આજનો દિવસ તમારી માટે કેવો રહેશે, વાંચો

જો તમે ઑફિસના કામસર પ્રવાસે ગયા હશો

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


જો તમે ઑફિસના કામસર પ્રવાસે ગયા હશો તો પરિવારને યાદ કર્યે રાખશો અને શક્ય એટલા વહેલા તેમની પાસે પહોંચી જવાનો વિચાર કર્યા કરશો.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


આજે તમારે અમુક આકરા નિર્ણયો લેવા પડશે, પરંતુ તમે પોતાના વિશાળ અનુભવને લીધે જટિલ પરિસ્થિતિઓમાંથી સહેલાઈથી માર્ગ કાઢી શકશો.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


તમે શાંતિપૂર્વક એકલા રહેવા મળે એવું ઇચ્છો છો, પરંતુ આજના શુષ્ક દિવસે એ તક મળશે ત્યારે તમને ઘરવાળાઓની યાદ આવ્યા કરશે.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજના જટિલ દિવસે અમુક નકારાત્મક બનાવો બનવાની શક્યતા છે. જો તમે ઉપરવાળા પર શ્રદ્ધા રાખશો તો ગમે એવા સંજોગોમાંથી હેમખેમ પાર ઊતરી શકશો.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


તમને અણધાર્યા સ્ત્રોતોમાંથી નાણાંની પ્રાપ્તિ થવાની શક્યતા છે. સ્ટૉક માર્કેટમાં સટ્ટાકીય ટ્રેડિંગ કરનારને મોટો લાભ થશે.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


તમે કંજૂસ હોવાની તમારા મિત્રવતુર્ળીમાં પડેલી છાપ આજે દૂર થઈ જશે, કારણ કે તમે કોઈ સખાવતી સંસ્થાને ઉદાર હાથે દાન આપશો.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


આજે તમે વ્યવસાયી કર્તવ્યોને બાજુએ રાખીને પરિવારજનો સાથે સરસ મજાનો સમય વિતાવશો.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


આજના મંગળમય દિવસે તમારી સર્જનશક્તિ ખીલી ઊઠશે. એની મદદથી તમે પોતાની કેટલીક સમસ્યાઓના નવા ઢંગથી ઉકેલ લાવી શકશો.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


આજે તમે તમારા જેવા જ વિચારો ધરાવતા લોકોની સાથે રહેશો તો તમને ઘણો જ માનસિક સધિયારો મળશે અને ફરીથી તમારામાં તાજગી આવી જશે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


આજે રોમૅન્ટિક સંબંધોને વધારે મહત્વ મળશે. સામાન્યપણે તમે લોકોની લાગણીઓને સારી રીતે સમજી શકતા નથી, પરંતુ જો સામેવાળી વ્યક્તિ યોગ્ય રીતે અભિવ્યક્તિ કરે તો તમે જ સૌથી પહેલાં સહાનુભૂતિ દાખવો છો.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


આજે તમારું મન આધ્યાત્મિકતા તરફ વળી જશે અને એથી જ તમે માનસિક શાંતિ મેળવવા કે પૂજાપાઠ કરવા ધર્મસ્થળોની મુલાકાત લેશો.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


ખાલી દિમાગ શેતાનનું ઘર હોય એ કહેવતથી વિપરીત આજે તમે ભૂતકાળનો વિચાર કરતાં-કરતાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું મિલન ગોઠવવાનો અદ્ભુત આઇડિયા લઈ આવશો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK