આજે દિવસ છે શુભ શૉપિંગનો

ગૂડી પડવાના સારા દિવસે ઘરવપરાશ તેમ જ પોતાના માટે નવી ચીજો ખરીદવાનું મહત્વ

gudipadva-shopingશૉપિંગ અને ફેસ્ટિવલ એક જ સિક્કાની બે બાજૂ છે. પણ ગૂડી પાડવાને દિવસે શૉપિંગ કરવાનું આપણે ત્યાં આગવુ મહત્વ છે. વર્ષનાં સાડા ત્રણ શુભ મુહુતોર્ માનું એક મુહૂર્ત એટલે આજનો ગૂડી  પડવાનો દિવસ જ્યારે કોઈ પણ શુભ કામ કરવા માટે શુભ મુહુર્ત જોવાની જરૂર નથી પડતી. આજના દિવસે ઈલેક્ટ્રોનિક્સ તેમજ બીજી ચીજોનું બજાર પણ મધમધતુ રહે છે. કારણકે આજના દિવસે જ લોકો કંઈક નવું ખરીદવાનો આગ્રહ રાખે છે. તો જોઈએ આજે શું ખરીદી શકાય.

સોનું

સોનાનાં ભાવ અને મોંઘવારીને બાજૂ પર રાખીને જો વાત કરીએ તો ગૂડી પડવાનાં અવસરે સોનું ખરીદવું ખુબ શુભ ગણાય છે. કહેવાય છે કે આજના દિવસે ખરીદેલું સોનું ઘરમાં યશ લાવે છે. સોનાનાં દાગીના ખરીદી શકાય છે અને જો ફકત ઈન્વેસ્ટમેન્ટ કે શુભ શરૂઆત ખાતર ખરીદવાની ઈચ્છા હોય તો સોનાનો સિક્કો કે લગડી ખરીદી શકાય. સોના સિવાય ચાંદી, મોતી અને પ્લેટીનમ પણ ખરીદી શકાય.

નવાં કપડાં

ગૂડી પડવા નવા કપડાં પહેરીને સેલિબ્રેટ થાય છે. માટે જો નવા કપડાં ખરીદવાનાં મુડમાં હો તો આજનો દિવસ શુભ છે. નવા કપડાં પહેરવાથી ઘરમાં પણ તહેવારનો ખુશખુશાલ માહોલ રહેશે. અને આ જ સમયે મળતા ગૂડી પડવા સ્પેશ્યલ સેલ અને ડીસ્કાઉન્ટ પણ મીસ કરવા જેવા નથી.

gudipadva-shoping1વાહનની ખરીદી:

જો નવું વાહન ખરીદવા માટે સારા સમય કે દિવસની રાહ જોતા હો તો આજનો દિવસ સૌથી બેસ્ટ છે. આવા તહેવારના દિવસોએ બાઈક, કાર જેવી ચીજોની ખરીદી પર સારું એવું ડીસ્કાઉન્ટ પણ મળી રહે છે.

ફર્નિચર

ગૂડી  પડવાને દિવસે નવું ફર્નીચર પણ ખરીદી શકાય. અને ડિસ્કાઉન્ટેડ રેટ્સ વાળું ફર્નિચર મેળવવાનો મોકો ન ચુકતા. બ્રેન્ડેડ સ્ટોર્સ ચેક કરો. આવા સ્ટોર્સ ગૂડી પડવા માટે સ્પેશ્યલ ૨૦-૨૫ ટકા જેટલી છુટ આપી દેતા હોય છે. વાહન અને સોનાની જેમ હવે ગૂડી પડવાના દિવસે ફર્નિચર ખરીદનારાઓની સંખ્યા પણ વધી છે.

gudipadva-shoping2નવાં વાસણો

જો શૉપિંગ મોલનાં હોમ સેક્શનમાં ચેક કરશો તો આજના દિવસે લોકો સ્ટીલનાં વાસણ પણ ખરીદવાનું પસંદ કરે છે. ઘણાં લોકો આજના દિવસે નવું વાસણ ખરીદીને એમાં જ સારી રસોઈ બનાવીને શુભ મુહુર્ત કરવાનું પસંદ કો છે.

ઈલેક્ટ્રોનિક્સ

ટીવી, રાફ્રીઝરેટર, માઈક્રોવેવ, વોશિંગ મશીન, લેપટોપ, કોમ્પયૂટર, ડીવીડી પ્લેયર વગેરે ચીજો પર આજના દિવસે ખૂબ ડિસ્કાઉન્ટ મળી રહે છે. ન્યુઝપેપરમાં પણ આની કેટલીએ જાહેરખબરો કેટલાએ દિવસો પહેલેથી જ આવવા લાગે છે. તો આવી ચીજો ખરીદવા માટે આ દિન ખરેખર શુભ છે.

નવું ઘર

આજનો દિવસ જો સૌથી વધુ કંઈ ખરીદવામાં શુભ ગણાતો હોય તો નવા ઘરના બુકિંગ કરવામાં, નવા ઘરમાં રહેવા જવા માટે અને ડીલ ફાઈનલ કરવામાં. ઘણાં લોકો પોતાના ઘરની પુજા કે વાસ્તુશાંતી પણ ગૂડી પડવાને દિવસે કરવાનું પસંદ કરે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK