ઘેરબેઠાં કરો શૉપિંગ

મૉલ સુધી જવાનો પણ કંટાળો આવતો હોય એવા લોકો માટે ઑનલાઇન શૉપિંગ નામની એક સરસ મજાની દુનિયા છે

 

 

(અર્પણા ચોટલિયા)

 

શહેરમાં જ્યારે હવે જમીન છે જ નહીં એવામાં કપડાંની દુકાનમાં ટ્રાયલ-રૂમ મળવી એક લક્ઝરી જેવું લાગે, પણ હવે જ્યારે લોકો ઑનલાઇન શૉપિંગ કરવાનું પસંદ કરી રહ્યા છે એવામાં ઇન્ટરનેટ પર સેફ્ટી-પિનથી લઈને સોફાસેટ સુધી બધું જ વેચતા સ્ટોર્સની ભારે ગિરદી છે. કેટલીક વાર સ્ટોરમાં ન મળતી ચીજો પણ ઑનલાઇન મળી જાય છે ત્યારે જાણીએ ઑનલાઇન શૉપિંગ વિશે.

 

રિસ્ક ઘટ્યું

 

દરેક સ્ટોરને તમારા ઘરમાં જ લઈ આવતી વેબસાઇટો પર હવે ગ્રાહકો વિશ્વાસ કરતા થઈ ગયા છે, કારણ કે તેઓ કૅશ ઑન ડિલિવરી એટલે કે માલ લીધા પછી જ પૈસા ચૂકવવાની સુવિધા આપવા લાગ્યા છે. આ સુવિધાને લીધે લોકોને પોતાના પૈસા ડૂબી જશે એવું રિસ્ક નથી રહેતું અને તેઓ વધુ ને વધુ શૉપિંગ વેબસાઇટ મારફતે જ કરવા પ્રેરાય છે. ઉપરથી બ્રૅન્ડેડ ચીજો સસ્તા દામમાં પણ મળી જાય છે. www.fashionandyou.com જેવી વેબસાઇટ તો તેમના ઑનલાઇન સ્ટોરમાં રહેલી ચીજો જે-તે બ્રૅન્ડની જ છે એની ગૅરન્ટી પણ આપે છે. જો ઑનલાઇન પેમેન્ટ કરવામાં વિશ્વાસ આવતો હોય અને બૅન્ક નેટ-બૅન્કિંગની ફૅસિલિટી આપતી હોય તો પેમેન્ટ કરી દો અથવા ખરીદ્યા પછી પૈસા આપો, ચૉઇસ તમારી છે. કેટલાક લોકો તો ગોલ્ડ અને ડાયમન્ડ જ્વેલરી પણ ઑનલાઇન ખરીદવા લાગ્યા છે.

 

ઝંઝટમુક્ત વાતાવરણ

 

કોઈ સ્ટોરમાં જાઓ ત્યારે સેલ્સમૅન કદાચ એક કરતાં વધારે કસ્ટમરોને હૅન્ડલ કરતો હશે અને એવામાં તે કદાચ તમારા પર ધ્યાન નહીં આપી શકે તેમ જ સ્ટોર સુધી પહોંચવામાં નડતો ટ્રાફિક, ત્યાંનું ઘોંઘાટિયું વાતાવરણ અને ડિસ્ટર્બન્સ શૉપિંગને માથાના દુખાવા સમાન અનુભવ બનાવી દે છે એની સામે ઑનલાઇન સ્ટોર ફક્ત તમારા માટે જ ખુલ્લો હશે, એ પણ તમારા સમય અને તમારી ફુરસદ અનુસાર. ચીજો પસંદ કરવામાં મોટી રેન્જ આંખો સામે હશે અને ડિસ્ટર્બ કરવાવાળું પણ કોઈ નહીં હોય. આ જ ફાયદાઓને કારણે ઑનલાઇન શૉપિંગને પર્સનલ કે એક્સક્લુઝિવ શૉપિંગનું નામ આપવામાં આવે તો એ કંઈ ખોટું નથી. વળી અહીં જો ઇમ્પોર્ટેડ આઇટમો પહેરવાનો શોખ હોય તો ઇન્ટરનૅશનલ વેબસાઇટો મારફતે એ પણ પૂરો કરી શકાય છે.

 

શું ખરીદવું?

 

આજ સુધી ઑનલાઇન શૉપિંગમાં જોયા પ્રમાણે લોકો એવી ચીજો લેવાનું વધુ પસંદ કરે છે જેમાં માપ કે ફિટિંગની ઝંઝટમારી ન હોય. અહીં અન્ડરગાર્મેન્ટ્સ કરતાં ફ્રી-સાઇઝ શર્ટ અને કુરતાઓ વધુ વેચાય છે. કૉસ્મેટિક્સ, ઇલેક્ટ્રૉનિક આઇટમ્સ, ગૅજેટ્સ, ઘરસજાવટની તેમ જ જરૂરિયાતની ચીજો, જ્વેલરી, ઍક્સેસરીઝ વગેરે લોકો આસાનીથી વધારે કંઈ વિચાર્યા વગર ખરીદી લે છે. shopo.in નામની વેબસાઇટ પર તમે જ્વેલરી, કપડાં, સ્ટેશનરી, હોમ-પ્રોડક્ટ તેમ જ ફૂડ જેવી બધી જ ચીજો ઑનલાઇન ખરીદી શકો છો. આપણે ત્યાં શર્ટ અને કુરતાઓનું માર્કેટ ખૂબ મોટું છે પણ એની સામે ફિટિંગવાળી જીન્સ કે કૉકટેલ ડ્રેસ ઑનલાઇન અને ટ્રાય કર્યા વગર ખરીદવાનું રિસ્ક યુવતીઓ નથી લેતી.

 

ડિસ્કાઉન્ટ્સ અને ગિફ્ટ્સ

 

ઑનલાઇન શૉપિંગ કરવાનો સૌથી મોટો ફાયદો છે એના પર મળતાં મોટાં ડિસ્કાઉન્ટ્સ, કારણ કે અહીં તમારા અને પ્રોડક્ટ વચ્ચે વધારે લોકો નથી. તમારો કૉન્ટૅક્ટ ડાયરેક્ટ હોલસેલર કે મૅન્યુફૅક્ચરર સાથે થાય છે અને માટે જ તમે ખરીદેલી ચીજો અસલી છે એની પણ ખાતરી રાખી શકો છો. કેટલીક વેબસાઇટ તમે કેટલાક ચોક્કસ અમાઉન્ટ ઉપરની ખરીદી પર બીજા શૉપિંગ માટે ડિસ્કાઉન્ટ આપે છે તેમ જ કેટલીક ઑનલાઇન પેમેન્ટ વેબસાઇટ પણ હવે ફોનનું બિલ ભર્યા પછી ebay.in જેવી વેબસાઇટના ફ્રી-વાઉચર આપતી હોય છે, જેનાથી લોકો શૉપિંગ કરવા પ્રેરાય છે. કેટલીક વાર જો તમે આપેલો ઑર્ડર વેબસાઇટની કોઈ ભૂલને કારણે કૅન્સલ થઈ જાય કે કોઈ ગરબડ થાય તો એ એની ભરપાઈ પણ જંગી ડિસ્કાઉન્ટ્સ અને ફ્રી ગિફ્ટ્સ આપીને કરે છે.

 

ઈએમઆઇ

 

ઈએમઆઇ (ઈઝી મન્થ્લી ઇન્સ્ટૉલમેન્ટ) એટલે કે ટુકડા-ટુકડામાં પૈસા ચૂકવવાના શોખને પૂરો કરી શકવાની સુવિધા તમને કોઈ સ્ટોર નહીં આપે. ઉદાહરણ તરીકે ઍપલનો લેટેસ્ટ આઇફોન વાપરવો છે, પણ એકસાથે ૪૫,૦૦૦ રૂપિયા ચૂકવી ન શકો તો ebay.in કે gadgets.in જેવી વેબસાઇટ બૅન્કમાંથી ડાયરેક્ટ ઈએમઆઇની ફૅસિલિટી કરાવી આપે છે, જેમાં તમે દરેક મહિને થોડા-થોડા કરીને પૈસા ચૂકવી શકો છો અને એ દરમ્યાન આઇફોન તો તમે વાપરતા જ હશો. ફક્ત ઇલેક્ટ્રૉનિક્સમાં જ નહીં, જ્વેલરી અને કપડાંમાં પણ આવા ઑપ્શન મળી રહે છે. ઘણા ગૅજેટ્સના રસિયાઓ તો આવી વેબસાઇટ અને ઈએમઆઇની સુવિધાને પગલે દર મહિને લેટેસ્ટ અને મોંઘાં ગૅજેટ્સ ખરીદતા રહેતા હોય છે.

 

સોશ્યલ નેટવર્કિંગ

 

કેટલાક ભેજાબાજોએ ફેસબુક જેવી સોશ્યલ નેટવર્કિંગ વેબસાઇટને પોતાનો સ્ટોર બનાવી દીધો છે. લિમિટેડ એડિશન, ક્રાફ્ટઇન, કપકેક્સ ઍન્ડ ક્લોઝેટ, ટૅન્ટ્રમ શૂઝ જેવાં ફેસબુક પેજિસ પોતાની પ્રોડક્ટ્સને પોતાના ફેસબુક પેજ પર પોસ્ટ કરી ગ્રાહકો સુધી પહોંચે છે અને ઓછામાં ઓછા કુરિયર ચાર્જિસ લઈને ઘર સુધી પ્રોડક્ટ પહોંચતી કરે છે. હાલમાં ધર્મનો પ્રચાર હોય કે પછી કોઈ ચીજની જાહેરાત, ફેસબુક એ સૌથી મોટું અને આસાન માધ્યમ છે. કેટલીક મોટા શોરૂમોની પણ વેબસાઇટ હોય છે જેના પરથી એ ઑનલાઇન શૉપિંગની સુવિધા પૂરી પાડે છે.

 

કેવી રીતે કરાય ઈ-શૉપિંગ?

 

મોટા ભાગની શૉપિંગ વેબસાઇટ ચાર ક્લિકવાળી પૅટર્ન ફૉલો કરે છે જેમાં પ્રોડક્ટ પસંદ કરો, ક્વૉન્ટિટી પર ક્લિક કરો અને કાર્ટમાં મોકલો. બિલિંગ ઍડ્રેસનું ફૉર્મ ભરો, મોડ ઑફ પેમેન્ટ પસંદ કરો. આ ચાર સ્ટેપ્સનો સમાવેશ થાય છે.

 

જો તમે ઑનલાઇન પેમેન્ટનો પર્યાય પસંદ કરતા હો તો પૈસા આપતાં પહેલાં એ વેબસાઇટના રિવ્યુ વાંચી લો તેમ જ સો ટકા સેફ અને સિક્યૉર હોય તો જ પેમેન્ટ કરો.

 

જો તમે મગાવેલી પ્રોડક્ટ ખોટી સાઇઝ કે ડિઝાઇનની આવી જાય તો મોટા ભાગની વેબસાઇટ્સ ચીજોને તમારી જરૂરિયાત પ્રમાણે એક્સચેન્જ કરી આપવાની સુવિધા પણ આપે છે. આમાં ડૅમેજ થયેલી ચીજોનો પણ સમાવેશ થાય છે.

 

ખરીદનારે વેબસાઇટને ચીજો ડિલિવર કરવા માટે ઓછામાં ઓછો ૧૦ દિવસનો સમય આપવો પડે છે. આ માટે દરેક વેબસાઇટના નિયમો જુદા હોઈ શકે.

 

કેટલીક ફેમસ ઑનલાઇન શૉપિંગ વેબસાઇટ

 

www.ebay.in
www.fashionandyou.com
www.shopo.in
shopping.rediff.com
shopping.indiatimes.com
naptol.com
homeshop18.com
flipkart.com

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK