કૉફી-ટેબલ કેવું રાખશો?

ઘરમાં મસ્ટ હેવ એવા આ ફર્નિચરના ભાગ પર જો ધ્યાન આપવામાં આવે તો લિવિંગ રૂમનું આકર્ષણ બની શકે છે

coffee-tableઆપણા બધાના ઘરમાં કૉફી-ટેબલ તો હોય જ છે અને એ ઘરનો ફોકલ પૉઇન્ટ પણ બની શકે છે. તમે ભલે આ ટેબલને ફક્ત કૉફીનો મગ રાખવા માટે વાપરતા હો પણ ઘરના લિવિંગ રૂમમાં આ એક ડેકોરેટિવ ઍક્સેસરીની ગરજ તો સારે જ છે. તમે આ ટેબલ પર કેટલીક બીજી ચીજો ગોઠવી એને સજાવી શકો છો.

સૌથી પહેલાં તો યોગ્ય આકાર અને કદનું કૉફી-ટેબલ પસંદ કરો. એક કૉફી-ટેબલની ઊંચાઈ સિટિંગ અરેન્જમેન્ટની ઊંચાઈ બરાબર જ હોવી જોઈએ અને પહોળાઈ સોફાની એક સીટ જેટલી, આખા સોફાની લંબાઈ જેટલી નહીં. કૉફી-ટેબલ રાઉન્ડ, ચોરસ, લંબચોરસ હોઈ શકે.

યોગ્ય થીમ

આ નાનકડા ટેબલ પર તમે થીમ સેટ કરી શકો છો. કોઈ જુદી થીમ અથવા ઘરની થીમ સાથે મૅચ કરી શકાય. જો તમારું ઘર ક્લાસિકલ ટાઇપનું હોય તો લાંબું કૅન્ડલ-સ્ટૅન્ડ સુંદર લાગશે અને જો ઘરનું ઇન્ટિરિયર મૉડર્ન ટાઇપનું હોય તો ગ્લાસ ટૉપવાળું કૉફી-ટેબલ સૂટ થશે. જો મૂંઝવણ થતી હોય તો ડેકોરેશનમાં એક ફ્લાવર વાઝથી શરૂઆત કરો, કારણ કે એ ક્યારેય ફેલ નહીં જાય. ફૂલો સાથે કૉફીના કપ અને થોડી બુક્સ પર્ફેક્ટ કૉમ્બો રહેશે.

ઓરિજિનલ ઇફેક્ટ

પરંપરાગત ઇફેક્ટ આપવા માટે તમે સિલ્વરવેઅર, કોતરણી કરેલી પ્લેટ્સ, કાચની પ્લેટ્સ, કાચનાં બૉક્સિસ વગેરે રાખી શકો છો. જો તમારે કલેક્ટ કરેલી કેટલીક ચીજોને ડિસ્પ્લે કરવી હોય તો એક ઉપર એક શેલ્ફનું લેયર બનાવીને ચીજો ગોઠવો. કૉફી-ટેબલના બેઝ પર મિરર પણ લગાવી શકાય. બેઝમાં મિરર લગાવ્યા બાદ એના પર કૉસ્ટર્સ રાખો અને ત્યાર બાદ એ ટેબલ પર વાઝ રાખો, પણ એ કૉસ્ટર પર રાખ્યા હોય એવું લાગવું જોઈએ. આ જ કૉસ્ટર્સ પર કૅન્ડલ-સ્ટૅન્ડ કે બાઉલ પણ રાખી શકાય.

યાદગીરીઓ માટેનો ખૂણો

તમારા કૉફી-ટેબલને તમે યાદગીરી સમા કોઈક જગ્યાએથી લાવેલા સુવેનિયર્સથી પણ સજાવી શકો છો. ફોટોફ્રેમ, ફૅમિલી ફોટો કે તમારી યાદગાર ટૂર પરથી લાવેલી કોઈ ઍન્ટિક ચીજને આ કૉફી-ટેબલ પર સજાવી શકાય.  

પર્સનલાઇઝ્ડ ટેબલ

તમારું કૉફી-ટેબલ તમારી પર્સનાલિટીનો એક ભાગ પણ બની શકે છે. તમે જે ચીજને ચાહો છો, જે ચીજ તમારો ઉત્સાહ વધારે છે એને કે પછી તમારી ફેવરિટ બુક્સને તમે ટેબલ પર સજાવી શકો છો. હા, એ વધુપડતું ન લાગવું જોઈએ. કૉફી-ટેબલ પર બાકીની ચીજો રાખ્યા બાદ કૉફીના મગ રાખવા જેટલી જગ્યા જરૂર રાખો. એટલું યાદ રાખો કે કૉફી-ટેબલને ડેકોરેટ કરવામાં કોઈ કડક નિયમ નથી. આ ફક્ત એક એક્સપરિમેન્ટ છે એટલે એમાં થોડા-થોડા દિવસોમાં નવી ચીજો ઉમેરી કે કાઢી શકાય. કૉફી-ટેબલ પર ફૂલો ભરેલો એક મોટો બાઉલ અને મેટલના બુદ્ધની ફક્ત માથાવાળી પ્રતિમા ખૂબ સુંદર લાગે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK