ઘરમાં કેવી ટાઇલ્સ લગાવશો?

ઘરના દરેક રૂમની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ટાઇલ્સની પસંદગી કરવી જરૂરી

tile-flooringવિટ્રિફાઇડ

આ ટાઇલ્સ સિરૅમિક ટાઇલ્સ કરતાં તદ્દન જુદી છે, કારણ કે આ ટાઇલ્સ બનાવવા માટે વપરાતી માટી જુદી હોય છે. એને જુદાં ટેમ્પરેચર્સ પર તપાવવામાં આવે છે જે ટાઇલ્સની અંદર કાચ બનાવે છે. આ કાચને લીધે ટાઇલ્સ મજબૂત અને સખત બને છે, જેથી એ ટકાઉ પણ બને છે. આ ટાઇલ્સને બેસાડવી સહેલી છે તેમ જ આ ટાઇલ્સમાં સહેલાઈથી ડાઘ કે સ્ક્રેચ પડતા નથી. કિચન, ડાઇનિંગ રૂમ અને બાથરૂમ માટે જ્યાં અવરજવર સૌથી વધુ રહે છે ત્યાં વિટ્રિફાઇડ ટાઇલ્સ લગાવી શકાય.

ટેરાકોટા

કુદરતી અને ઇકો-ફ્રેન્ડ્લી ફ્લોરિંગનો પર્યાય એટલે ટેરાકોટા. આ ટાઇલ્સ ઇકો-ફ્રેન્ડ્લી હોવાની સાથે ટકાઉ પણ છે. માટીને શેકીને બનાવેલી આ ટેરાકોટા ટાઇલ્સ લાઇટ હની, ડાર્ક રેડ તેમ જ બ્રાઉનના નૅચરલ શેડ્સમાં જોવા મળે છે. આ ટાઇલ્સની ખાસ વાત એ છે કે એ જેમ જૂની થાય એમ વધારે સારી દેખાય છે તેમ જ મેઇન્ટેઇન કરવામાં ખૂબ આસાન છે. એ વધારે ગરમ નથી થતી અને માટે જ પગનાં તળિયાં માટે ફ્રેન્ડ્લી છે અને સૌથી સસ્તા પર્યાયોમાંનો એક છે. વધુપડતો તડકો આવતો હોય એવા રૂમમાં આ ટાઇલ્સ લગાવી શકાય.

સિરૅમિક

સિરૅમિક ટાઇલ્સ સુંદર લાગે છે, પણ મોંઘી હોય છે. માટીમાંથી બનાવવામાં આવતી આ ટાઇલ્સને શેપ, શાઇન આપતું ફિનિશિંગ અને કલર આપવામાં આવે છે. સિરૅમિક ટાઇલ્સમાં શેપ, પૅટર્ન અને કલર્સમાં કોઈ લિમિટ નથી. આ ટાઇલ્સ ટકાઉ હોવાની સાથે ફાયર અને મૉઇસ્ચર રેઝિસ્ટન્ટ, સાફ કરવામાં તેમ જ સંભાળવામાં આસાન અને માટે જ હાઇજિનિક પણ છે. કોઈ પણ રૂમમાં આ ટાઇલ્સ લગાવી શકાય પણ કિચન માટે બેસ્ટ રહેશે.

વિનાઇલ

પ્લાસ્ટિક અને પીવીસીમાંથી બનાવેલી વિનાઇલ ટાઇલ્સ આજના સમયમાં એક સૌથી સારો સ્મૂધ ટેક્સ્ચર અને ફ્લેક્સિબિલિટી આપનારો ફ્લોરિંગ ઑપ્શન છે. આ ટાઇલ્સ એટલી ફ્લેક્સિબલ હોય છે કે એને મરજી પ્રમાણે સ્ટાઇલ, કલર અને ડિઝાઇન આપી શકાય છે. વિનાઇલ ફ્લોરિંગને ડિઝાઇન કરીને સિરૅમિક કે વુડન ટાઇલ્સનો પણ લુક આપી શકાય છે. આ ટાઇલ્સ પર ચાલવાથી અવાજ નથી આવતો અને પગ માટે કમ્ફર્ટેબલ છે તેમ જ પસંદગીના કલર્સ, ટેક્સ્ચર અને શેપ પ્રમાણે તૈયાર કરાવી શકાય છે. જ્યાં ટકાઉ ફ્લોરિંગની જરૂર હોય એવા રૂમમાં આ ટાઇલ્સ લગાવી શકાય.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK