આજનો દિવસ તમારી માટે કેવો રહેશે, વાંચો

આજે તમે કદાચ એકલા નહીં હો, પરંતુ તમને એકલવાયું લાગતું હશે.

asrtro

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજે તમે કદાચ એકલા નહીં હો, પરંતુ તમને એકલવાયું લાગતું હશે. તમને અંતરાત્માના અવાજને અનુસરીને ખરેખર કંઈક સર્જનાત્મક કરવાની ઇચ્છા થશે. તમારી વાતો કહ્યા વગર પણ સાંભળી શકે એવા સ્વજનો સાથે સાંજનો સમય વિતાવવો.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


તમારા માણસો તમને અપેક્ષિત સહકાર નહીં આપે એને કારણે તમે કદાચ નિરાશ રહેશો. જોકે તમારે વ્યવહારુ બનવું અને લાગણીઓના પ્રવાહમાં તણાઈ જવું નહીં. પારિવારિક ઝઘડો થવાની શક્યતા છે.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


આજે તમે તમામ વ્યવહારોમાં પારદર્શકતા જાળવી રાખશો એવું ગણેશજી કહે છે. જો તમે મનના માણીગર સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂકવાનું નક્કી કરશો તો એમાં સફળતા મળવાની આશા ચોક્કસ રાખવી. આજે તકલીફ કરતાં આનંદ વધારે મળશે.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજે તમારામાં સ્નેહ અને કરુણાનું ઝરણું વહેતું થશે. જોકે કેટલાક નકારાત્મક વિચારો તમારા સારા કાર્યને બગાડી દેશે. ચિંતા કરતા નહીં. તમારા પ્રયાસ એળે નહીં જાય. વહેલું કે મોડું તમને ધાર્યું પરિણામ મળશે.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


આજે તમારા જીવનમાં સીમાચિહ્નરૂપ બની જાય એવી કોઈ પરિસ્થિતિ સર્જા‍ય તો આર્ય પામતા નહીં. અંગત વિષય હોય કે પછી વ્યવસાયનો વિષય હોય, એ ઘટનાની પ્રતીક્ષા કર્યા વગર છૂટકો નથી.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


આજે તમારા મનમાં વિચારોનો ઝબકારો થશે. તમે એક બાજુ વચન આપીને બંધાયા છો અને બીજી બાજુ તમારી ફરજો તમને પોકારી રહી છે. આવા સંજોગોમાં પાણી કરતાં લોહી ઘટ્ટ હોય છે એ બાબત ખરી પુરવાર થશે અને તમારા પરિવારજનો તથા મિત્રો તમારા જીવનમાં સ્થાન મજબૂત કરશે.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


તમે પોતાની જ ભૂતકાળની કામગીરી કરતાં વધુ સારો દેખાવ કરો એવી શક્યતા છે. કામના સ્થળે સહકર્મચારીઓ તમારાથી આગળ વધવાનો પ્રયાસ કરશે, છતાં જીત તમારી જ થશે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


વિજયની પહેલાં કોઈ નબળી પળ પણ આવી શકે છે. જોકે આજે તમારી સામે આ જોખમ નથી. તમારો અહંકાર તમને લક્ષ્યથી વિપરીત દિશામાં દોરી જઈ શકે છે.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


આજે તમે પુરજોશમાં છો અને ઉત્કટતાનો અનુભવ કરી રહ્યા છો. તમે કામઢા માણસ હોવાથી જે કાર્ય હાથમાં લેશો એમાં ઉત્તમ કામગીરી બજાવશો. અંતરાત્માના અવાજને અનુસરવો. એ તમને યોગ્ય રાહ ચીંધશે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


આજનો દિવસ સાનંદાર્યોથી ભરેલો રહેશે. તમે આસપાસના લોકોને મદદરૂપ થવાના શ્રેષ્ઠ પ્રયાસ કરશો, પરંતુ ઇચ્છિત પરિણામ પ્રાપ્ત ન થવાથી નિરાશ થઈ જશો. એનાથી તમારો જુસ્સો મોળો પડી જશે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


આજનો દિવસ ખાઈ-પીને મોજ કરવાનો છે. જોકે એક જ વારમાં ખિસ્સાં ખાલી કરી દેતા નહીં. પ્રતિષ્ઠા દાવ પર લગાડતા નહીં. તમારા વર્તનને કાબૂમાં રાખજો. બીજું કોઈ નહીં તો ઉપરવાળો જરૂર જોઈ રહ્યો છે. તમારે ઘણી બાબતે સાચવવાનું છે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


આજનો દિવસ અગત્યનો છે. તમે પારિવારિક કે વ્યવસાયી બાબતોમાં જે મુકામ પર પહોંચવા માગતા હતા ત્યાં પહોંચી શકશો એવું ગણેશજી કહે છે. તમારો વ્યવસાયી દરજ્જો અને સામાજિક મોભો વધશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK