આજનો દિવસ તમારી માટે કેવો રહેશે, વાંચો

પ્રતિભાવાન આઇડિયાઝને લીધે વ્યવસાયમાં તમારી પ્રતિષ્ઠા વધશે.



એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


પ્રતિભાવાન આઇડિયાઝને લીધે વ્યવસાયમાં તમારી પ્રતિષ્ઠા વધશે. જોકે હાલ પૂરતી એની અસર નહીં દેખાય. સમય જતાં તમને એનો અનુભવ થશે.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


આજે કામકાજમાં સુસ્તી આવી જાય નહીં એ વાતનું ધ્યાન રાખજો. અન્યથા તમારા હાથમાંથી લાભદાયી તકો નીકળી જશે. બાકીનો દિવસ ઘટનાપૂર્ણ અને ફળદાયી નીવડશે.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


આજનો આખો દિવસ તમે મિત્રો અને સ્વજનોના સંગાથે ગાળશો અને વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થશો. જોકે પોતાની જવાબદારીઓ તરફ દુર્લક્ષ કરવું નહીં.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજે નસીબની દેવી તમારા પર પ્રસન્ન રહેશે. બિઝનેસમાંથી હોય કે પ્રૉપર્ટીના સોદાને લીધે હોય કે પછી નોકરીમાં બઢતી મળવાથી હોય, આજે તમને આર્થિક લાભ મળવાનો યોગ છે.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


આજના વિશિષ્ટ દિવસે ગ્રહમાન દર્શાવે છે કે તમારી મુલાકાત કોઈક વિશેષ વ્યક્તિ સાથે થશે અને તમે તેમના પ્રેમમાં ઊંધેકાંધ પડી જશો.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


તમે ખંત અને નિષ્ઠાની મદદથી સફળતાના માર્ગે આગળ વધી શકશો. તમારી સામે આવનારી દરેક તકને ઝડપી લેવાની જરૂર નથી, કારણ કે અમુકમાં જોખમ વધારે હોઈ શકે છે.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


આજનો દિવસ નાણાકીય વ્યવહારો કરવા અને ભંડોળનું રોકાણ કરવા માટે સાનુકૂળ છે. આ પ્રવૃત્તિઓમાંથી લાભ મળવાની પણ શક્યતા છે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


આજના પેચીદા દિવસે તમે પોતાના અનુભવોના આધારે મહત્વપૂર્ણ બોધપાઠ શીખશો. દરેક વિષયને સકારાત્મક દ્રષ્ટિએ જોઈને પોતાનું કાર્ય કરતા રહેવું.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


આજનો દિવસ સામાજિક પ્રસંગોમાં આનંદપૂર્વક વીતશે અને તમે એમાં આકર્ષણનું કેન્દ્ર બની રહેશો.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


આજનો દિવસ તમારા માટે સરળ નહીં હોય. આમ છતાં તમારે ચિત્તમાં શાંતિ રાખવા માટે પોતાનાથી થાય એટલા તમામ પ્રયાસો કરી જોવા. પૂરતો વિચાર કર્યા વગર કોઈ વાતે નિષ્કર્ષ પર પહોંચી જવું નહીં.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


આજનો દિવસ તમારા માટે સાનુકૂળ છે અને તમને સફળતાનો સ્વાદ ચાખવા મળશે. અન્ય લોકો પર પોતાના નિર્ણયો લાદવા નહીં અને પોતે પણ લવચીક બની રહેવું.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


જોખમો ખેડવાં એ બેધારી તલવાર જેવી સ્થિતિ હોય છે. એમાં સારું વળતર મળી શકે છે અને પ્રતિકૂળ પરિણામ પણ આવી શકે છે. આજે આખો દિવસ આ દ્વિધા અનુભવાશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK