જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ

આજના ગ્રહમાન તમારી સફળતાની છડી પોકારે છે.

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજના ગ્રહમાન તમારી સફળતાની છડી પોકારે છે. તમારા મળતાવડા સ્વભાવને લીધે તમે ઑફિસમાં સૌની સાથે અસરદાર સંવાદ સાધી શકશો.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


તમે આજે સકારાત્મક થઈને અને ઊર્જા‍વાન બનીને પોતાનાં કાર્યો પૂરાં કરશો. જો તત્કાળ પરિણામ નહીં મળે તો હતાશ થતા નહીં. ટૂંક સમયમાં ફળ મળી જશે.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


તમારા મગજની બરોબરની કસોટી કરી નાખે એવા પ્રોજેક્ટ તમે હાથમાં લેશો, કારણ કે તમને કામમાં પડકારો ઘણા ગમે છે. ભૂતકાળની ભુતાવળ જાગશે. એની અસર તમારા ભવિષ્ય પર થવા દેતા નહીં.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજે નસીબ તમારો સાથ આપી રહ્યું હોવા છતાં તમારે સટ્ટાકીય પ્રવૃત્તિઓથી દૂર રહેવું. બેજવાબદારીને લીધે તમને મોટું આર્થિક નુકસાન થઈ શકે છે.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


આજે લોકો તમને ભલે ગમે એટલા બિરદાવે, તમારો ઉત્સાહ જરા પણ નહીં વધે. અંગત સમસ્યાઓ અને ભાવિ શક્યતાઓ વિશેના વિચારો તમને પજવતા હશે. ચિંતા કરવી નહીં, કારણ કે આવું થોડો સમય જ ચાલશે.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


આજે તમારી સર્જનશક્તિ ખીલી ઊઠશે અને તમને પોતાના મનનો ઊભરો ઠાલવવાની તક પણ મળશે.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


તમને સતાવી રહેલી આરોગ્યની સમસ્યાઓ પ્રત્યે ધ્યાન આપવાની જરૂર છે. જરૂર પડ્યે મેડિકલ-ટેસ્ટ કરાવી લેવી જેથી કોઈ ગંભીર બીમારી થતી અટકાવી શકાય.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


આજના અદ્ભુત દિવસે તમે અધૂરાં કાર્યો પૂરાં કરવામાં તન-મન લગાવી દેશો. સાંજનો સમય પ્રિયકર જોડે ઉત્કટતાભર્યો રહેવાની શક્યતા છે.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


તમારા કામની કદર ન થતી હોવાથી તમે નિરાશા અનુભવશો. સકારાત્મક વલણ અપનાવવું, કારણ કે સારા સમાચાર મળવાના છે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


આજે તમારી આસપાસ ભલે ગમે એટલો ઘોંઘાટ હોય, તમારા પર એની જરા પણ અસર નહીં થાય, કારણ કે તમારી એકાગ્રતા ગજબની હશે. તમારાં મોંફાટ વખાણ થશે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


જેમને દૂરથી પણ આધ્યાત્મિકતા જોડે સંબંધ હશે એવા લોકો માટે આજનો દિવસ ઘણો સારો રહેશે. જો તમે નવા જમાનાની ઉપચારપદ્ધતિના નિષ્ણાત હશો તો તમારી લોકપ્રિયતા વધશે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


તમે સોશ્યલ નેટવર્કિંગની સાઇટ પર વધુ ને વધુ સંપર્કો કેળવશો. એમાંથી અમુક સંપર્કો તમારા માટે આર્થિક રીતે લાભદાયી હશે, કારણ કે તેઓ બિઝનેસની પ્રપોઝલ લઈને આવશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK