ઘરને આપો મોઝેક મેકઓવર

ફક્ત ટેરેસ કે બાથરૂમમાં વપરાતી મોઝેક ટાઇલ્સ સાથે ઘરના બીજા ભાગોમાં પણ એક્સપરિમેન્ટ કરવા જેવો છે

home-decor-in-mosaic-tilesકેટલાક લોકો પોતાના ઘરમાં કંઈક જુદું કરવા માટે થોડા અચકાય છે, જ્યારે કેટલાક બદલાવપ્રિય લોકો ચેન્જને નામે હંમેશાં કંઈ ને કંઈ નવું ટ્રાય કર્યા કરે છે. એમાં મોઝેક ટાઇલ્સનો ઉપયોગ ઘરને એક વાઇબ્રન્ટ ટચ આપવા માટે કામ આવે છે. એક્સપટોર્નું કહેવું છે કે મોઝેક અને મૉરોક્કન જેવી ડેકોરેટિવ ટાઇલ્સ ઘરને કલરફુલ ટેક્સ્ચર આપે છે, પણ હજીયે લોકો એને પૂલ અને બાથરૂમની ટાઇલ્સ જ માને છે. હકીકતમાં આ ટાઇલ્સ સાથે કરી શકાય એવા એક્સપરિમેન્ટ્સ ઘણા છે.

ઍક્સેસરાઇઝિંગ : મોઝેક ટાઇલ્સ કઈ રીતે લગાવવી એના ઘણા ઑપ્શન છે અને જો ક્રીએટિવિટી હોય તો વાઇલ્ડ ઇમેજિનેશનને રોકનાર કોઈ નથી. ટાઇલ્સમાં પણ તમને કાચ અને મિરરની વરાઇટીઓ મળી શકે છે. બેડની બૅકરેસ્ટ પૅનલમાં તેમ જ વૉર્ડરોબની પૅનલિંગમાં પણ મોઝેક ટાઇલ્સનો ઉપયોગ શક્ય છે. લૅમ્પ-શેડ, હૅન્ગિંગ પૉટ અને જો જગ્યા હોય તો ઘરમાં મોટા ફાઉન્ટનને પણ મોઝેક ઇફેક્ટ આપી શકાય.

ડિઝાઇનવાળી મૉરોક્કન ટાઇલ્સને ઘરની દીવાલો પર ફ્રેમ કરીને પણ લગાવી શકાય. સમાન ડિઝાઇનની બે-ત્રણ ટાઇલ્સને એકસાથે લગાવી ડિઝાઇન બનાવી શકાય. એ દેખાવમાં પેઇન્ટિંગ જેવું લાગશે. મૉરોક્કન ટાઇલ્સ ઘરના ડેકોરને રિચ ઈફેક્ટ આપે છે. લિવિંગ રૂમના સિલિંગ ટૉપમાં કે કિચનના સેન્ટર ટેબલ પર પણ મૉરોક્કન ટાઇલ્સ લગાવી શકાય.

કૉસ્ટ-ઇફેક્ટિવ : મોઝેક ટાઇલ્સ ફક્ત દેખાવમાં જ સારી નથી લાગતી, એ સસ્તી પડે છે તેમ જ મેઇન્ટેઇન કરવામાં પણ આસાન છે. પૅટર્ન અને ટેક્સ્ચરને લીધે આ ટાઇલ્સ પર ધૂળ જામી શકે છે, પણ એને આસાનીથી સાફ પણ કરી શકાય છે.

શાવરરૂમ : મોઝેક ટાઇલ્સ માટે કોઈ શ્રેષ્ઠ જગ્યા હોય તો એ છે બાથરૂમ અને રંગો છે બ્લુ અને વાઇટ કે પછી ન્યુટ્રલ શેડ્સ. એ બાથરૂમને એક નૅચરલ લુક આપશે. આ રૂમમાં બ્રાઇટ કલરના પડદા ઉમેરીને બાથરૂમને વાઇબ્રન્ટ લુક આપી શકાય. વિન્ડોની ફ્રેમમાં મૉરોક્કન ટાઇલ્સ પણ લગાવી શકાય.

કિચનમાં : જો કિચનનો લુક ડલ લાગતો હોય અને એને જો તરત જ બ્રાઇટ અને રંગીન બનાવવો હોય તો મોઝેક ટાઇલ્સ સારો પર્યાય છે. કિચનની સિન્કની બૅકસ્પ્લેશમાં મોઝેક સ્ટાઇલિશ લાગશે. ઝીણી ટાઇલ્સ આર્ટફુલ લાગશે, જ્યારે મોટી ટાઇલ્સ બોલ્ડ અને એક્સ્પ્રેસિવ લાગશે. કિચનમાં મોઝેક ફક્ત કોઈ એક ભાગમાં કે એક દીવાલ પર જ વાપરવી.

થોડી ટિપ્સ

જે જગ્યાને ડેકોરેટ કરતા હો ત્યાંના રંગ અને સાઇઝ પરથી યોગ્ય મોઝેક કે મૉરોક્કનની પસંદગી કરો, જેથી એ મૅચ થાય.

આર્ટિસ્ટિક લુક માટે જુદા-જુદા શેપની ટાઇલ્સનો એકસાથે ઉપયોગ કરો. જોકે અહીં પણ જુદા આકારની પરંતુ સરખા માપની ટાઇલ્સ પસંદ કરવી જરૂરી છે.

નાજુક મિરર કે કાચવાળી મોઝેક ટાઇલ્સ એવી જગ્યાએ લગાવવી જે જગ્યા રોજબરોજ વપરાશથી દૂર હોય, કારણ કે આ મિરર અને કાચ સાદી ટાઇલ્સની સરખામણીમાં નાજુક હોય છે. મિરરનો ઉપયોગ દીવાલ કે કોલમમાં કરી શકાય.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK