ક્લિક કરો અને જાણો તમારી આજની રાશિ

હાલમાં ચાલી રહેલું ઘરગથ્થુ કામકાજ પતાવવા માટે તમે વ્યવસાયી કામકાજમાં ઢીલ કરશો.

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


હાલમાં ચાલી રહેલું ઘરગથ્થુ કામકાજ પતાવવા માટે તમે વ્યવસાયી કામકાજમાં ઢીલ કરશો. તમે આ કામ પછીથી જરૂર પતાવી લેશો એવી બાંયધરી ઉપરીઓને આપવાની જરૂર છે.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


તમે પોતાની નેતૃત્વશક્તિના જોરે હાથ નીચેના કર્મચારીઓનો સહકાર પ્રાપ્ત કરી શકશો. એનાથી તમે ઓછી મહેનતે વધારે ઉત્પાદકતા હાંસલ કરી શકશો.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


ઘણા લાંબા સમયથી તમે ઘણું બધું કામ કરી રહ્યા હોવાથી તમારી તબિયત અને જુસ્સા પર વિપરીત અસર થઈ છે. જીવનમાં રોમાંચ આવે એ માટે કંઈક અવનવું કરવું. માનસિક શાંતિ માટે મેડિટેશનની મદદ લેવી.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજે જો તમે સહયોગીઓ સાથે નિકટનો સહકાર સાધશો તો ઉત્તમ ફળ મળશે. નવા મિત્રો ભલે બનાવો, પણ તેમની પસંદગીમાં સાવચેતી રાખવી.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


તમારા વિચારોમાં ધરમૂળથી ફેરફાર કરવાની માનસિક તૈયારી રાખવી. સમય ઝડપથી બદલાઈ રહ્યો છે એથી એની સાથે તાલ મિલાવવા માટે તમારે નવી-નવી વસ્તુઓ શીખતાં રહેવું પડશે.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


તમારામાંનો આગેવાન પ્રગટ થશે અને એને લીધે લોકો તમારી નોંધ લેવા મજબૂર થઈ જશે. નાણાકીય બાબતોમાં અતિશય સાવચેતી રાખવી, કારણ કે જીવનમાં ઘણી અનિશ્ચિતતા દેખાઈ રહી છે.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


વ્યવસાયી કામકાજ પર વધુપડતું લક્ષ આપવાનો બીજો અર્થ એ પણ થાય છે કે તમે પારિવારિક બાબતો તરફ દુર્લક્ષ કરી રહ્યા છો. અમુક કૌટુંબિક કામો આજે તાકીદે કરવાનાં હશે. બન્ને કર્તવ્યોના પાલનમાં સંતુલન રાખવું.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


તમારું મગજ ગમે ત્યારે તપી જાય એવા દિવસોમાંનો આજનો દિવસ છે. એને લીધે બીજાઓને તકલીફ પડશે. ગુસ્સા પર કાબૂ રાખવા માટે યોગ કે મેડિટેશન કરવું.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


કામના સ્થળે તથા ઘરમાં તમારે સતત વ્યસ્ત રહેવું પડશે. જોકે બન્ને ક્ષેત્રે તમે સૌના આકર્ષણનું કેન્દ્ર હશો.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


આજે તમે આરોગ્ય પર ઘણું ધ્યાન આપવા લાગશો, કારણ કે તમને હવે સમજાઈ ગયું છે કે શારીરિક ચુસ્તી-સ્ફૂર્તિ ઓછી હશે તો કાર્યક્ષમતા પણ ઘટી જશે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


તમારા વિરોધીઓ તમને પરાસ્ત કરવા માટે ઘણા ધમપછાડા કરશે, પરંતુ વિજય તમારો જ થશે. આ સંઘર્ષના સમયમાં જીવનસાથી તમને સધિયારો આપશે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


આજે તમને સમજાઈ જશે કે જીવનમાં આકરી મહેનત કર્યા વગર કંઈ મળતું નથી. જો તમે શૉર્ટ કટ અપનાવવાનો પ્રયાસ કરશો તો એનું અવળું પરિણામ આવી શકે છે. અદ્યતન ટેક્નૉલૉજીથી વાકેફ રહેવું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK