તમારી લાઇટ ઠંડક આપે છે?

હાઈ વૉલ્ટેજના બલ્બથી ગરમી થતી હોય તો ઠંડક આપતી લાઇટ્સ વિશે જાણી લો

cool-lightશું તમને ખબર છે કે એક ૧૦૦ વોલ્ટનો બલ્બ રૂમનું તાપમાન વધારી શકે છે અને તાપમાન વધારવાની સાથે આ બલ્બ ઇલેક્ટ્રિસિટી પણ વધુ કન્ઝ્યુમ કરે છે જેની અસર સીધી ઇલેક્ટ્રિસિટીના બિલ પર થાય છે.

ઉનાળો તમારા આ જ બલ્બ ચેન્જ કરવાનો સૌથી સારો મોકો છે. જેમાં સીએફએલ લાઇટ બેસ્ટ છે. આજે મોટા ભાગના લોકો સાદા બલ્બને બદલે સીએફએલ લાઇટ્સ જ લગાવવાનું પસંદ કરે છે. આ લાઇટ ઇલેક્ટ્રિસિટી ઓછી વાપરે છે તેમ જ રૂમના ટેમ્પરેચરને પણ વધારતું નથી.

તાપમાન ન વધારતી લાઇટ્સ

સોલર લૅમ્પ્સ

દિવસના સમયે જ્યારે તડકો વધારે હોય ત્યારે આ લાઇટ્સ ચાર્જ થશે અને રાત્રે ઘરને અજવાળશે અને આનાથી ઇલેક્ટ્રિસિટીની પણ બચત થશે. આજ સુધી જો તમે એમ સમજ્યા હો કે સોલર લાઇટ્સ ફક્ત ઘરની બહાર લગાવવા માટે જ છે તો એક વાર ફરી વિચારો, કારણ કે આ લાઇટ્સ ઘરની અંદર લગાવવા માટે પણ એટલી જ ઉપયોગી છે. સોલર પૅનલ્સને એવી જગ્યાએ લગાવવામાં આવે છે જ્યાં તડકો સૌથી વધુ પ્રમાણમાં આવતો હોય. એક વાર પૂરી ચાર્જ થયા પછી આ સિસ્ટમ એક સિંગલ બલ્બ દ્વારા સળંગ આઠ કલાક સુધી રોશની આપી શકે છે. સોલર પાવર્ડ સિસ્ટમ મેઇન્ટેઇન કરવામાં આસાન છે તેમ જ લાંબા સમય માટે બેસ્ટ રિઝલ્ટ આપે છે. ઘરની અંદર સોલર લાઇટ્સનો વપરાશ કરવાથી વીજળીના બિલમાં તરત જ ફાયદો  જોઈ શકાય છે. સોલર લાઇટ્સ એક વન-ટાઇમ ઇન્વેસ્ટમેન્ટ છે.

એલઈડી

લાઇટ-ઇમિટિંગ ડાયોડ્સ એટલે કે એલઈડી લાઇટ્સ ફક્ત દિવાળીના તોરણમાં જ નહીં પણ ઘરના રોજબરોજના વપરાશમાં પણ લઈ શકાય છે. જે પીળા બલ્બની સરખામણીમાં ખૂબ સારી સાબિત થશે. એલઈડીની આજે એનર્જી બચાવવામાં સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે તેમ જ ઇકો-ફ્રેન્ડ્લી પણ ગણવામાં આવે છે અને માટે જ આજે એલઈડી લાઇટ્સનો વપરાશ સૌથી વધુ થઈ રહ્યો છે. લોકો આજે પર્યાવરણ વિશે વધુ ને વધુ સભાન બની રહ્યા છે. એલઈડીથી ગરમી નથી થતી તેમ જ આ લાઇટ્સ લાંબો સમય સુધી ચાલે છે. એલઈડીથી હવામાં કાર્બન ડાયોક્સાઇડ પણ ઓછું ભળે છે અને માટે જ એલઈડી ઠંડક આપવાની સાથે એનર્જી સેવિંગનું કામ પણ કરે છે.

સીએફએલ

કૉમ્પેક્ટ ફ્લોરોસન્ટ લૅમ્પ એટલે કે સીએફએલ ઘરમાં હીટ ઘટાડવાનો અને વીજળીના બિલમાં પણ ઘટાડો કરવાનો બેસ્ટ ઉપાય છે. કર્મશિયલ બિલ્ડિંગમાં એલઈડીનો વપરાશ સૌથી વધુ થાય છે, કારણ કે આવાં સ્થાનોએ લાઇટની જરૂરિયાત પણ સૌથી વધુ હોય છે. જો ઘરમાં પણ વધુ લાઇટો લગાવવી પડે એવું ઇન્ટિરિયર હોય તો સીએફએલ બેસ્ટ ઑપ્શન રહેશે.

ફિક્સ્ચર પણ ઇકો-ફ્રેન્ડ્લી

તમે આવી એનર્જી સેવિંગ લાઇટ્સનો ઉપયોગ કરો ત્યારે એને લગાવવા માટેના ફિક્સ્ચર પણ ઇકો-ફ્રેન્ડ્લી પસંદ કરો. જેમ કે લાઇટની ફ્રેમ બામ્બુ, લાકડું, રીસાઇકલ કરેલા કાચ અને બીજા ઇકો-ફ્રેન્ડ્લી પ્રોડક્ટ્સની પસંદ કરી શકાય. આ રીતે કૉમ્બિનેશન બનાવવાથી આખું ડેકોર ઇકો-ફ્રેન્ડ્લી બની રહેશે.

નૅચરલી કૂલ રહેવાના ઉપાયો

રૂમની બહાર નીકળો ત્યારે લાઇટ બંધ કરી દો.બધી જ રૂમોમાં પંખાનો વપરાશ કરો. પંખા ઍરકન્ડિશનર કરતાં ૯૦ ટકા ઓછી વીજળી વાપરે છે અને સારું વેન્ટિલેશન પણ આપે છે. ફ્લોરોસન્ટ એટલે કે સાદા બલ્બને બદલે ટ્યુબલાઇટ અથવા સીએફએલ લાઇટ્સનો ઉપયોગ કરવો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK