ઘરમાં હરિયાળી શા માટે જરૂરી છે?

ઘરમાં લીલાછમ છોડવાઓ વાવવા બધાને જ ગમે છે .જાણીએ એનાથી કેવા ફાયદા થાય છે

 

 

મોટા ભાગના લોકોને છોડવાઓ ગમે છે અને તેઓ ઘરની ટેરેસ પર કે બાલ્કનીમાં એક નાનકડું પર્સનલ ગાર્ડન બનાવવાની કોશિશ પણ કરે છે. છોડવાઓથી ઘર ફ્રેશ લાગે છે. જો ઘરમાં બધા જ પર્યાવરણપ્રેમી હોય તો એમાં હરિયાળી લાવવાનો આ અનુભવ વધુ સારો બની શકે છે. જો ઘરમાં છોડવાઓ હોય તો એની સંભાળ પણ એટલી જ જરૂરી છે, કારણ કે જો પ્લાન્ટ્સ સ્વસ્થ હશે તો જ તમે ઘરમાં સ્વસ્થ રહી શકશો. જોઈએ ઘરમાં હરિયાળી લાવવાનાં કેટલાંક જરૂરી કારણો.

 

હવા ફ્રેશ રહેશે

 

રિસર્ચ કહે છે કે ઘરમાં કૂંડામાં વાવેલા છોડવાઓ પણ ઘરને પ્રદૂષણમુક્ત કરવામાં સક્ષમ છે. ઇનડોર પ્લાન્ટ્સમાં કેટલાક પ્લાન્ટ્સ ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. શેવંતીનો છોડ રબર, રંગ, પેટ્રોલ તેમ જ પ્લાસ્ટિકમાં રહેલા પ્રદૂષણ ફેલાવનારાં તત્વોનો નાશ કરે છે. જો ઘરમાં પ્રદૂષણરહિત વાતાવરણ જોઈતું હોય તો લીલા છોડવાઓથી આસાન ઉપાય બીજો કોઈ નથી.

 

ભેજનું પ્રમાણ જાળવી રાખે છે

 

ઘરની અંદર રાખવામાં આવતા ઇનડોર પ્લાન્ટ્સ ભેજ નિયંત્રણ કરવામાં સક્ષમ છે. એ ઘરની અંદરના વાતાવરણને ખૂબ જ સૂકું થતાં અટકાવે છે. એ શિયાળાના સૂકા દિવસો દરમ્યાન ખૂબ જરૂરી છે. જ્યારે જરૂર પડે ત્યારે આપોઆપ છોડવાઓ ભેજને નિયંત્રિત કરે છે, માટે ઘરની અંદર ભેજનું પ્રમાણ અને વાતાવરણ હંમેશાં યોગ્ય રહે છે. સૂકા વાતાવરણમાં ત્વચા સૂકી થઈ જાય છે તેમ જ શરદી અને ખાંસી જેવી તકલીફો પણ થઈ શકે છે. ઘણી વાર વાતાવરણમાં વધઘટ થતાં ભેજના પ્રમાણની છોડવાઓ પર પણ અસર થાય છે અને માટે જ છોડનાં પાંદડાંઓ કાળાશપડતાં થઈ જાય છે.

 

અવાજ ઘટાડે

 

ઇનડોર પ્લાન્ટ્સ ઘરની અંદરના ઘોંઘાટના લેવલને શોષી લે છે. જો ઘર હાઇવે કે મોટા રોડની નજીક હોય તો આવા ઘોંઘાટિયા ઘરમાં છોડવાઓ ખૂબ ઉપયોગી રહેશે. ધ્વનિ-પ્રદૂષણ થાક અને બેચેનીમાં વધારો કરે છે. જો બારી કે બાલ્કનીમાં કૂંડામાં વાવેલા છોડવાઓ બહારની તરફ ફસિંગ કરીને રાખવામાં આવે તો એનાથી ઘરમાં આવતા અવાજમાં ઘટાડો થશે.

 

લાઇસ્ટાઇલમાં સુધારો

 

ઘરમાં રાખેલા છોડવાઓમાં તમારો મૂડ સુધારવાની અને થાક ઉતારવાની જાણે જાદુઈ ક્ષમતા છે. ઘરમાં જો લીલાછમ અને સુંદર છોડ આંખોની સામે હશે તો સકારાત્મક ઊર્જા મળશે. આને લીધે ઘરમાં સ્ફ્ૂર્તિ જળવાઈ રહેશે. જો ઑફિસમાં પોતાના ટેબલ પર પણ આંખોની સામે લીલા છોડવાઓ રાખવામાં આવે તો માહોલમાં તાજગી રહેશે તેમ જ કામની ગુણવત્તામાં પણ વધારો થશે.

 

ડેકોરેશન

 

ઘરમાં છોડવાઓ રાખવાનો સૌથી મોટો કોઈ ઉપયોગ હોય તો એ છે સજાવટ. ઘરમાં રાખેલા જુદા-જુદા રંગબેરંગી છોડ અને ફૂલોના કૂંડા રોજબરોજના ડેકોરેશનની ગરજ તો સારે જ છે, સાથે-સાથે ક્યારેક જો કોઈ પ્રસંગમાં ઘરમાં ડેકોરેશન કરવું હોય તો બહારથી વધુ ફૂલો ન મગાવતાં ઘરમાં રહેલાં સુંદર કૂંડાંઓને ગોઠવીને જ સજાવટ કરી શકાય છે, પણ એ માટે કૂંડાંઓના આકાર અને લુક પર પણ ધ્યાન આપવું જરૂરી છે.

 

છોડવાઓની માવજત

 

છોડવાઓની એક વાર રોપી લીધા પછી કામ પૂરું નથી થતું. એનું ધ્યાન રાખવાની અને હંમેશાં સુંદર બનાવીને રાખવાની છોડને રોપનારની ફરજ છે. નિયમિત અને યોગ્ય પ્રમાણમાં છોડવાઓને પાણી પિવડાવવું, યોગ્ય સમયાંતરે સુકાયેલાં પાનની કાપણી કરતાં રહેવું તેમ જ ખાતર નાખવું. આ બધાં જ કામો છોડ વાવ્યા પછી ફરજિયાત અને મહત્વનાં બને છે. છોડને મેઇન્ટેઈન કરવાનું કામ સરળ નથી, પણ ઇન્ટરેસ્ટિંગ જરૂર છે. જો ગાર્ડનિંગ તમારો શોખ હશે તો આ કામ તમારા માટે એક લગન બની જશે. ટેરેસ પર પણ ગાર્ડન બનાવી શકાય. ત્યાં ગાર્ડન બનાવ્યા બાદ વધેલી જગ્યામાં જો શક્ય હોય તો લીલું ઘાસ ઉગાડીને આરામખુરસી, ડે બેડ કે ઝૂલો મુકાવી શકાય. એના પર બેસીને સનસેટ સાથે ચા માણવાની મજા આ ગરમીના દિવસોમાં અનેરી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK