સમરમાં ઘરને બનાવો ફ્લાવર ફ્રેન્ડ્લી

બળબળતી ગરમીમાં ઘરમાં તાજાં ફૂલોની સજાવટ વાતાવરણને ઠંડક અને મનને આનંદ પણ આપશે

flowers-fendyતાજાં સુંગધી ફૂલો ઘરના વાતાવરણને રંગીન અને ખૂશનુમા બનાવે છે અને ઘરમાં પૉઝિટિવ વાઇબ્સ ફેલાવે છે. એમાંય જો તપતી ગરમીમાં ઘરને ફૂલોથી સજાવવામાં આવે પછી તો પૂછવું જ શું? ઘરને ઠંડક મળે ને મનને શાંતિનો અનુભવ થાય. જોકે ઘરને ફૂલોથી સજાવવામાં સૌથી મોટી તકલીફ એ થાય છે કે બેથી ત્રણ દિવસમાં જ ફૂલો કરમાવા લાગે છે. પણ થોડી તકેદારી લઈએ તો આ જ ફૂલોને થોડા વધારે દિવસો સુધી તાજાં, મઘમઘતાં રાખી શકાય છે.

કઈ રીતે ફૂલોની પસંદગી

ફૂલોને વધારે ટકાવી રાખવા માટે પાણીમાં મીઠું, સાકર કે એસ્પિરીન નાખીએ એ સામાન્ય વાત છે; પણ જો ફૂલોને વધારે ફ્રેશ રાખવાં હોય તો એ પ્રોસેસ છેક ફૂલોના સિલેક્શનથી જ શરૂ થઈ જાય છે. માટે જ્યારે ફૂલોને પસંદ કરો ત્યારે એ તાજાં હોય એ જરૂરી છે. તાજાં ફૂલો આર્ટિફિશિયલ ફૂલોની કમ્પેરિઝનમાં મોંઘાં પડે છે માટે એનું સિલેક્શન ખૂબ ધ્યાનથી કરો.

ફૂલો પસંદ કરતી વખતે એવાં ફૂલો પસંદ કરવાં જોઈએ જે દેખાવમાં ખૂબ તાજાં અને યુવાન લાગે.

ફૂલો કરમાવા લાગ્યાં છે એની નિશાની એટલે એની પાંખડીઓ પર કૉર્નરના ભાગમાં પીળાશ પડતા કે બ્રાઉનિશ ડાઘ પડવા માંડ્યા હોય કે એની દાંડી થોડી કાળી પડવા લાગી હોય. તાજાં ફૂલો હંમેશાં એક જેવી આખી પાંદડીનાં હોય છે તેમ જ પૂરી રીતે ખીલેલાં હોતાં નથી.

ફૂલોની સંભાળ

જે વાઝ કે કન્ટેનરમાં ફૂલો રાખવાનાં છે એ સાફ હોવું જરૂરી છે. જરા પણ ધૂળ હશે તો ફૂલને એ નુકસાન પહોંચાડશે તેમ જ એ વાઝમાં પહેલાં ક્યારેક ગોઠવેલાં ફૂલોનાં સુકાયેલાં પાન કે એવા કોઈ પણ અવશેષ બાકી ન હોય એનું ધ્યાન રાખો.

પ્રકાશ

સૂર્યપ્રકાશ જીવનની જરૂરિયાત છે. એટલે એ જરૂરી છે કે ફૂલ ભરેલા વાઝને તમે એવી જગ્યાએ રાખો જ્યાં સૂર્યપ્રકાશ ભરપૂર પ્રમાણમાં આવતો હોય. પણ આનો અર્થ એ નથી કે તમે એને તડકામાં રાખી દો. નહીં તો એ ફક્ત કરમાશે જ. ફક્ત એ વાતનું ધ્યાન રાખો કે તમે એને અંધારામાં ન રાખી દો. એ જ પ્રમાણે ફૂલોને એવાં ઉપકરણોની નજીક ન રાખો કે જે ઝડપથી ગરમ થઈ જાય. જેમ કે ફ્રિજ, ટેલિવિઝન, અવન વગેરે. આવાં ઉપકરણોને લીધે ફૂલોમાંથી વધારેપડતું પાણી સુકાઈ જશે અને એ ઝડપથી સુકાઈ જશે.

સતત ધ્યાન આપો

ફૂલોને ફંગસ ન લાગે એ માટે એનું થોડી-થોડી વારે ધ્યાન રાખવું જરૂરી છે. ફૂલ જેટલા દિવસ ફ્રેશ રહે એટલા દિવસ રોજ વાઝમાંનું પાણી ચેન્જ કરો તેમ જ સુકાયેલાં પાનને કાઢી નાખો. પાણીના લેવલની નીચે જાય એ દાંડી પર પાન ન હોય એનું ખાસ ધ્યાન રાખો નહીં તો એ પાન ભીંજાઈને પાણીમાં ફંગસ થશે.

કેટલાક બીજા ઉપાયો

ફૂલોને વધારે દિવસો સુધી ટકાવી રાખવા માટે ઘણા લોકો પાણીમાં મીઠું, બેકિંગ સોડા કે તાંબાનો ટુકડા પણ રાખતા હોય છે. તેમ જ બજારમાં ફૂલની દવાઓનાં રેડી પાઉચ પણ મળતાં હોય છે જે ફૂલોને એના મૂળ સ્વરૂપમાં જ તાજાં અને ખીલેલાં રાખે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK