ક્લિક કરો અને જાણો તમારી આજની રાશિ

આજે તમારે જક્કીપણું છોડી દેવું

astro19

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજે તમારે જક્કીપણું છોડી દેવું અને ઘણા લાંબા સમયથી જેના પ્રત્યે અણગમો હતો એ બધાને ક્ષમા કરીને જૂની વાતો ભૂલી જવી. શક્તિઓને સન્માર્ગે વાળવી.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


જિદ્દી અને અક્કડ વલણ અપનાવશો તો તમારા માર્ગમાં અવરોધો ઊભા થશે. અભિગમ બદલાવી દેવો અને સૌની સાથે સૌહાર્દપૂર્વક રહેવું.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


જો તમને લાગતું હોય કે રાબેતા મુજબના કામનો કંટાળો આવી રહ્યો છે તો તમારે મનગમતી પ્રવૃત્તિ કરીને એને રસપ્રદ બનાવી દેવું.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


તમારા વતુર્ળ(માંના લોકોને તમારું ખરું મૂલ્ય સમજાશે અને તમારા પ્રત્યેનું તેમનું માન વધી જશે. ઘણા લોકો પોતાની અંગત બાબતોમાં તમારી પાસે માર્ગદર્શન લેવા આવશે.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


તમે સંપૂર્ણપણે આત્મનિર્ભર છો તથા તમારો આત્મવિશ્વાસ ઘણો ઊંચો છે. આથી તમારાં કાર્યો સહેલાઈથી પાર પડી જશે. તમને કામનો મોંબદલો મળવાની તૈયારી છે.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


આજે તમે વેપારમાં મોટા અને મહત્વપૂર્ણ સોદાઓ પાર પાડશો. એને લીધે તમને કંઈક હાંસલ કર્યા જેવું લાગશે. જોકે આર્થિક મુશ્કેલીઓ તમારો મિજાજ બગાડી દેશે.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


તમને વધુ આવક રળી આપતી નોકરીની ઑફર મળવાનો યોગ છે. કોઈ કારણસર જો એ નોકરી મળે નહીં તો એવી તક ઊભી કરવા માટેના પ્રયાસ વધારી દેવા.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


તમારી આસપાસ બનનારી ઘટનાઓ વિશે સાવધ રહેવું, કારણ કે એમાંના ઘણા બનાવો તમારા જીવન પર સીધી અસર કરનારા હશે. સકારાત્મક વલણ અપનાવવું.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


તમારા પરનો કામનો બોજ વધવાની શક્યતા છે, પરંતુ એને લીધે તમે હિંમત નહીં હારો. એને પડકારરૂપ ગણીને બધાં કાર્યો સફળતાપૂર્વક પાર પાડશો.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


તમે પોતાને જે મળ્યું છે એનાથી સંતોષ માનો છો. જોકે આજે તમારામાં મહkવાકાંક્ષા જાગશે. પોતાને જે જોઈતું હોય એ મેળવવા માટે નિષ્ઠાપૂર્વક કામ કર્યે રાખવું.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


આજે તમારા હૃદયમાં કરુણા અને સ્નેહની સરવાણી ફૂટશે અને તમે સ્વજનો પર પ્રેમનો વર્ષાવ કરશો. તમને પણ સામેથી એટલો જ પ્રેમ મળશે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


તમારો કમરનો ઘેરાવો વધી રહ્યો હોવાથી ચિંતા જન્મશે. તમારે ખાણી-પીણી અને જીવનશૈલી બાબતે નવેસરથી વિચાર કરવો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK