ઉનાળામાં ઘરમાં લાવો ઠંડક

ઉનાળો હવે મુંબઈમાં આવી ચૂક્યો છે એમ કહી શકાય, કારણ કે હવે સૂર્ય દેવ કંઈક વધુ જ કોપાયમાન થઈ રહ્યા છે અને હવે લોકો ઘરની બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે. એવામાં જો ઘરમાં ઠંડક ન મળતી હોય તો પ્રૉબ્લેમમાં વધારો થવાનો એટલે જોઈએ કેટલાક એવા હોમ ડેકોરના ઉપાયો જેનાથી ઉનાળામાં ઘર વધુ માણવાલાયક અને ઠંડકભર્યું બનશે.

aparna-homeકૉટન અને લિનનનું ફર્નિશિંગ

લાઇટ કે બ્રાઇટ અને સુંદર ઇન્ડિયન સમર લુક માટે બેડશીટ, કર્ટન્સ, સોફા-કવર, પિલો-કવર વગેરે ટાઇપનાં ફર્નિશિંગ ખાખી, કૉટન સિલ્ક તેમ જ મલ કૉટન જેવાં મટીરિયલ્સ વાપરો. આવાં મટીરિયલ્સ તપતાં નથી અને ઠંડક ફેલાવે છે. જો તમને આવાં મટીરિયલ્સ વાપરવાં થોડાં ડલ અને બોરિંગ લાગતાં હોય તો જરી, બ્રોકેડ વેલ્વેટ જેવાં રિચ ફૅબ્રિકની બૉર્ડર કે પેચ મુકાવીને થોડો જુદો લુક આપી શકાય. આ બૉર્ડર કૉન્ટ્રાસ્ટ કલરમાં પસંદ કરવી. સિલ્વર અને વાઇટ કૉમ્બિનેશનવાળા કર્ટન વિન્ડો પર લગાવી જોજો, ઘરને ખૂબ આકર્ષક લુક મળશે.

રંગો પણ ઠંડક આપે છે

તડકામાં થતી ગરમીમાં તાજગી મેળવવા માટે સૌથી જરૂરી છે એવા રંગો જેને જોતાં જ આંખોને ઠંડક મળે અને એવા કલર છે સફેદ, પીળો, પિન્ક તથા લાઇટ બ્લુ. આ રંગો સૉફ્ટ હોવાને લીધે એ વાતાવરણમાં વધતી ગરમીમાં પણ ઘરને ઠંડું રાખે છે. ઉનાળાની બપોરે જ્યારે થાકીને વ્યક્તિ ઘરે આવે ત્યારે તેને જરૂર પડે છે શકુનની. બેઠક-એરિયાને લાઇટ પિન્ક, ઑફ વાઇટ જેવા શેડથી સજાવો. આ એરિયાનું ફર્નિચર તેમ જ દીવાલો આવા જ સૉફ્ટ રંગોમાં રંગો, પણ ધ્યાન રાખવું કે શેડ ભલે લાઇટ હોય, ડલ ન હોય અથવા ઘરમાં ફ્રેશનેસ લાગવાને બદલે આળસ અનુભવાશે.

સફેદ રંગ બીજા કોઈ પણ રંગ કરતાં વધારે લાઇટ રિફ્લેક્ટ કરે છે. એનાથી રૂમ વધારે મોટો અને રોશનીવાળો લાગે છે. રોશનીમાં વધારો કરવા માટે મોટા અરીસા સારું કામ કરશે તેમ જ રૂમમાં વધારે સૂર્યપ્રકાશ આવે એ માટે વિન્ડોના પડદા પણ ખુલ્લા મૂકી શકાય. વાઇટ રંગ ઠંડક પણ આપે છે જેથી જો વધારે તડકો આવે તો પણ રૂમમાં હાજર વ્યક્તિને ગરમીનો અનુભવ નહીં થાય.

ફર્નિચર અને ઍક્સેસરીઝ

ઘરમાં વાઇટની આખી થીમને ધ્યાનમાં રાખતાં તમારાં ફર્નિચર અને ઍક્સેસરીઝમાં પણ વાઇટનો થોડો ટચ હોવો જરૂરી છે. ઍક્સેસરીઝમાં આરસની મૂર્તિઓ, વાઝ, સોફા પરના પિલો, બેડ પરના પિલો વગેરેને તમે ઘરમાં વપરાયા હોય એના કરતાં થોડા જુદા શેડમાં બનાવડાવી શકો છો, પણ આ માટે સોફાનો રંગ સફેદ ન હોય એ ધ્યાનમાં રાખો. વાઇટ ઍક્સેસરીઝ ઘરને ફ્રેશ લુક આપે છે. સખત અને વજનદાર લાકડાંના ફર્નિચરની જગ્યાએ નેતરનું હલકું ફર્નિચર સૉફ્ટ લુક આપશે.

થોડી તાજગી

અત્યારે આમ પણ ફૂલોની સીઝન છે. આટલી ગરમી હોવા છતાં ઉનાળામાં ફૂલો વધુ ખીલે છે. ફૂલોને જોતાં જ તાજગી મળે છે. પછી એ સુગંધિત ગુલાબ હોય કે ફક્ત શો માટે રખાતાં જરબેરા ફૂલો. ઘરમાં કોઈ પણ જગ્યાએ ફૂલો સજાવી શકાય. ઘરમાં ફૂલો લાવવા માટે કોઈ ખાસ કારણની જરૂર નથી. ઉનાળામાં તો રોજ જ ફૂલોથી ઘર મહેકાવી શકાય. એક કાચના ટ્રાન્સપરન્ટ વાઝમાં રજનીગંધાની લાંબી દાંડીઓ રાખો અથવા સફેદ ગુલાબ ગોઠવો. આ ફૂલો ખરેખર ખૂબ શકુન આપશે અને ઘરને મળતો આકર્ષક લુક નફામાં. વાઝની જગ્યાએ તમે કાચનું કે માટીનું બેઠું વાસણ પણ વાપરી શકો છો જેમાં પાણી ભરીને ફૂલો તરતાં મૂકી શકાય. સફેદ કલરનાં બધા જ પ્રકારનાં ફૂલો આ સીઝનમાં સજાવવા માટે બેસ્ટ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK