પછી પણ અટકી જવાને બદલે નવા પ્રોજેક્ટ્સ માટેનું આયોજન શરૂ કરી દેવું.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


આજે તમારી શક્તિનો ઘડો છલકાઈ રહ્યો હશે. તમે જે કાર્ય કરશો એમાં સફળ નીવડશો. લોકો જો તમારા સારા કામની પ્રશંસા ન કરે તો કંઈ વાંધો નહીં, તમારે તેમના તરફ દુર્લક્ષ કરવું.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


આજે નસીબની દેવી તમારા પર મહેરબાન રહેશે. દૂરના સ્થળેથી, કદાચ વિદેશથી સારા સમાચાર મળશે. રોમૅન્સનો પવન ફૂંકાઈ રહ્યો છે.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


આજે તમે અંગત જીવન કરતાં વ્યવસાયી જીવનને વધુ મહત્વ આપશો. નાણાકીય મોરચે તમે કરકસર કરવા લાગશો અને બિનજરૂરી ખર્ચ કરવાનું ટાળશો.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


આજનો દિવસ પ્રેમ અને રોમૅન્સનો છે. તમારી ઉત્કટ લાગણીઓનો પ્રવાહ ધોધ બનીને વહેશે. કુંવારાઓ પરણું-પરણું કરશે.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


તમારી પ્રકૃતિદત્ત મોહકતાને લીધે તમે સૌના આકર્ષણનું કેન્દ્ર બની જશો. સાંજના સમયે સામાજિક મેળમિલાપ થશે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


કામ-ધંધામાં આજનો દિવસ વ્યસ્ત રહેશે. તમે ફાઇલોના ઢગલા નીચે જાણે દબાઈ ગયા હશો. સાંજ સુધીમાં તમે એકદમ ગૂંચવાયેલા અને થાકેલા હશો.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


તમે ઑફિસના રોજિંદા કામકાજમાં ક્યાંય ઢીલ નહીં કરો, છતાં ઉપરીઓ તમારી કદર કરે એના માટે રાહ જોવી જરૂરી છે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


આજનો દિવસ અનેક ઘટનાઓથી ભરેલો રહેશે. તમને જરૂરિયાતમંદોની મદદ કરવામાં આનંદ આવશે. રાબેતા મુજબનાં સામાજિક કર્તવ્યોમાં તમે વ્યસ્ત રહેશો. નમ્ર વલણથી તમે લોકોનાં દિલ જીતી લેશો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK