હવે તમારા ઘરમાં લાવો ચિલ્ડ્રન સ્પેશ્યલ ચેન્જ

વેકેશનમાં આખો દિવસ બહાર રમતા બાળકને થોડો સમય ઘરમાં પણ રાખવું હોય તો એનો રસ્તો તમારે જ શોધવો પડશે

cheap-kids-room-furnitureપરીક્ષાઓ પૂરી થવાની છે અને હવે આવવાનું છે વેકેશન જેની બાળકો અને પેરન્ટ્સ આખું વર્ષ રાહ જોતાં હોય છે. જો વેકેશન આખો દિવસ ફક્ત ટીવી અને કમ્પ્યુટરની સામે બેસીને જ ગાળવું પડે તો? જોકે બાળકો માટે એ શક્ય નથી અને જો એ આખો દિવસ બહાર જ રહે તો પેરન્ટ્સને એ મંજૂર હોતું નથી. આ દિવસોમાં બાળકોને ઘરમાં જ કંઈ એવું આપવામાં આવે જેથી તેમને ઘર પણ યાદ આવે. જોઈએ શું કરી શકાય.

ચૉક-બોર્ડ વૉલ

ગ્રાફિટી આર્ટ એટલે કે દીવાલને કૅન્વાસ સમજીને ડ્રૉઇંગ કરવાનું. ચર્ચગેટ સાઇડની રસ્તા પરની દીવાલો આ આર્ટનો એક નમૂનો છે. બાળકોને એવો એક ખૂણો આપી દો જેના

પર તેઓ પોતાની કલાનું પ્રદર્શન કરી શકે. આ રીતે તેઓ કંઈક નવું શીખશે અને ટાઇમપાસ પણ થશે.

સમર ડેકોર

ઉનાળાનું વાતાવરણ જો ઘરમાં ઊભું કરશો તો બાળકો રૂમમાં જ વેકેશનની મજા કરવા વધુ પ્રેરાશે. તેમને રૂમમાં વચ્ચોવચ એક મોટી છત્રી લગાવી આપો. પ્લાસ્ટિકનું આઉટડોર ફર્નિચર પણ રાખી શકાય જેમાં લાઇમ ગ્રીન, ઑરેન્જ જેવા રંગોની ખુરસી દેખાવમાં સારી લાગશે.

ઇન્ડોર કૅમ્પિંગ

ઘરની બહાર કે ટેરેસ ગાર્ડનની ફૅસેલિટી હોય તો ત્યાં અથવા ઘરની અંદર જ એક ટેન્ટ બનાવો અને એની અંદર બાળકો માટે રમવાની બધી જ ઇન્ડોર ગેમની સુવિધા કરો. રાત્રે પણ આ ટેન્ટ રાખવો હોય તો એની અંદર એક ફાનસ લટકાવો.

મૅગ્નેટિક પેઇન્ટ

મૅગ્નેટવાળો પેઇન્ટ પણ ઘરમાં કરાવી શકાય. કિડ્સના રૂમમાં જ કોઈ એક દીવાલ પર આવો મૅગ્નેટિક પેઇન્ટ કરાવો. મૅગ્નેટિક લેટર્સ, ફ્લાવર્સ, ઍનિમલ વગેરેના શેપ ખરીદો અને તમારા બાળકને આની સાથે પોતાની દુનિયામાં છોડી દો જેથી તે પોતાના મૅગ્નેટિક-વલ્ર્ડમાં રંગાઈ રહે.

બુક શેલ્ફ

બાળકને પોતાના માટે જ એક નવી લાઇબ્રરી અરેન્જ કરવા માટે મદદ કરો. તેમની ફેવરિટ બુક્સ રાખવા માટે બેડની ઉપર લાકડાનું એક શેલ્ફ બનાવી આપો જ્યાં તેઓ પોતાની બુક્સ રાખી શકે. હવે બજારમાં બુક શેલ્ફ પણ ખૂબ ઇનોવેટિવ અને નવી ડિઝાઇનમાં મળી રહે છે.

મૉડર્ન ડેકોરેશન

બાળકોને મોટે ભાગે કાર, બાઇક અને પ્લેનનાં મૉડલ્સ જોવા ગમતાં હોય છે તો આ જ શોખને ડેકોરેશનમાં સમાવી લો. આવાં પોસ્ટર લગાવવા સિવાય મૉડલ્સ ખરીદીને સીલિંગ સાથે હૅન્ગ પણ કરી શકાય.

બિનબૅગ

બિનબૅગ આરામની પળો માણવા માટે મસ્ટ હૅવ અને એ ઉપયોગી ચીજ છે. બાળકોને પોતાના રૂમમાં જો એક બિનબૅગ હશે તો ગમશે. તેમને જ બિનબૅગનો રંગ પસંદ કરવા દો. બે નાની-નાની બિનબૅગ સામસામે રાખી શકાય જેથી તેઓ પોતાના ફ્રેન્ડ્સ સાથે બેસીને રમી શકે તેમ જ વાતો કરી શકે.

બહાર ફર્યા વગર પણ વેકેશન માણી શકાય

બાળકો સાથે તમારા માટે પણ આ જ સમય છે કંઈ ક્રીએટિવ એક્સપરિમેન્ટ્સ કરવાનો. આમાં કંઈક તમે બાળકોને શીખવશો, થોડું તમે પોતે શીખશો અને એન્ડ ઑફ ધ ડે, તમે તમારા બાળકથી વધારે અટૅચ્ડ થશો. આવા સમયમાં કેટલીક વાર તમે તમારા જ બાળક વિશે એવું જાણશો જે તમે પોતાના હેક્ટિક શેડ્યુલને લીધે નહોતા જાણી શક્યા. ક્રાફ્ટની આઇટમ્સ શીખવવી કે ટી-શર્ટ પેઇન્ટ કરતાં શીખવવું ખૂબ એક્સાઇટિંગ રહેશે અને આમ, તમે તમારા બાળક સાથે વધારે સમય ગાળી શકશો જે ખૂબ અમૂલ્ય હશે. આવા સમયે ફક્ત કંઈ શિખવાડવું જ જરૂરી નથી, તેમની સાથે રમવામાં પણ રસ લો. દીકરા સાથે વિડિયોગેમમાં કૉમ્પિટિશન કે પછી દીકરીની ડૉલ સાથે રમવાથી તેઓ તમારો સાથ અનુભવશે અને તમારા રૂપમાં મળેલા નવા ફ્રેન્ડ સાથે તેઓ પોતાનાં સીક્રેટ્સ પણ જરૂર શૅર કરશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK