લખવામાં પણ લક્ઝરી

 

હવે આપણા દેશમાં પણ લક્ઝરી રાઇટિંગ ઇન્સ્ટમેન્ટનું માર્કેટ તેજી પકડી રહ્યું છે

riting૧,૫૦,૦૦૦ રૂપિયાની ઘડિયાળ, ૨૦,૦૦૦ રૂપિયાની જીન્સ, ૩૦,૦૦૦ રૂપિયાનાં શૂઝ ત્યાં સુધી તો ઠીક છે, પણ ૧૧,૦૦,૦૦૦ રૂપિયાની પેન? લખાય તો પાંચ રૂપિયાની પેનથી પણ, તો પછી એમાં લાખો રૂપિયા નાખી દેવાતા હશે? આવો સવાલ ચોક્કસ જ થાય, પણ હવે બીજા ફૅશન ટ્રેન્ડ્સની જેમ લક્ઝરી પેન રાખવાનો ટ્રેન્ડ પણ જોર પકડી રહ્યો છે અને એક પેનની કિંમત લાખ જ નહીં પણ કરોડ રૂપિયા સુધી પણ પહોંચી ગઈ છે. જોઈએ કેવા-કેવા પ્રકારની લક્ઝરી પેન બજારમાં આજે જોવા મળી રહી છે.

લિમિટેડ એડિશનનું ઘેલું

મૉં બ્લાં કંપનીની ૧૧ લાખની પેન ખરેખર કોઈ ચોર ન હોય તેને પણ લલચાવે એવી છે. આવી ઊંચી કિંમતની પેનની આટલી વૅલ્યુ જોકે પ્રૅક્ટિકલ પણ ગણાય, કારણ કે એનાથી લખી પણ શકાય છે. એ ફક્ત શો-કેસમાં રાખી દેવા માટે નથી. એમાં પણ કેટલાક લોકોને હવે લિમિટેડ એડિશનવાળી ચીજો જમા કરવાનો શોખ હોય છે. આ લિમિટેડ એડિશનને નામે વ્યક્તિ એવા લોકોના લિસ્ટમાં સામેલ થઈ જાય છે જેની ગણના રિચ અને રૉયલ ટાઇપમાં થતી હોય. સિગ્નેચર કરો તો એ લોકો તાકી રહે એવી આ પેનમાં હવે ખૂબ નવા-નવા કૉન્સેપ્ટ પણ ઉમેરાયા છે.

પેન કે પછી જ્વેલરી?

જો મહિલાઓ ગળામાં મોંઘેરો નેકલેસ પહેરે તો પુરુષો શું કામ પાછળ રહે? પોતાની ઉપયોગી અને જરૂરી એવી ઍક્સેસરી પેનને પણ હવે તેઓ જુદા-જુદા લક્ઝુરિયસ સ્વરૂપમાં જોવાનું પસંદ કરે છે. પેન હવે ફક્ત મેટલ કે પ્લાસ્ટિકની જ નથી બનતી. સોના કે ચાંદીમાંથી બનાવવામાં આવેલી પેન પર ડાયમન્ડ કે બીજા પ્રેશિયસ સ્ટોન જડવામાં આવે છે. વધુમાં મધર ઑફ પર્લ જેવા મટીરિયલમાંથી પણ પેન બનવા માંડી છે. પેનના ટૉપમાં મોટો સૉલિટેર હોવો એ તો સામાન્ય વાત છે, કારણ કે હવે આખી પેનને જ એવી ડિઝાઇનમાં ડાયમન્ડથી જડવામાં આવે છે કે એ કોઈ પેન નહીં પણ જ્વેલરી જ દેખાય.

બ્રૅન્ડ્સનું માર્કેટ

આપણે ત્યાં મોંઘી પેનમાં પારકર પેનનું નામ પહેલું આવતું, પણ હવે દુનિયાભરમાં લક્ઝરી પેનની માર્કેટ ખૂબ આગળ વધી ચૂકી છે. ફક્ત પેન જ નહીં પણ બ્રૅન્ડેડ પેન્સિલ વાપરવાના શોખીનો પણ છે. કેરેન ડી ઍચ, કાર્ટિયર, કોનવે સ્ટુઅર્ટ, ગ્રાફ વોન ફૅબર-કેસલ, મૉં બ્લાં, ઓમાસ, સેલર, શેફર્ડ જેવી કેટલીક બ્રૅન્ડ પેન માટે ખૂબ લોકપ્રિય છે. જોકે આપણે ત્યાં હજીયે મોટા ભાગના લોકો પારકર, લેમી અને મૉં બ્લાંને જ ઓળખે છે. કેટલીક ખાસ ડિઝાઇનની પેનના કેટલાક પીસ જ બને છે. જેને કહેવાય લિમિટેડ એડિશન. આ એડિશનની કિંમત પણ વધુ હોય છે અને એવી ડિઝાઇન પછી નહીં બને એ પણ ચોક્કસ. તો એક એવી પેન કે જે આખી દુનિયામાં માત્ર ૧૦ લોકો પાસે જ હોય અને એ દસમાંનાં એક તમે હો તો એ અનુભૂતિ ખૂબ વિશેષ ગણી શકાય. જો બીજો કોઈ નહીં અને ફક્ત પેનનો શોખ ધરાવતા હો તો લાઇફમાં એકાદ લક્ઝરી પેન કલેક્ટ કરવી તો ખરેખર લક્ઝરી જ ગણાય.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK