આજનો દિવસ તમારી માટે કેવો રહેશે, વાંચો

તમે વાક્ચાતુર્યથી તમારી આભા ફેલાવશો અને વિજાતીય વ્યક્તિઓ તમારાથી પ્રભાવિત થઈ જશે.

asrtro

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


તમે વાક્ચાતુર્યથી તમારી આભા ફેલાવશો અને વિજાતીય વ્યક્તિઓ તમારાથી પ્રભાવિત થઈ જશે. આમ છતાં તમને માનસિક શાંતિ માટે થોડો વખત એકલા રહેવાની જરૂર વર્તાશે.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


આજે સવારના ભાગમાં બનનારા કોઈ બનાવને લીધે તમારી લાગણી દુભાઈ જશે, પરંતુ બપોરની ઘટનાઓ તમને પાછા અસલી મિજાજમાં લાવી દેશે.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


આખા અઠવાડિયાનો કામનો બોજ ઉતારવા માટે તમે સપરિવાર પિકનિક પર જશો. સંતાનોને કારણે તમારી માનસિક તાણ દૂર થઈ જશે.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


તમારા સંબંધોમાં તાજેતરમાં આવેલી ખટાશ સંબંધે ગંભીરપણે આત્મચિંતન કરવાની જરૂર છે. કારણ શોધ્યા પછી એનું નિરાકરણ લાવજો.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


આજે તમારી મુલાકાત અનેક નવા લોકો સાથે થશે. દિવસના પાછલા ભાગમાં તમને માનસિક તાણ અને બેચેની વર્તાશે.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


તમારે સંભવિત પરિણામની ચિંતા કર્યા વગર પોતાનું કાર્ય કર્યે રાખવું. અપેક્ષાઓ શૂન્ય રાખવી અને સમયના પ્રવાહની સાથે તણાતા રહેવું.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


કામના મોરચે તમને પ્રગતિ કરવા અને પ્રશંસા પામવા માટે પૂરતી તક મળી રહેશે. નાણાકીય બાબતોમાં દિવસ સારો છે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


આજે તમને નવા પ્રોજેક્ટના શ્રીગણેશ કરવા માટેની જવાબદારી સોંપાશે. ઉપરીઓએ તમારા પર મૂકેલા વિશ્વાસને તમે સાર્થક કરશો.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


આજનો દિવસ પરસ્પર વિરોધાભાસી બાબતોનો છે. જેમ-જેમ દિવસ પસાર થશે એમ-એમ તમને ઉત્સાહ અને નિરાશા, સારા અને નરસા બન્નેનો અનુભવ થશે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


આજે કોઈ મહત્વપૂર્ણ કૉન્ટ્રૅક્ટ પ્રાપ્ત કરવા માટે કંપનીના સંચાલકો તમારી વાક્પટુતાની મદદ લેશે અને તમે તેમને નિરાશ નહીં કરો.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


આજનો દિવસ વ્યસ્ત રહેશે. તમારા પર કામનો બોજ વધશે. તમારી મહેનતનાં ફળ મળવા લાગશે અને એ જોઈને અન્ય લોકો પણ તમારું અનુકરણ કરવા પ્રેરાશે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


ઑફિસમાં કામ કરવાની શૈલી બાબતે વધારે સાવચેતી રાખવી, જેથી તમે જવાબદારીમાંથી છટકી રહ્યા હોવાનું આળ કોઈ મૂકી શકે નહીં.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK