જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ

અતિશય બુદ્ધિમાન લોકો સાથે સંવાદ સાધીને આજનો દિવસ સુધરી જશે.

astro19

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


અતિશય બુદ્ધિમાન લોકો સાથે સંવાદ સાધીને આજનો દિવસ સુધરી જશે. પ્રિયકરને ખુશ કરવા માટે તમને પર્ફેક્ટ ગિફ્ટ મળી જાય એવો યોગ છે.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


આજના દિવસે તમારે બોલાચાલી થઈ જવાની શક્યતા હોવાનું ગણેશજી કહે છે. બપોરનો સમય મિત્રો જોડે બિઝનેસની ચર્ચામાં વીતશે.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


તમે પ્રિયકરનો વિશ્વાસ સંપાદિત કરવા ઇચ્છશો. આજનો દિવસ ઘટનાઓથી ભરેલો રહેશે અને તમારામાં શક્તિનો અખૂટ ભંડાર હોવાથી તમે પાર ઊતરી જશો.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજે મોટા ભાગનો સમય તમે ઘણા આક્રમક રહેશો એવું ગણેશજીનું કહેવું છે. સાંજે તમે પ્રિયકરના સંગાથે સાતમા આસમાને રહેશો.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


કામના સ્થળે તમારે ભરપૂર માનસિક તાણનો સામનો કરવો પડશે એવું જણાય છે. આમ છતાં તમે કામમાં કોઈ કચાશ નહીં રાખો. એને કારણે લોકોની નજરમાં તમારું માન વધી જશે.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


તમે પ્રયત્ન કરશો તો પારિવારિક સમસ્યાઓનો હલ આવશે. તમે ભાગીદારીમાં વેપારમાં સાહસ કરવાનું કે સંયુક્ત અકાઉન્ટ ખોલવાનું આયોજન કરશો એમ ગણેશજી કહે છે.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


તમે ફરીથી તાજામાજા થઈ જવા માટે બ્રેક લેવાનું પસંદ કરશો અને જીવન તથા કામકાજને લગતી અનેક નવી વાતો શીખશો. તમારી દૃઢતા અને ક્ષમતા જોઈને લોકો અંજાઈ જશે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


અંગત અને વ્યવસાયી જીવનની ભેળસેળ નહીં કરવી જોઈએ એ બાબત આજે તમને સમજાઈ જશે. તમે સફળતાની ઉજવણી પ્રિયકર જોડે કરશો.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


આજે તમે સંતાનો અને તેમની માગણીઓને ટોચની પ્રાથમિકતા આપશો એવું ગણેશજી કહે છે. મેડિટેશન અને યોગને પ્રાધાન્ય મળે એ રીતે તમે આજનું સમયપત્રક ઘડશો.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


આજે પ્રેમને ફરીથી તમારા જીવનમાં અગ્રક્રમ મળશે અને એની અનેક માગણીઓ સંતોષવા માટે તમારે ઝઝૂમવું પડશે એવું ગણેશજી કહે છે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


આજનો દિવસ પ્રસન્નતાપૂર્ણ છે. તમારું કામ પાર પડશે અને તમે વ્યવસાયી કૌશલ્ય વધારવા માટે કોઈ કોર્સમાં નામ નોંધાવશો.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


તમારે આજે ખર્ચને કાબૂમાં રાખવાના કાર્યને પ્રાથમિકતા આપવી. જરૂરિયાતો અને ઇચ્છાઓ વચ્ચેનો તફાવત સમજી લેવાનું તમારા માટે જરૂરી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK