નેપાળના આ મોસ્ટ બ્યુટીફુલ પ્લેસ છે મૃત્યુ પહેલાં એકવાર જોવા જેવા

ભારતના પાડોશી દેશ અને પહાડોની નગરી નેપાળ તેની સુંદરતા માટે જગવિખ્યાત છે.એન્ડવેન્ચર પ્રેમીઓ માટે નેપાળ મજાનો દેશ છે.



વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ નેપાળની મુલાકાતે છે.ભારતના પાડોશી દેશ અને પહાડોની નગરી નેપાળ તેની સુંદરતા માટે જગવિખ્યાત છે.એન્ડવેન્ચર પ્રેમીઓ માટે નેપાળ મજાનો દેશ છે.આ ઉપરાંત નેપાળમાં કુદરતી સૌંદર્ય પણ આંખોમાં વસી જાય તેવુ છે.નેપાળમાં અનેક ખીણો પણ આવેલી છે.આ ઉપરાંત ઉંચા માઉન્ટેન પર ટ્રેકિંગની પણ આગવી મજા પડે છે.આપણે નેપાળના વેરી ફેમસ પ્લેસ કાઠમડું,પોખરા,પશુપતિનાથ વિશે જ મોટેભાગે સાંભળ્યુ છે.અહીં નેપાળના 18 મોસ્ટ બ્યુટીફુલ પ્લેસના ફોટોઝ શેર કરવામાં આવ્યા છે,જેની સુંદરતા જોઈને જ તમે પણ પ્લાનિંગ કરી લેશો નેપાળના પ્રવાસે જવાનું.


કોશી તાપ્યુ વાઈલ્ડલાઈફ રિઝર્વ-અહીં તમે બર્ડ વોચિંગનો નજારો માણી શકો છો.આ જગ્યા ઈસ્ટ નેપાળમાં આવેલી છે.અહીં બર્ડ વોચિંગ ઉપરાંત,ખળખળ કરતાં ઝરણાનો લ્હાવો પણ લેવા જેવો છે.ખાસ કરીને શિયાળામાં પ્રવાસીઓની સંખ્યા અહીં વધારે હોય છે.જો તમારે આ જગ્યા જોવી હોય તો જાન્યુઆરીથી ફેબ્રુઆરી સુધીનો સમય બેસ્ટ છે.

ચિતવન નેશનલ પાર્ક-બેંગાલ ટાઈગર માટે આ નેશનલ પાર્ક ખુબ ફેમસ છે.આ નેશનલ પાર્કની સ્થાપના લગભગ 1973માં થઈ હતી.આ નેપાળનુ પહેલુ નેશનલ પાર્ક માનવામાં આવે છે.આ જગ્યા નેપાળના સાઉથ સેન્ટ્રલમાં આવેલી છે.લગભગ 93,200 હેકટર્સમાં આ નેશનલ પાર્ક ફેલાયેલુ છે.

લ્યુમ્બિનિ-લોર્ડ બુધ્ધાનો જન્મ લગભગ 623 વર્ષમાં અહીં થયો હોવાનુ મનાય છે.આ જગ્યા સાઉથ નેપાળમાં આવેલી છે.આ ખુબ પવિત્ર સ્થળ છે.વિશ્વના મોટાભાગના બુધ્ધ ધર્મીઓ અહીં અવાર નવાર આવે છે.

બરૂન વેલી-અંહીના હાઈવોટરફોલ્સ જોવાની મજા જ અનોખી છે.પહાડો,વન અને રંગબેરંગી ફુલો નજારો જીવનપર્યતનું સંભારણુ બની રહે તેવી છે આ જગ્યા.આ યુનિક લેન્ડસ્કેપ જોવા દૂર દૂરથી પ્રવાસીઓ આવે છે.

રોલવેલિંગ વેલી-આ અમેઝિંગ પ્લસે હિમાલય વેલીમાં જ આવેલુ છે.આ બુધ્ધિસ્ટોનુ હોલી પ્લેસ પણ છે.અહીં એવરેસ્ટ શર કરવાની ખુબ મજા પડે છે.આ ઉપરાંત ફોરેસ્ટ નિહાળવાનો અનોખો લ્હાવો પણ લેવા જેવો છે.

નામચે બાઝાર-આ જગ્યા ગેટ વે ઓફ માઉન્ટ એવરેસ્ટ તરીકે ખુબ જાણીતી છે.આ જગ્યા ખુમ્બુના સેન્ટ્રેલ વિસ્તારમાં આવેલી છે.આજે આ જગ્યા મેગા ટુરિસ્ટ હબ બની છે.

બદિમાલિકા બાઝુરા-બદિમાલિકા ટેમ્પલ બાઝુરા ડિસ્ટ્રીકમાં આવેલુ છે.અહીંની સંસ્કૃતિ,કુદરતી નજારો,ક્લાઈમેટ ,આલ્હાદ્દક જલતરંગો જોવા જેવા છે.આ જગ્યા મેડિટેટિંગ માટે પણ ખુબ જાણીતી છે.


મનગ વેલી-મનગ વેલી નેપાળ અને તિબેટની બોર્ડ નજીક આવેલી છે.અંહીનો કુદરતી નજારો જોવા જેવો છે.અહીંથી ત્રણ ટ્રેક શરૂ થાય છે.આ ત્રણ ટ્રેક છે તોહરનગલા,મુક્તિનાથ અને મુસ્તાંગ.જો કે મોટેભાગે લોકો અહીં સેન્ટ્રલ નેપાલ થઈને આવવાનુ જ પસંદ કરે છે.

પંચ પોખારી-પંચ પોખારીનો અર્થ છે પાંચ પવિત્ર લેકનો સમૂહ.પંચ પોખારી નોર્થ ઈસ્ટમાં કાઠમંડુમાં સ્થિત છે.આ હિન્દુઓનુ પિલગ્રામ પ્લેસ છે.આ જગ્યા હેરિટેજ માટે પણ ઘણી એવી પ્રસિધ્ધ છે.અહીની રેન્જ એકદમ બ્યુટીફુલ છે.

લન્ગતાંગ વેલી-આ બ્યુટીલ પ્લેસ નોર્થ કાંઠમંડુમાં આવેલુ છે.અહીંનુ હાઈ માઉન્ટેન લેક ગોસાઈકુંડા જોવા જેવુ છે.

તિલિચો લેક-આ બ્યુટીફુલ તિલિકો લેક જોવાનુ ચૂકવા જેવુ નથી.આ લેકને નિહાળવા લોકો દૂર દૂરથી આવે છે.આ લેકનો એક ભાગ હાર્ટ શેપમાં દેખાય છે.


અપર મુસ્તાંગ-આ એક ઈન્ડિપેન્ટ કિંગડમ છે.આ જગ્યા તિબેટના કલ્ચર અને ભાષા સાથે ખુબ મળતી આવે છે.આ જગ્યા ધવલગીરી અને અન્નપૂર્ણા માઉન્ટેન રેન્જ પર આવેલી છે.


ગોકયો વેલી-આ જગ્યા ગ્લેસિયર ફેડ માટે ખુબ જાણીતી છે.અહી હિન્દુ અને બુધ્ધિસ્ટ યુવાનોએ આ જગ્યાને મુક્ત કરાવી હતી તેવુ પણ માનવામાં આવે છે.

અન્નપૂર્ણા બેઝ કેમ્પ-અન્નપૂર્ણા બેઝ કેમ્પ ખુબ જાણીતુ સ્થળ છે.અહી વિશ્વનો સૌથી ખતરનાર પિક પોઈન્ટ પણ છે.અહીંનુ વાતાવરણ પણ દિવસે દિવસે બદલાતુ રહે છે.શિયાળામાં અહી બરફના થર જામે છે.

ખ્પતાડ નેશનલ પાર્ક-આ જગ્યા ચાર ડિસ્ટ્રીક્ટમાં પથરાયેલી છે.તે નેપાળના દક્ષિણ ભાગમાં પડે છે.ડિનમ્દુ ગુરૂ ખપ્તાડ સ્વામીના નામ પરથી આ જગ્યાનું નામ ખપ્તાડ નેશનલ પાર્ક પડ્યુ હોવાનુ માનવમાં આવે છે.

ખુમ્બુ રિઝન-નોર્થનો સોલુખુમ્બુ જિલ્લો ખુમ્બુ તરીકે વધારે જાણીતો છે.અહી શર્પા કોમ્યુનિટિ સારી એવી સંખ્યામાં છે.આસપાસના પહાડો પર એન્ડવેન્ચર પ્રેમીઓ ટ્રેકિંગની પણ મજા માણે છે.

રારા નેશનલ પાર્ક-અહી નેપાળનુ સૌથી મોટુ લેક હોવાનુ મનાય છએ.આ ઉપરાંત આ જગ્યા વિશ્વની સૌથી સુંદર જગ્યા માનવામાં આવે છે.

શ્રેય પોક્સુન્ડો નેશનલ પાર્ક-આ વિશ્વનો સૌથી સુંદર નેશનલ પાર્ક માનવામાં આવે છે.અહીં પ્રકૃતિના ત્રણ સ્વરૂપો એક સાથે જોવા મળે છે.એક તો કુદરતી નજારો,બરફોના થર અને ખળખળ પહેતુ પાણી.અહીનો નજારો એટલો સુંદર છે કે આંખોમાં સદાયને માટે વસી જાય.




Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK