નવા વર્ષની શરૂઆત કરો ગુણકારી લીમડાથી

ગોળ ને કડવો લીમડો ખાવાનો રિવાજ ફક્ત આજના ગુઢીપાડવાના દિવસ પૂરતો જ સીમિત ન રાખતાં રોજ અપનાવવાથી સ્કિનને પણ એના અનેક ફાયદા મળે છે



અર્પણા ચોટલિયા

જીવનમાં સુખ અને દુ:ખ બન્ને આવે છે અને બન્નેને આવકારવાં જોઈએ એ સૂચવવા આજના ગુઢીપાડવાના દિવસે સવારના પહોરમાં ગોળ સાથે કડવા લીમડાનાં પાન ખાવાનો રિવાજ છે. રોજ લીમડાનાં પાન ચાવીને ખાવાનો આઇડિયા સાંભળવામાં જ કડવો લાગે છે. જોકે એ એટલો અઘરો પણ નથી. ટેસ્ટમાં એ ભલે એટલો સારો ન લાગે, પણ એ ખાવાથી સ્કિન અને વાળ પર ખૂબ સારી અસર થાય છે. એટલે જ લીમડાના સેવનને વર્ષના આ એક દિવસ પૂરતું સીમિત ન રાખીને આખા વર્ષનો નિયમ બનાવવો જોઈએ. જાણીએ લીમડાનાં બ્યુટી-બેનિફિટ્સ.

કઈ રીતે ખાશો લીમડો?

લીમડાનાં પાનને એકલાં જ ચાવવાનો આઇડિયા ખરેખર બેસ્વાદ છે. એટલે લીમડાનાં પાનને સારી રીતે ધોઈ, કોરાં કરી ગોળ અથવા મધ સાથે ચાવીને ખાઈ શકાય. ત્યાર બાદ એક ગ્લાસ પાણી પી લેવું. આ ટેસ્ટ જીભ ઝડપથી ઍક્સેપ્ટ નહીં કરે. જોકે ધીમે-ધીમે આદત થશે અને પરિણામ એકંદરે સારું મળશે. લીમડો શરીરની સિસ્ટમને અંદરથી ક્લીન કરે છે જેને લીધે નકામાં ઝેરી તત્વો બહાર ફેંકાય છે, બૅક્ટેરિયાનો નાશ થાય છે અને રિઝલ્ટમાં મળે છે હેલ્ધી, સાફ, ખીલરહિત સ્કિન.

નીમ બાથ

ચામડીના રોગ થયા હોય તો લીમડાનાં પાનથી સ્નાન કરવાનો રિવાજ જૂના જમાનાથી ચાલતો આવ્યો છે. જોકે કોઈ રોગ થાય જ નહીં એ માટે પહેલેથી જ લીમડાનાં પાનના હેલ્ધી પાણીમાં સ્નાન કરવાનો નિયમ બનાવામાં આવે તો એનાથી સ્કિનના રોગો સામે તો પ્રોટેક્શન મળશે જ, સાથે શરીરની દુર્ગંધ અને પ્રાઇવેટ પાર્ટમાં થતા બૅક્ટેરિયલ ઇન્ફેક્શનમાં પણ રાહત મળશે.

ઍલર્જીનો ઇલાજ

લીમડાનાં પાનને ઉકાળીને એ પાણી સ્કિન પર થયેલી ઍલર્જી પર લગાવતાં એમાં રાહત મળે છે. લીમડાનાં પાનની પેસ્ટ બનાવીને પણ ઍલર્જી પર લગાવી શકાય.

લીમડાનાં પાનનું ઉકાળેલું પાણી અઠવાડિયા સુધી ફ્રિજમાં સ્ટોર પણ કરી શકાય. એટલે કે એક વાર બનાવેલું લીમડાનાં પાનનું પાણી સ્કિન-કૅર, હેર-કૅર કે કોઈ સ્કિન-ઇન્ફેક્શન માટે ઉપયોગમાં લઈ શકાય અને રોજ તાજું પાણી બનાવવાની ઝંઝટ પણ નહીં રહે.

ખીલનો અકસીર ઉપાય

લીમડામાં રહેલી ઍન્ટિ-બૅક્ટેરિયલ પ્રૉપર્ટીઓને લીધે એ ખીલ અને એક્ને પર અકસીર ઉપાય બને છે. લીમડાનાં તાજાં પાનને પીસીને એની પેસ્ટને ચહેરા પર લગાવી શકાય. એ સિવાય લીમડાનાં પાનને તકડામાં સૂકવી, એનો પાઉડર બનાવી એની પાણી સાથે પેસ્ટ બનાવીને પણ ફેસ-પૅક તરીકે ઉપયોગમાં લઈ શકાય. લીમડો ખીલ માટે જવાબદાર બૅક્ટેરિયાનો નાશ કરે છે અને ચહેરાને ક્લીન રાખે છે. આયુર્વેદમાં ત્વચા માટે લીમડાનો ઉલ્લેખ ૪૦૦૦ વર્ષથી થતો આવ્યો છે.

સ્કિન-ટોનર તરીકે

લીમડાનું પાણી બનાવી એનો ઉપયોગ ચહેરો વૉશ કર્યા બાદ ટોનર તરીકે પણ કરી શકાય. રોજ રાતે સૂતાં પહેલાં ક્લેન્ઝર લગાવ્યા પછી લીમડાના પાણીમાં રૂનું પૂમડું બોળીને ચહેરા પર લગાવવાથી ખીલ, ડાઘ, પિગ્મેન્ટેશન અને બ્લૅકહેડ્સ જેવી અનેક તકલીફોમાં રાહત મળશે.

હેર-કૅર માટે

વાળમાં ઇન્ફેક્શન કે ખોડો થયો હોય તો લીમડાના પાણીથી વાળ ધોવાથી ફાયદો થાય છે. લીમડાના પાઉડરમાં લીંબુનો રસ અને પાણી ઉમેરી પેસ્ટ બનાવી વાળમાં હેર-પૅક તરીકે લગાવવાથી પણ ફાયદો થાય છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK