વાસ્તુ ટિપ્સઃલગ્નને બનાવવા છે યાદગાર તો કરો આ 10 કામ

વાસ્તુની આ 10 વાતોનું રાખો ધ્યાન

MARRIAGE

આપણે ત્યાં જ્યારે પણ કોઈ શુભ પ્રસંગનું આયોજન થાય તો ક્યાંકને ક્યાંક કશુંક છૂટી જાય છે, કે પછી મહેમાનોને સંતોષ નથી થતો. ત્યારે ઘરમાં લગ્નનું આયોજન હોય ત્યારે ખાવા-પીવાનું, રહેવાની, ભોજન બનાવવાની જગ્યા, સ્ટોર રૂમ અને વર વધુને બેસવાની વ્યવસ્થા યોગ્ય જગ્યાએ તેમ જ સાવચેતીથી કરવી જોઈએ, જેનાથી તમામ મહેમાનો પ્રસન્ન થઈને પ્રસંગ ઉજવીને ઘરે જાય.

વાસ્તુની આ 10 વાતોનું રાખો ધ્યાન


1. લગ્ન રૂમનું પ્રવેશ દ્વાર ઉત્તર કે પૂર્વ તરફ તૈયાર કરો. ચોરીમાં વર-વધુને બેસવાની વ્યવસ્થા પશ્ચિમ દિશા કે પછી દક્ષિણ-પશ્ચિમ દિશા તરફ રાખવી જોઈએ. વર વધુને એવી રીતે બેસાડો કે તેમનો ચહેરો પૂર્વ દિશા તરફ રહે.

2. આસપાસ ફૂલોનો શણગાર જરૂરી છે. સાચા ફૂલ હોય તો શ્રેષ્ઠ છે. સંગીતની વ્યવસ્થા પૂર્વથી ઉત્તર પૂર્વ દિશા તરફ કરો કે પછી વર વધુની ડાબી કે જમણી બાજુ પણ કરી શકાય છે.

3. પોતાના પ્રસંગ માટે જ પણ જગ્યા પસંદ કરો તે એવી રાખો જ્યાં પડતા, ટેન્ટ ચોરસ રીતે લાગી શકે.

4. પ્રવેશદ્વારની નજીક ગંદકી, વીજળીનો થાંભલો કે મોટું ઝાડ ન હોય તેનું ધ્યાન રાખો. આ સ્થળ ચોખ્ખું હોવું જોઈએ. પ્રસંગના સ્થળ પર દક્ષિણ-પશ્ચિમ દિશામાં મોટી મોટી ગુલાબી મીણબત્તી પ્રગ્ટાવો. શક્ય હોય તો આખા સ્થળ પર લવન્ડર ફ્રેગરન્સનો ઉપયોગ કરવો યોગ્ય રહશે. જેનાથી મહેમાનો શાંત અને ખુશનુમા માહોલ મહેસૂસ કરશે.

5. વિવાહની વેદી અગ્નિ કુંડ અગ્નિ ખૂણામાં રાખવો શુભ છે. જનરેટર પણ આ જ દિશામાં લગાવો. ટેન્ટ અને આખા સ્થળની લાઈટ્સ, પડદા અને રંગોનો ઉપયોગ વાસ્તુ પ્રમાણે થાય તો સારા પરિણામ મળશે.


આ પણ વાંચોઃ વાસ્તુ ટિપ્સઃ ભૂલથી પણ આ 5 ચીજો ન આપો ગિફ્ટ, બગડી શકે છે સંબંધો


6. પાણીની વ્યવસ્થા ઈશાન ખૂણામા કરવી જોઈએ. રસોઈ અને તંદૂર અગ્નિ ખૂણાની તરફ હોવું જોઈએ. અગ્નિ અને પાણીને સાથે સાથે ન રાખો. વચ્ચેની જગ્યા ખુલ્લી અને સાફ હોવી જોઈએ.

7. જો વાસ્તુના સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને તૈયારી કરશો તો માહોલ ગરિમાપૂર્ણ બનશે. જો સમારોહનું સ્થલ નાનું હોય તો પણ સ્પેસિયસ દેખાશે. સ્ટોર રૂમ માટે દક્ષિણ પશ્ચિમની દિશા યોગ્ય છે.

8. પ્રસંગનું સ્થળ સમતલ હોય તેનું ધ્યાન રાખો. વિવાહ પરિસરમાં આવેલા મહેમાનોના રૂમ પશ્ચિમ કે વાયવ્ય ખૂણામાં હોવા જોઈએ. રિસેપ્શનમાં ભોજનની વ્યવસ્થા ઉત્તર કે પશ્ચિમ દિશા તરફ કરવી જોઈએ. પ્રવેશ દ્વારમાં સાથિયો દોરવો જોઈએ. દરવાજા પાસે પૂરતી લાઈટ આવે તેવી વ્યવસ્થા કરો.


આ પણ વાંચોઃ વાસ્તુઃજો આ દિશામાં છે ટીવી, તો વધી શકે છે સ્ટ્રેસ


9. ઉત્તર-પૂર્વની દિશામાં ઓછો સામાન રાખો અને તેને ચોખ્ખી રાખો. લગ્ન મંડપ કે ચોરી ઉત્તર પૂર્વ તરફ રાખવી જોઈએ. વિવાહના સ્થળ પર ઠેક ઠેકાણે ઓઈલ ડિફ્યુઝરનો ઉપયોગ કાર્યક્રમ અને લોકનો મૂડ બનાવવામાં મદદગાર બની શકે છે.

10. લગ્ન પ્રસંગમાં આવતા મહેમાનોના વાહનની પાર્કિંગ વ્યસવ્થા ઉત્તર-પશ્ચિમ તરફ રાખવી જોઈએ. આ પ્રકારની વ્યવસ્થાને પગલે પ્રસંગ યાદગાર બને છે, સાથે એક સારો અનુભવ પણ યાદ રહે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK