માની સેવા કરવાનું પણ નસીબ જોઈએ

ગોવિંદાને મમ્મીની પૂજા કરવી એ શક્તિની પૂજા કરવા સમાન લાગે છે

govinda-momઅર્પણા ચોટલિયા

‘હું આજે જે કંઈ છું એ મારી મમ્મીને કારણે જ છું.’ આવું કહેતાં ઇમોશનલ થતો ગોવિંદા પોતાની આખી લાઇફને પોતાની મમ્મી નિર્મલા આહુજાને સમર્પિત કરે છે. નિર્મલા આહુજા ૧૯૪૦ની સાલનીં ખ્યાતનામ અભિનેત્રીઓમાંનાં એક હતાં. તેઓ પતિયાલા ઘરાણાનાં ક્લાસિકલ સિંગર હતાં. ૧૯૯૬માં તેમનું બીમારીને કારણે મૃત્યુ થયા બાદ પણ આજ સુધી ગોવિંદાએ પોતાના માટે માને જીવંત રાખી છે. તે કહે છે, ‘મારે માને ક્યાંય શોધવા જવાની જરૂર નથી, તે તો મારી પાસે જ છે.’ જીવનમાં પોતાની મમ્મીને જ તે પોતાની પહેલી અને છેલ્લી ગુરુ પણ માને છે.

હું નાનો હતો ત્યારે સવાલો ખૂબ પૂછતો. બસ, આ એક જ વાત છે જે મારી મમ્મીને નહોતી ગમતી. તે ખૂબ જ સેવાભાવી અને દયાળુ હતી અને તેની દાન કરવાની ટેવ વિશે હું હંમેશાં કહેતો કે આટલું બધું દાનમાં આપી દેવાનો શું અર્થ. અને તે મને સમજાવતી કે પોતાના આત્માને સુખી કરવા માટે સારાં કમોર્ કરવાં જરૂરી છે. ત્યાર બાદ હું સમજણો થયો અને મને આ વાત સમજાઈ ગઈ. ત્યાર બાદ મેં સવાલો પૂછવાનું બંધ કરી દીધું.

આજે મારી સિદ્ધિઓ, મારું સુખ અને મારી ખુશી બધાંનું કારણ મારી મા જ છે. હું હંમેશાં મારી માના બતાવેલા રાહ પર ચાલું છું અને માટે જ સુખી છું. મારા હાથે જો કોઈ સારું કામ થતું હોય તો એ પણ એટલા માટે કે મારી માએ મને એવું કરતાં શીખવ્યું છે; પછી એ પરિવારની સેવા હોય કે ભગવાનની સેવા. આ મારી મમ્મીનો આશીર્વાદ છે. આશીર્વાદ એ ખૂબ મોટી ચીજ છે. આ આશીર્વાદરૂપે માની છાયા હંમેશાં તમારી સાથે હોય છે.

જીવનમાં કેટલીયે તકલીફો વચ્ચે પણ મારી મમ્મીએ ખૂબ મહેનત કરી અમને પાંચેય

ભાઈ-બહેનોને એમાંથી ઉગાયાર઼્ર્ અને આટલાં સફળ બનાવ્યાં. હું જ્યારે નાનો હતો ત્યારે તે મારા માટે ફક્ત મા હતી. ત્યાર બાદ મોટો થયો અને એ મારી ગુરુ થઈ અને મોટો સ્ટાર બન્યો ત્યાર બાદ પણ એ જ મારી ગુરુ રહી છે. મારાં મમ્મી અને પપ્પા બન્ને આર્ટિસ્ટ હતાં અને માટે જ મારામાં પણ તેમના એ ગુણો આવ્યા છે. મા એક શક્તિ છે અને તેની સેવા અને પૂજા કરવાથી શક્તિ મળે છે. આ શક્તિનો લાભ લેવા માટે પણ નસીબ સારું હોવું જરૂરી છે. મા-બાપની સેવા કરવાનો મોકો જીવનમાં દરેકને નથી મળતો. આજકાલ સંતાનોએ માને ઘરમાંથી કાઢી મૂકી એવા કિસ્સાઓ અવારનવાર સંભળાતા રહે છે જે ખૂબ જ ખોટું કહેવાય. આવાં સંતાનોને મારી એક જ સલાહ કે મા ખુશનસીબોને મળે છે. માટે ભગવાને જે મારૂપી અમૂલ્ય ભેટ આપી છે તેને સાચવી રાખો અને જીવનભર તેની સેવા કરો, કારણ કે નસીબમાં ન હોય તેમને મા-બાપ મળતાં નથી. અને જો એવા નસીબદારોમાંના એક હો તો મા-બાપની હંમેશાં સેવા કરો. મેં એવાં કર્મ કર્યા હશે એટલે જીવનમાં મને મારી માની સેવા કરવાનો મોકો મળ્યો. માનો વર્ષો પહેલાં જ્યારે સ્વર્ગવાસ થયો એ પછી પણ મેં સેવા ચાલુ જ રાખી છે.

સ્વર્ગવાસી થયા બાદ પણ મને મારી મા સાક્ષાત મારી સામે દેખાય છે અને આ વિશે ઘણા લોકો એલફેલ બોલી ચૂક્યા છે; પણ હું એટલું જ કહીશ કે મારી મા ક્યાંય ગઈ નથી, મારી સામે જ છે અને મારી પાસે જ છે. આખી જિંદગી મેં એ જ કર્યું જે મારી મમ્મીએ મને કહ્યું; પછી એ પર્સનલ લાઇફ હોય કે પ્રોફેશનલ. હું હંમેશાં મારી મમ્મીએ આપેલી શિખામણો માનતો આવ્યો છું.

અમે છીએ મમ્માઝ ગર્લ

હું ખૂબ લકી છું કે મને આવી સપોર્ટિવ અને હંમેશાં પ્રોત્સાહન આપતી મમ્મી મળી છે. તે હંમેશાં મારા સારા અને કપરા સંજોગોમાં મારી સાથે રહી છે. હું આજે મારી કરીઅરમાં આટલી આગળ વધી શકી એ ફક્ત તેને લીધે જ.

મર્ધસ ડે છે એટલે આજનો આખો દિવસ હું મમ્મી જેમ કહે એ રીતે તેની સાથે જ વિતાવવાની છું. હું મારી બહેનને પણ આવીને તેને સરપ્રાઇઝ આપવાનું કહેવાની છું.

govinda-mom1-    પ્રાચી દેસાઈ



મારી મમ્મીએ હંમેશાં હું જે કંઈ કરું એમાં બેસ્ટ કરવાનું પ્રોત્સાહન આપ્યું છે. મમ્મી મારા જીવનનો સૌથી મજબૂત આધારસ્તંભ છે. હું બીમાર હોઉં ત્યારે જ તે થોડી ગુસ્સે થાય છે. બાકી, ખૂબ જ સપોર્ટિવ છે. મધર્સ ડેનું આ અઠવાડિયુ

હું દિલ્હીમાં રહીને મમ્મી સાથે જ વિતાવવાની છું. અમે સાથે શૉપિંગ કરવાનો પ્લાન કરી રહ્યાં છીએ. મૂવી પણ જોઈશું અને સાથે બેસીને થોડી ગૉસિપ પણ કરીશું.

govinda-mom2- નેહા ધુપિયા

 

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK