જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ

આજે જે ઘટનાઓ બનશે એનાથી તમે પ્રસન્ન થઈ જશો.

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજે જે ઘટનાઓ બનશે એનાથી તમે પ્રસન્ન થઈ જશો. તમે જે સંજોગોમાં મુકાશો એનાથી સંતુષ્ટ રહેશો. સાંજનો સમય રોમૅન્ટિક રહેશે.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


આજનો દિવસ આર્થિક દૃષ્ટિએ કક્ટદાયક હશે. તમને વધારે ધન નહીં મળે. આમ છતાં તમને લખલૂટ ખર્ચ કરવાનું મન થશે.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


તમે સફળતા માટે પોતાના નિયમો નક્કી કરશો અને સફળતા મેળવવાને ટોચની પ્રાથમિકતા આપશો. સમાન વિચારસરણી ધરાવતા લોકો સાથેના વાર્તાલાપથી તમે પ્રોત્સાહિત થઈ જશો.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજે આર્થિક બાબતોમાં તમે સમજદારીપૂર્વક કામ લેશો અને બિનજરૂરી વસ્તુઓ પાછળ ખર્ચ કરવાનું ટાળશો. તમારા મિત્રો અને શુભેચ્છકો તમને મુશ્કેલીઓમાંથી ઉગારી લેશે.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


આજે તમારી રચનાત્મકતા અને કલ્પનાશીલતા ચરમસીમાએ પહોંચશે. તમારી દૂરંદેશી જોઈને અન્ય લોકોને આર્ય થશે. ભૂતકાળની ભૂલોને ધ્યાનમાં રાખીને વર્તવું.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)

તમારા હાલના વ્યૂહ ભલે સફળ થયા હોય, આજે તમે નવા પ્રકારના વિચારો કરશો અને બિઝનેસમાં નફો વધે એવા આઇડિયા લઈ આવશો.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


આજના ગ્રહમાન ખરેખર તમારી તરફેણમાં છે. તમે જે કંઈ કરશો એમાં સફળ નીવડશો અને કળાત્મક વલણ અપનાવશો. કાનૂની ખટલાનો ચુકાદો તમારી તરફેણમાં આવશે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


તમે એટલી બધી સમસ્યાઓથી ઘેરાયેલા છો કે ખરેખર શું કરવું એના વિશે ગૂંચવાઈ ગયા હશો. આવામાં એક પછી એક સમસ્યાનો હલ લાવતા જવું.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


આજે તમારી મુલાકાત વિજાતીય વ્યક્તિ જોડે થશે અને તમે એવો સંબંધ સ્થાપી લેશો જે આજીવન ટકી રહે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


આજે કંઈ રોમાંચક બનવાનું ન હોવાથી કંટાળાજનક દિવસ માટે તૈયાર રહેવું. તમે કોઈ સસ્પેન્સ થિþલર પુસ્તક વાંચવા માટે હાથમાં લેશો અને એને ઑફિસમાં પણ લઈ જશો.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)

તમારો સ્પર્શ પારસમણિ જેવો છે. તમે જે કાર્ય હાથમાં લેશો એમાં જ્વલંત સફળતા પ્રાપ્ત કરશો. તમને સતાવી રહેલી સમસ્યાઓના હલ લાવવા માટે ઉત્તમ સમય છે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)

તમારી કળાત્મક આવડત નવી ઊંચાઈઓને આંબશે. સર્જનાત્મકતાની જરૂર હોય અને અન્ય લોકોને મુશ્કેલ લાગતાં હોય એવાં કાર્યો તમે આસાનીથી પાર પાડશો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK