આજથી શરૂ થઈ રહ્યો છે પારસી નવરોઝ, જાણો ખાસ વાતો

અંગ્રેજી કેલેન્ડરમાં ઓગસ્ટ મહિનામાં પારસી સમુદાયના લોકો નવું વર્ષ ઉજવે છે. આ વર્ષે 17 ઓગસ્ટ એટલે કે આજના દિવસે પારસીઓ નવું વર્ષ ઉજવી રહ્યા છે, જેને નવરોઝ તરીકે ઓળખવામાં આવે છે.

PARSI



શું છે પારસી ધર્મ ?

વિદ્વાનો અુસાર પારસી ધર્મ ઈરાનનો પ્રાચીન અને પ્રચલિત ધર્મ છે, જે જંદ અવેસ્તા નામના ધર્મગ્રંથ પર આધારિત છે. પારસી ધર્મના સંસ્થાપક મહાત્મા જરથૃષ્ટ મનાય છે, એટલે તેને જરથૃષ્ટિ ધર્મ પણ કહે છે. પારસી ધર્મની ત્રણ પ્રમુખ શિક્ષા છે, હુમત, હુખ્ત અને હુવર્શ્ત. જેને સંસ્કૃતમાં સુમત, સુક્ત અને સુર્વતન કહેવાય છે. તેનો અર્થ થાય છે સુબુદ્ધિ, સુભાષ અને સુવ્યવહાર. પારસી એક ઈશ્વરમાં માને છે, જેને અહુરા મજ્દા કે હોરમજ્દ કહેવાય છે. એવું મનાય છે કે પારસી ઈશ્વર હિંદુ વૈદિક દેવતા વરુણને મળતા આવે છે. પારસી ધર્મમાં પણ અગ્નિને અત્યંત પવિત્ર મનાયો છે, અને આ અગ્નિ દ્વારા જ અહુરા મજ્દાની પૂજા થાય છે. પારસી મંદિરોને આતિશ બહેરામ કહેવાય છે. પારસી માન્યતાઓ અનુસાર અહુરા મજ્દાનો સૌથી મોટો દુશ્મ અંગિરા મેન્યુ ઉર્ફે આહરીમાન છે.

મહત્વના પારસી તહેવાર

પારસી ધર્મમાં માનતા લોકો મુખ્યત્વે સાત પર્વ મનાવે છે. જેમાં પહેલો છે નવરોઝઃ નવરોઝ કે નૌરોજ ઈરાની નવા વર્ષનું નામ છે, જેને ફારસીમાં નયા સાલ પણ કહેવાય છે. અને મુખ્યત્વે ઈરાનીઓ તેને ઉજવે છે.

બીજો છે ખોરદાદસાલઃ પારસી ધર્મના નાગરિકોનો આ પણ મુખ્ય તહેવાર છે

ત્રીજો જરથુસ્ત્રનો, ચોથો ગહમ્બર્સ, પાંચમો ફ્રાવાર દેગન, છઠ્ઠો પતેતી. જરોસ્ત્રેયન કેલેન્ડર મુજબ નવા વર્ષના પ્રારંભે પારસીઓ પતેતી ઉજવે છે. આ દિવસે પારી સમુદાયના લોકો પરંપરાગત પોશાકમાં અગિયારીમાં જઈને પૂજા અર્ચના કરે છે.

સાતમો તહેવાર છે જમશેદ નૌરૌજઃ પશ્ચિમી એશિયા, મધ્ય એશિયા, કાકેશસ, બ્લેક સી બેઝિન અને બાલ્કનમાં મનાવાય છે. તે ઈરાની કેલેન્ડરમાં પહેલો મહિનો, ફર્વવર્ડ ના પહેલા દિવસનું પ્રતીક છે. સામાન્ય રીતે તે 21 માર્ચની આસપાસ ઉજવાય છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK