કંઈક આવો રહેશે આપનો આજનો દિવસ

કંઈક આવો રહેશે આપનો આજનો દિવસ



astrl

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજે તમને સ્વતંત્રતાની અનુભૂતિ થશે અને તમે બાળપણમાં જે કરતા એ બધું જ કરવાની ઇચ્છા થશે. પરિવારજનોને બહાર ફરવા લઈ જવા માટે સાનુકૂળ સમય હોવાનું ગણેશજી કહે છે.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


ગણેશજી કહે છે કે આજે તમે રાજીખુશી રોજિંદાં કાર્યો કરશો. વધુપડતું બહાર જવાની કે નાના-નાના બ્રેક લેવાની ઇચ્છા રાખતા નહીં. સદ્નસીબે તમને આ વ્યસ્તતા પ્રત્યે જરાય અણગમો નથી.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


આજે તમારે અંગત જીવનનું અવલોકન કરવાની જરૂર છે. શું તમે કોઈ વ્યક્તિ સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂકવા માગો છો, પણ ડરો છો? ગણેશજી કહે છે કે પ્રપોઝલનો અસ્વીકાર થવાનો ડર રાખ્યા વગર આગળ વધો.


કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજે અન્યો સાથેના વ્યવહારમાં તમે મોકળું મન રાખશો. જોકે એનો અર્થ એવો નથી કે તમે અન્ય લોકો પ્રત્યે કૂણું વલણ અપનાવશો. દિવસના પાછલા ભાગમાં તમે સાવ અલગ વલણ અપનાવશો અને જિદ્દી બની જશો.


લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


આજે જ્યાં જુઓ ત્યાં મજા ને મજા જ છે. ગણેશજી કહે છે કે તમે ફુરસદની પળો પણ માણશો. તમે ટૂંકા પ્રવાસે જાઓ એવી શક્યતા હોવાથી વિચારોની ક્ષિતિજ વિસ્તારવી.


વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


તમારે ભૂતકાળની સફળતાનાં ગાણાં ગાવાને બદલે વધુ સફળતા માટે કામ કરવું. તમારે પદ્ધતિસર અને એકાગ્રતા સાથે કામ કરવું.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


તમારા જીવનમાં ઉત્કટતા વર્તાય છે. આવા સંજોગોમાં નવા રોમૅન્સની કૂંપળો ફૂટવાની પૂરેપૂરી શક્યતા છે. છેલ્લે જ્યારે આવો સમય આવ્યો ત્યારે રોમિયો જુલિયેટને મળ્યો હતો.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


આજે તમે પરિવર્તનના ત્રિભેટે આવીને ઊભા રહ્યા હશો અને કયા રસ્તે જવું એનો વિચાર કરી રહ્યા હશો. અંગત જીવનને લગતા મહkવપૂર્ણ નર્ણિયો લેતી વખતે તમારી બુદ્ધિ બહેર મારી જશે. જોકે એની અસર તમારા રાબેતા મુજબના જીવનમાં થવા દેવી નહીં, કારણ કે એનાથી કામના સ્થળે અને સ્વજનો સાથેના સંબંધોમાં ગૂંચવણ વધી જશે.


સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


આજે તમારે મક્કમ બની જવું એવું ગણેશજી કહે છે, કારણ કે ધાર્યું પરિણામ મેળવવા માટે એની જરૂર પડશે. કામના સ્થળે તમે વર્ચસ જમાવશો, પરંતુ તમારા હાથ નીચેના માણસોને એમાં કંઈ ખરાબનહીં લાગે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


જો નકામા ખર્ચને લીધે તમારું બૅન્ક-બૅલૅન્સ તમારી ધારણા કરતાં થોડું વધારે ઘટી ગયું હોય તો પણ ચિંતા કરવી નહીં, કારણ કે આર્થિક બાબતે તમને સંતોષ રહેશે.


ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


તમે મહત્વાકાંક્ષી છો અને પોતાનાં લક્ષ્યો હાંસલ કરવા માટે અયોગ્ય રસ્તો અપનાવો એવી શક્યતા છે. જોકે સિદ્ધિ પામવા માટે તમારી પાસે પૂરતી કુશળતા અને ક્ષમતા હોવી જોઈએ.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


આજે તમને કોઈ અજાણ્યો ડર સતાવતો હશે. તમે પોતાની ચિંતાનાં કારણો શોધી કાઢવા અને એમનાથી છુટકારો મેળવવા માટે પૂરેપૂરી શક્તિ કામે લગાડી દેશો. પ્રેમી પંખીડાંને નિકટ આવવા માટે સારો સમય મળી રહેશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK