ડ્રાય હોળી રમવાના છો?

પાણીનો ખૂબ ઓછો વ્યય થાય એવી ઇચ્છા હોય તો શરીર પર વધુમાં વધુ તેલ લગાવીને રમવા માટે જજો

આ વર્ષે સરકારે પણ જ્યારે પાણી રહિત હોળી રમવાની સલાહ આપી છે અને નગરપાલિકાએ પણ હોળી માટે પાણીનાં ટૅન્કર આપવાની ના પાડી દીધી છે ત્યારે આપણે પણ દેશના બીજા લોકોની પાણીની જરૂરિયાતને સમજીને પાણીનો ઓછામાં ઓછો વ્યય કરતી હોળી સેલિબ્રેટ કરવી જોઈએ અને એ હોળી પણ મજેદાર બની જ શકે છે વળી, એ ફાયદો પણ કરશે. જાણી લો કઈ રીતે.

ઇકો-ફ્રેન્ડ્લીનેસ

ઇકો-ફ્રેન્ડલી નૅચરલ કલર્સ ડ્રાય હોળી રમવાનો સૌથી સારો ઉપાય છે. સૂકી મેંદી, હળદર, મુલતાની માટી, ચણાનો લોટ, ચંદન પાઉડર વગેરે ચીજો બેસ્ટ છે. હોળી રમવા માટે તો ખરી પણ સાથે જ આવી ચીજો સ્કિન માટે પણ સારી હોવાથી એનો ફાયદો થશે. આ બધી નૅચરલ ચીજોમાં ભલે બેઝિક પણ જોઈતા રંગો મળી રહે છે. મુલતાની માટી હોય કે હળદર કે પછી મેંદી બધું જ બ્યુટી માટે સારું છે. વળી, પાણી નથી વાપરવાનું એટલે હળદરનો રંગ ગાલ પર રહી પણ નહીં જાય.

તેલ વધારે, પાણી ઓછું


ડ્રાય હોળી રમવી હોય તો એના ઉપાયરૂપે હોળીનો સૌથી જૂનો અને જાણીતો ઉપાય અહીં કામ લાગશે. એ ઉપાય એટલે તેલ. વાળ અને શરીર પર જેટલું તેલ વધુ લગાવશો પાણી એટલું ઓછું વાપરવું પડશે. સ્કિન પર તેલ લગાવવાથી રંગો ડિરેક્ટલી ચામડીના સંપર્કમાં નહીં આવે તેમ જ સ્કિનની અંદર પણ નહીં ઊતરે. આમ હોળી રમ્યા બાદ સ્નાન કરવા જશો ત્યારે રંગો કાઢવા માટે ઓછામાં ઓછું પાણી વપરાશે.

વાળ ખુલ્લા ન રાખો

વાળ ખુલ્લા હશે તો રંગ વધારે લાગશે અને એને ધોવા માટે પાણી વધારે લાગશે. ઉપરાંત વાળ ડૅમેજ થશે એ નફામાં. માટે વાળમાં ચોટલો અથવા પોની વાળી દો, જેથી કૃત્રિમ કે કુદરતી કોઈ પણ રંગો સ્કૅલ્પના સંપર્કમાં ઓછામાં ઓછા આવે. અહીં પણ વાળમાં રંગો ઓછા હશે તો પાણી ઓછામાં ઓછું વપરાશે અને પાણી બચશે. વાળમાં હોળી રમવા જતાં પહેલાં નારિયેળનું તેલ, ઑલિવ ઑઇલ અથવા જો શક્ય હોય તો કેસ્ટર ઑઇલની માલિશ કરો અને પછી જ હોળી રમવા જાઓ.

આંખને પ્રોટેક્શન

સૂકી હોળી રમો ત્યારે રંગો આંખમાં જઈને નુકસાન કરશે એની શક્યતા સૌથી વધુ હોય છે. હોળીમાં ચશ્માં પહેરી રાખવાનો પણ ઑપ્શન નથી ત્યારે એટલું જ કરી શકાય કે કોઈ ચહેરા પર રંગ લગાવવા આવે ત્યારે આંખો તરત બંધ કરી દેવી અને રંગ લાગી ગયા બાદ થોડો રંગ હાથેથી સાફ કર્યા બાદ જ આંખો ખોલવી, જેથી કોરો રંગ આંખની અંદર ન જાય.

કેટલીક સેફ હોલી ટિપ્સ

હોઠ પર લિપ બામનું જાડું લેયર લગાવો જેથી રંગોથી હોઠ ડૅમેજ ન થાય.

હોળી પહેલાં કોઈ પણ ફેશ્યલ ટ્રીટમેન્ટ કરાવવાનું ટાળો. જો રંગોની ઍલર્જી કે રૅશિશ થાય તો તરત ગાયનેકોલૉજિસ્ટને દેખાડો.

લાંબી બાંયનાં કપડાં પહેરો તેમ જ બૉટમમાં પણ ફુલ પૅન્ટ પહેરો, જેથી સ્કિન મૅક્સિમમ પ્રમાણમાં પ્રોટેક્ટ થાય.

હોળી રમ્યા બાદ તડકામાં ન બેસવું. આમ કરવાથી રંગો સ્કિન પર વધુ ઊંડા ઊતરશે અને ત્યાર બાદ એને કાઢવા મુશ્કેલ બનશે. હોળી રમતી વખતે પણ છાંયામાં રહેવાનું જ પસંદ કરો.

વાળમાં લાગેલો રંગ બે વાર ધોઈને પૂરી રીતે કાઢી નાખો અને સ્નાન કર્યા બાદ આખા શરીર પર મૉઇસ્ચરાઇઝર લગાવો.

હોળીમાં રંગાવાના છો જ એટલે કોઈ પણ પ્રકારનો મેક-અપ લગાવીને હોળી રમવા જવાનું ટાળજો. બની શકે કે મેક-અપમાં રહેલાં કેમિકલ્સ અને રંગો વચ્ચે કેમિકલ રીઍક્શન થાય એને સ્કિન ડૅમેજ થાય.

વાળમાં વધુ રંગો ન જાય એ માટે એના પર સ્કાર્ફ કે બૅન્ડાના બાંધી દો.

રંગ લાગ્યા બાદ એને સ્નાન કરવાનો સમય મળે ત્યાં સુધી એમ જ રહેવા ન દો. જેમ જેમ સમય મળે એમ એમ હાથ કે સ્કાર્ફ વડે વાળ અને સ્કિન પરથી રંગ ખંખેરતા રહો. આ વખતે પાણી નથી વાપરવાનું એટલે આ કામ આસાનીથી થઈ જશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK