ક્લિક કરો અને જાણો તમારી આજની રાશિ

જેમની સાથે પ્રેમ છે તેમની સાથેની ઘનિષ્ઠતા વધારવા માટે સાનુકૂળ સમય છે.

astro

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


જેમની સાથે પ્રેમ છે તેમની સાથેની ઘનિષ્ઠતા વધારવા માટે સાનુકૂળ સમય છે. લગ્નગ્રંથિથી જોડાવાનો સમય પણ નજીક આવી ગયો છે. એને પગલે તમારા જીવનનો નવો તબક્કો શરૂ થશે.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


આજે તમને કોઈક બાબતે નિરાશા સાંપડે એવી શક્યતા છે, કારણ કે તમને તમારી મહેનતનું ધાર્યા પ્રમાણેનું ફળ મળ્યું નથી.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


આજે તમને ભૂતકાળમાં ખોવાયેલા રહેવાનું મન થશે. તમે ગાઢ મિત્રોની સાથે રહીને યાદગીરી તાજી કરશો અને એમાં ભરપૂર આનંદ મેળવશો.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


તમારા પર કામનો એટલો બધો બોજ હશે કે તમે એ પતાવવાની ઉતાવળ કરવાને બદલે ધીમા પડી જશો. એનું કારણ એ કે તમે પ્રાથમિકતાઓ સ્પષ્ટપણે નક્કી કરી નથી.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


તમે કોઈ વિશિષ્ટ વ્યક્તિ હો કે પછી ટોળામાંની એક વ્યક્તિ હો, આજે તમે ભરપૂર આનંદ માણી શકશો. જોકે તમારો ઝુકાવ લોકોનું મનોરંજન કરવા તરફ હશે.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


આજના ગ્રહમાન તમને સાથ આપનારા છે. આથી એનો શક્ય એટલો વધુ ઉપયોગ કરી લેવો. સકારાત્મક વલણ દ્વારા એ શક્ય બનશે. જો બિનજરૂરી ખર્ચ ટાળી શકો તો તમારા માટે જ સારું રહેશે.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


આજે તમે કામકાજને બાજુએ રાખીને અંગત જીવન પર લક્ષ કેãન્દ્રત કરશો. ખાસ કરીને સંતાનો પર ધ્યાન આપશો. તેમને રાજી રાખવા માટે પોતાનાથી થાય એટલા તમામ પ્રયાસ કરી લેશો.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


આજે કોઈ પણ કારણસર સવારના ભાગમાં તમારો મૂડ સારો નહીં હોય, પણ સાંજે તમે એકદમ સકારાત્મક બની જશો.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


આજે તમે વિવિધ પ્રવૃત્તિઓમાં હાથ અજમાવી જોશો અને આખો દિવસ એમાં જ પસાર થઈ જશે. સહયોગીઓ તમને ભરપૂર મદદ કરશે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


આજના સંજોગો તમારી ધીરજની કસોટી કરશે. અમુક ઘટનાઓને કારણે તમે ગુસ્સે થઈ જશો. દરેક પરિસ્થિતિમાં શાંત રહેવામાં જ સાર છે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


આજે કામની ધબધબાટી રહેવાની હોવાથી તમે થાકી જશો. જોકે નસીબ યારી આપવાનું હોવાથી તમે ઘણું હાંસલ કરી શકશો.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


આજે તમે કળનો ઉપયોગ કરીને ઓછામાં ઓછી મહેનતે વધુમાં વધુ કાર્ય કરી શકશો. તબિયતને નડી રહેલી સમસ્યાઓ દૂર કરવા માટેના પ્રયાસ શરૂ કરો એવી શક્યતા છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK